આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

“ રંગ છે કવિ ! ધીરજ એનું જ નામ, કહ્યું પણ એનું જ નામ કે વિલાયતથી આવી જ્ઞાતિબહાર થયેલ રા. મહીપતરામ સાથે પણ ભાજન કરી પિતાના સિદ્ધાંત ખરે કરી બતાવ્યા; પિતાના આશ્રમમાં આવી રહેલી વિધવાઓને પોતે જ સંગ્રહી પોતાને માથે મોટો દાવાનલ ખેંચી લેતાં પણ આંચકા ને ખાધા ! ધન્ય છે રા. કરસનદાસને પણ કે વિલાયત જવા હામ કરી, અને ધન્યવાદ છે એ સર્વ મંડલને કે તેને તથા કવિને અતુલ સહાય કરવામાં બાકી ન રાખી ! મુંબઈમાં ‘ બુદ્ધિવર્ધક સભા પણ ગર્જના કરવા લાગી, અને તેની વિઠ, ત્તાથી, શાર્યથી, એકાગ્રબુદ્ધિથી આનંદ પામી સુજ્ઞ ગોકુલજી ઝાલા જેવા જુના આસ્તિક ગૃહસ્થ પણ રંજિત થયા, અને રા. રા. મનસુખરામભાઈ જેવા તથા રા. પ્રાણલાલ મથુરાદાસ જેવા ગ્રહસ્થાને પણ તે જ સ્થલેથી પસંદ કરી પોતાના સહવાસ માટે રાખતા ગયા !! આખરે આ મંડલે લોકો ઉપર એટલી તે અસર તાદશ રીતિએ જોઈ કે તેમણે વૈષ્ણવ સંપ્રદાયના રૂઢ અને ઘણા કાલથી સ્થિર થયેલા દુષ્ટ પ્રચાર ઉપર ઝપાટે ચલાવવાનો ઠરાવ કર્યો. ” e “કવિ નર્મદાશંકર, રા. કરસનદાસ, રા. સા. મહીપતરામ ઈત્યાદિ સુધારકોને માટે મને સંપૂર્ણ માન છે, તેમણે અવિવેક અથવા બળવો કર્યો એમ હું માનતો નથી. ઉલટ તે ગૃહસ્થાએ જેવું જાણ્યું અને માન્યું તેવું કરી બતાવ્યું એમાં તેમની ઘણી સ્તુતિપાત્ર મહત્તા હું સમજું છું. તેમને નિષ્ફળ થવાનું કારણ હું એમ માનું છું કે તેમના આગળ પુરતાં સાહિત્ય નહિ, પ્રાચીન સ્થિતિ જ્ઞાતિની તેમને પૂરેપૂરી માહીતી નહિ, અને નવી વાતના પ્રત્યક્ષ લાભ તેમની નજર આગળ તરી રહેલા, તેથી તેમણે લોક અને દેશની, વ્યક્તિ વ્યક્તિ અને આખા મંડલની, પ્રકૃતિ અને ઐતિહાસિક ભાવના ઉપર લક્ષ કર્યું નહિ; મુસલમાનોના સમયમાં આ દેશની પ્રાચીન સ્થિતિની જે અવદશા થઇ હતી તેનેજ તેમણે મૃલની ઉન્નત ભાવનાને સ્થાને માની લીધી; અને તે અધમ ભાવનાને જો તેમણે મૃલની પ્રાચીન અને ઉન્નત ભાવના ઉપર લાવવા યત્ન કર્યો હોત તો તેઓ વિજયી નીવડ્યા હોત તેને બદલે તેમણે આ દેશની ઐતિહાસિક ભાવનાથી વિરૂદ્ધ એવી પાશ્ચાત્ય ભાવનાને દાખલ કરવા યત્ન ર્યો એથી જ તેઓ નિષ્ફળ થયા. તેમનામાં વિચારની ખોટ નહતી, તેમની શુદ્ધ બુદ્ધિમાં ખામી નહતી, તેમનું ચારિત્ર ઉન્નત હતું, પણ તેમને પૂરતી માહીતી નહતી એથી જ શરીરસંબંધોની એકતાને માર્ગે વળી તે લાકે નિષ્કળ શ્યા.” આ છેલા ઉતારામાં મણિલાલના અને જૂના સુધારકાના સુધારા વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ થાય છે. પરન્તુ એ ઉપર આવતા પહેલાં હું ઉપલા ઉતારાઓથી એટલું બતાવવા માગું છું કે(1) યદ્યપિ મણિલાલ સુધારાવાળાઓના દેથી આપણા જનસમાજમાં ઉત્પન્ન થએલાં ખેટાં પરિણામોને નિર્જે છે, તથાપિ મૃળ સુધારાના નાયકો માટે એમને પૂર્ણ માન છે છે, અને એમના દોષ પણ એ શાન્ત ઐતિહાસિક દૃષ્ટિથી જ જુવે છે. અત્રે પ્રસંગોપાત્ત હું આપને એટલું પૂછું છું કે ઉપરના કેટલાક ઉતારામાં મણિલાલે સુધારાના કલાક અગ્રણીઓને જે ન્યાય કર્યો છે અને શતાંશ પણ સુધારાવાળા તરફથી મણિલાલને થતા તમે જોયો છે ? (૨) મણિલાલ પ્રાચીન અને નવીન-ચાલતી સ્થિતિ અને સુધાર–એ બે તત્ત્વોનો સમય કરવાનું કહે છે. (૩) એટલું જ નહિ, પણ પ્રાચીન પક્ષ કરતાં નવીન તરફ પોતાનું વલણ સ્પષ્ટ જણાવે છે. (૪) વિશેષમાં, મણિલાલ સુધારાનું સામાન્ય તાવ જ બતાવીને બેસી રહેતા નથી, પણ ‘સુધારા’ ની વિધવાવિવાહ શિવાયની બધી મા-સ્ત્રીકિળવણી, લયમાં વધારે ,, Gandhi Heritage Portal