આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્ત્રીપુરુષના સમાન હક, (૩૩૭ નારે અમારા લખાણુ સાથે વિરોધ માનવા છતાં કાંઈ નવીન કહ્યું નથી. એમ એ વાત જ્યારે અમે માની છે ત્યારે સમાન હકને જે અર્થ તેમણે કર્યો તે પણ અમને ચાહ્યું છે. એટલે સુધી કે તેમનું એ સંબંધનું એક વાકય અને તેનું ગર્ભિત ઉત્તર અમે અમારા સિદ્ધાન્તરૂપે પણ માની લઈએ. “કઈ સ્ત્રી સ્ત્રીત્વને હેતુ પાર ન પાડતાં જાહેરાતમાં ભાષણ આપી લાકનું ભલું" પોતે સર્વોત્તમ રીતે કરી શકશે એમ માનતી હોય અથવા કોઈ પુરૂષ સાધુ થઈ ધર્મોપદેશ કરવામાં લેકનું ભલું પતાથી વધારી શકાશે એમ માનતા હોય અને બંનેને ખરૂ" ખાટું પારખવાની શક્તિ સરખી હોય તો જે પુરૂષને તેમ કરવા દેવામાં આવે તે સ્ત્રીને શામાટે નહીં ?” ત્યારે શંકા થશે કે અમારાં લખાણુને કહેવાતા સુધારાવાળાના લખાણુ સાથે શે વિરોધ છે ? પ્રકૃત લેખના કેટલાક વિષય સંબંધે અમારે જે ચૂમ મતભેદ છે તે સ્પષ્ટ કરતાં એ વિરોધ પણ સ્પષ્ટ થશે, અને સ્ત્રી પુરુષનાં કર્તવ્યના વિષયવિભાગ અમે કવચિત કવચિત માન્ય છે તેનું કારણ પણ જષ્ણાઈ રહેશે. લખનાર ઉત્તમતા અથવા ભલું શાને કહેવું તે શોધે છે અને “ સુખ” તે “ ભલું ” એમ ઉત્તર આપી સંતોષ માને છે, તથા સંખ્યાદ્વારા તે સુખના સારાપણાનો નિશ્ચય કરવાનો માર્ગ સૂચવે છે. “ સુખ તે ભલું ” એમ કહેવાથી સુખની શી વ્યા ખ્યા થઈ ? સુખને બદલે ભલું શબ્દ વાપર્યો એટલેજ વધારો થયો, અને એક અગમ્ય વાતને બીજી અગમ્ય વાતથી સમજાવી એ લાભ થયો ! કહેશે કે સંખ્યાવાચકત્વ લેવું જોઈએ એટલે સુખના અર્થ ઉપયોગ માટે પૂરે પૂરે સમજી શકાશે. બીજી રીતે કહીએ “તે ધણામાં ધયું માણસ જેને સુખ માનતાં હોય તે ભલું ” એમ આ “સંખ્યાવાચક સુખ” નો અર્થ થયા. “ માનતાં હોય ” એમ અમે સકારણ લખ્યું છે કેમકે સુખ છે તે “માનવામાં” જ છે એમ પ્રકૃત લેખનાં અનેક વચનથી અમને સમજાયું છે, જોકે તેમણે સંભાળથી એક સ્થલે એમ ઉમેરવા કાળજી રાખી છે કે “વિચાર કરીને કર્તવ્ય રૂપે નક્કી કર્યું હોય તે. ” એ ઉમેરેલે અંશ પણુ લક્ષમાં લેવા જોઈએ. ત્યારે ઉત્તમતાની પ્રથમ વ્યાખ્યા એ થઈ કે સુખ, તેને સમજવા જતાં સંખ્યાના નિયમ તેમાં આવ્યો, ને તે નિયમે સુખનો નિશ્ચય કરતાં જે જેમ ફાવે તેમ માને એમ થવા જતું હતું. તે અટકાવવા “ વિચાર કરીને કર્તવ્યરૂપે ” નક્કી કરવાની વાત ઉમેરાઈ. ત્યારે “ભલુ” અથવા “ઉત્તમ” એનું લક્ષણ એ થયું કે “ ઘણુમાં ઘણાં માણસે એ વિચાર કરીને માનેલું સુખ. ” સુખની આ વ્યાખ્યા નક્કી થઈ એટલે “સુખ તે કર્તવ્ય; ” અને “ જે કર્તવ્ય તે સુખબુદ્ધિથી સ્વતઃ ચહ્યું તે સ્વાતંત્રયે; ” અને “ તેટલું વાતત્રય સ્ત્રીપુરુષને સરખી રીતે હોવું જોઈએ ” એ સમાન હક: એ બધી વાત ફલિત થઈ. પણ એ બધાં અનુમાન માનતા પૂર્વે જ વિચાર કરીને માનેલુ’ તે સુખ ” એ સિદ્ધાન્તની સ્થાપના થવી આવશ્યક છે, ને તેજ અમારી દષ્ટિએ વિવાદગ્રસ્ત છે. વિચાર એટલે શું ? કેવા 'વિચારને નિયામક માનવા ? એ વાત લેખકે બતાવી નથી એટલે દારૂ પીવાનો રીવાજ કે ઇશ્વરભજનનો રીવાજ ઉભયે વિચારપૂર્વકજ સુખ છે, ને સંખ્યા પર પણ ઘણી સંખ્યાને ગ્રાહ્ય છે. એટલે તે બન્ને સરખી રીતે ઉત્તમ મનાવાં જોઈએ, છતાં તેમ નથી, તેનું કારણ જયુતું નથી. વિચાર વિના કાંઈ પણ બનતું નથી એમ વિચારતે સર્વત્ર છેજ, પણ તે સુખના સ્વરૂપની ઉત્તમતાના નિયામક બને એવો અંશ તેનામાં શા છે, તે જયાં સુધી બતાવાયું નથી, તથા તે અંશ એ વિચારનાજ વિશેષાંશ છે, કે તદતિરિક્ત કાંઈ છે તે બતાવાયું નથી, ત્યાં સુધી એ બાબત કશે નિર્ણય કર નિરર્થક છે, અને તે વાત સ્વીકારીને કરેલા ye Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50