આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩રર સુદર્શન ગદ્યાવલિ, પણ સ્ત્રી થવાને લાયક નથી. ” આમ લખવામાં તમામ પુનર્લગ્ન વિષયવાસનાથી બન્યાં એ અર્થ કયાંથી આવ્યા ? એની એજ પશુવૃત્તિની વાતને બીજો અંશ લઈ એમ સંભાવના મેં કરી છે કે વખતે પોષણાદિક માટે પણ પુનર્લગ્ન હોય. તેના જવાબમાં પાને ૧૭ મેં બતાવેલી યોજનાની સુચના માત્રજ પુનર્લગ્ન વિષે છેવટ લખતાં મેં કરેલી છે. તે ચુકી જઈને ટીકાકાર પુછે છે કે “ વિધવાઓને પોતાના પાષણ માટે કેટલાં વલખાં મોરવો પડે છે ” આ શંકા ઉઠવાનું પણ કારણ નહોતું છતાં ટીકાકારે ગ્રંથસંદર્ભ ઉપર લક્ષ આપ્યું જ નથી એટલે ગમે તેમ લખવાને છુટા છે. * પુનર્લગ્ન ન થવાથી જગતમાં ધણા અનાચાર થયો છે એમ ટીકાકાર સૂચવે છે, એટલે હુ’ પુનર્લગ્ન થવા દેવામાં પાપ માનું છું તે વગર કારણ છે એટલું જ નહિ પણ તે થવા દેવામાં પુણ્ય છે એમ સમજાવી મારી વાતને હસી કાઢે છે. હુ’ એમ નથી કહેતા, કે વિધવાઓ ગુના નહિ કરતી હોય, પણ પરણેલી સ્ત્રી કરતાં વિધવાને ગુના કરવાનું સવિશેષ કારણુ કાંઈ નથી એમ માનું છું. ઉલટું વિધવાને તો આબરૂ શરીરરક્ષણ વગેરેને લીધે અનાચારથીજ દૂર રહેવાનું એક સવિશેષકારણ છે, જે પરણેલી સ્ત્રીને નથી. પરણેતર એ હજારો પાપનું ઢાંકણ છે એવું કહેવાય છે તે વિચારવા જેવું છે. પરણેલી સ્ત્રીઓ વ્યભિચાર કયાં નથી કરતી ? તેમ તેને પણ ધણી સિવાય બીજાનાથી ગર્ભ કયાં નથી રહેતા ? પણ વિધવાના સેંકડે બે ચાર દાખલા બને તે જણાઈ આવે અને સધવાના સેંકડે પાણી સે હોય પણ જણાવાના નહિ, એટલે વિધવા એકલીનેજ અનાચારવાળી કરાવવાની બુમ પાયાવિનાની ચાલ્યા કરે. મૂળ વાત વિધવા કે સધવાપર નથી, પણ માણસનાં સ્વભાવ, કુલ અને મળેલી કેળવણી તથા ઉત્તિજન પર છે. જે વિધવા પ્રેમયુક્ત સારી કેળવાએલી અને સારા કુટુંબમાં રહેનારી હશે તે તેનામાં પરણવાની ઈચ્છા કે અનાચાર કાંઇ જણાવાનું નહિ, ને સધવા ગમે તેવા મનહર ધણીને પરણેલી હશે તો પણ કેળવણી, પ્રેમ અને શુદ્ધ કુળવિનાની હશે તો પદે પદે અનાચાર કરી સર્વને કલંક લગાડશે, માટે પુનર્લગ્ન થવાથી દુનિયાની અનીતિ મટાડવાની વાત, અને તે ન થવા દેવાથી તે વધવાની વાત એ ઉભય કલ્પિત છે, ને બંને પક્ષે સમાન છે. વિધવા ધણી કર્યા પછી અનાચાર કરે તો તેને કાણુ પુછનાર છે ? આમ તમે જે તે રીતે અનાચારને શુદ્ધ આચારનું ખાટું રૂપ પકડાવે છે, ને દુનિયાને ખરાબ દાખલે ઉભા કરી આપે છે: પણ અમે તેવા કાંઇ ઢોંગ કરતા નથી, પ્રમથી થાય તેજ લગ્ન માનીએ છીએ અથતિ પ્રમ ન હોય તે ફાવે તેમ વર્તે તેને ડાળથી શુદ્ધતાનું રૂપ આપવાની હગાઈ કાંઈ કામની ગણતા નથી. છેવટ એવી તકરાર આણી છે કે પુરૂષ એ ચાર સ્ત્રી કરે તો સ્ત્રી કેમ બે ચાર પુરૂષ ન કરે? આ શંકા પણ ગ્રંથસંદર્ભ સમજ્યા વિનાની છે કેમકે મેં” ઉભયને પુનર્લગ્નની ના પાડેલી છે, (પા. ૬૭), નડિયાદ. - લિ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, છે. મેં. ૧૮૮૭. ઈ બાલલગ્ન. ( ૬૪ ) - કોઈ એક પુરૂષે પોતાની સ્ત્રીને કબજે લેવા મુંબઇની હાઈકોરટમાં એવી ફરીઆદ કરી, - તેના જવાબમાં સ્ત્રીએ જષ્ણાવ્યું કે મારા પતિ મારૂ” પૈષણ કરવાને અશક્ત છે તેથી હું તેની Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850