આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૦ સુદર્શોન ગદ્યાવલિ, ધારીએ છીએ, છતાં મૂલ દોષને દૂર કરવા તરફ જે પ્રવૃત્તિને અભાવ છે તેને ધણા અનિષ્ટ માનિયે છીએ; અને એથી પણ વધારે માટે રાતે દોરનાર તે એ પ્રવૃત્તિને માનીએ છીએ કે જેવડે આ નિષિદ્ધ આચારજ વિધય આચારમાં ખપવા માંડ્યા છે અને આજકાલ સુધારાનું, શુભ ચિન્હ થઈ પડવાની તૈયારીમાં છે. . સુધારાવાળાઓને જે કહેવું અમે અમારી ફરજ ધારીએ છીએ તે કર્યું, અને ખરે સુધારે છે તેમને કરવાની જીજ્ઞાસા હોય તો તે માટે અમારી બુદ્ધિથી યોગ્ય જણાતા માર્ગ પણ સૂચવ્યા. પરંતુ આપણા લેકામાં સુધારે, અને મુખ્ય કરીને . આ વિષયમાં સુધાર બની શકે તે માટે જરા વિચાર કરવાની જરૂર છે. પુલ મને પ્રચાર થતા પેલાં લગ્નની વ્યવસ્થા બતાવી તેવી સ્થિર થવાની આવશ્યક્તા છે, ને તે જયાંસુધી નાતના બંધનને લીધે સ્ત્રીપુરૂષ વરકન્યા પસંદ કરવામાં સ્વતંત્ર નથી ત્યાંસુધી કદાપિપણું સંધાનાર નથી. અમે આગળ કહેલું છે ને વળી કહીએ છીએ કે હાલના મતમતાંતરથી થ. યેલા જ્ઞાતિભેદ તછ અસલને ચાતુર્વર્ણિક ધર્મ સ્થિર કરાય તેજ આપણી ઘણી સાંચારિક અડચણો દૂર થાય એમ છે. નહિતા નહિ સુધારાવાળાઓએ આ વાત પણ પૂર્ણ રીતે લક્ષમાં લેવા જેવી છે, અને લગ્નના શુભ વિચાર સાથે જ્ઞાતિબંધનના શુદ્ધ રૂપનું વિવેચન થવાની પણ તેમના તરફથી પુરી જરૂર છે. આ સર્વ વાતાનું મનન ન કરવાથી તથા મૂલનાં સિદ્ધાંતરૂપ ન સમજી, તાત્કાલિક કષ્ટ દૂર કરવા પરજ પ્રવૃત્ત થવાને લીધે અસલના સુધારાવાળા' નિષ્ફળ પ્રયત્ન કરી ગયા એ હવે સ્પષ્ટ થઈ આવેલું છે; અને આટલાસારૂ અને મારા આધુનિક ભાઈબંધાને એવી ખાસ ભલામણ કરીએ છીએ કે પૂર્ણ વિચાર કરી માપણ સાંસારિક યંત્ર સૂમ રીતે તપાસી તેઓએ વ્યવહાર કરે, નહિ તો લાભ કરતાં હાનિ વધારે થવાનો સંભવ આવી પડશે. ડીસેમ્બર-૧૮૮૬, સ્વતંત્રતા, ( ૬ ) સ્વતંત્રતા આ શબ્દના ચમત્કારથી હજારે દેશનાં ભાગ્ય ઉથલ પાથલ થઈ ગયાં છે. લક્ષાવધિ માણસાનાં નામ અમર થઈ ગયાં છે. સ્ત્રીપુરૂ દેવત્વને પામ્યાં છે. અને સંસારને સુનો અરણ્યવાસ સતેજ થઈ આનંદમય થઈ રહ્યા છે. માણસ જાતે જન્મથી સ્વતંત્ર છે ? આ પ્રશ્નના ઉત્તર હરકોઈ વિચારશીલ મનુષ્ય નાજ આપો. માણસને જે જે જરૂર પડે છે, તે તે પુરી પાડવાનું સામર્થે એકજ જણના પંડમાં નથી; ને તેટલા માટે બીજાની મદદ લેવાની જરૂર પડે છે. જ્યાંથી આવી રીતે બીજાની મદદની જરૂર પડી ત્યાંથી થોડી કે વધતી પણ સ્વતંત્રતા કપાતી ચાલે છે; તે એટલેસુધી કે ધીમે ધીમે છેક બાલવા ચાલવામાં પણ કાયદેસર વર્તાવું પડે છે. વધારે સુધારાને રસ્તે ચઢેલા લાક આવા પ્રકારની સ્વત ત્રતા દિવસે દિવસ વધારે વધારે ગુમાવતા જાય છે. પંખા અને સાડીઓને પણ સ્વચ્છ દે વતવાની રજા મળતી નથી, મોઢા ઉપર હાસ્ય પણ સ્વતંત્ર રીતે રમી શકતું નથી, પગના કે કમરને ધાટ પણ બનતા સુધી સ્વતંત્ર રહી શકતા નથી. આટલું જ નહિ, પણ માણસનાં અંતર્ગત હદય ઉપરે પરતંત્રતાનો હુમલો પાકા થાય છે. જ્યારે આવી રીત SHALGIRe ntalare PO 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50