આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંસાર સુધારા, અસાધુત્રતા, પ્રતિલા, વ્યાધિતા, હિંચ્યા, અર્થશ્રી, એવી જે સ્ત્રી હોય તેને ત્યાગ કરવો એ ટલે તે ઉપર બીજી સ્ત્રી કરવી. (અ. ટુ વ્હે. ૮.) પતિએ નિષેધ કર્યા છતાં જે સ્ત્રી તે કર્મ કરે તેને છ કૃષ્ણલ દંડ રાજાએ કર (અ. ૮ શ્લો. ૪ ) યાજ્ઞવલ્કય તો ત્યાં સુધી કહે છે કે પાખંડી, આશ્રમ રહિત, સ્તન, ભતું ધાતિની, સ્વછંદાચારિણી, સુરાપીનારી, આત્મત્યાગિની, એટલાંનું સુતક નથી, ને તેમનું શ્રાદ્ધ કરવાની જરૂર નથી. (પ્રાય. ૬ ) આવાં સામાન્ય વચનો સ્ત્રીઓને ઈહલોક અને પરલોક સુધીના દંડરૂપી ઘણાંક છે, પણ વળી સ્પષ્ટ રીતે મનુ લખે છે કે: भर्तारंलवन्येद्यातुस्त्री ज्ञातिगुणदर्पिता । तांश्वाभिःखादयद्राजासंस्थानेबहुसंस्थिते ॥ ३७१ ॥ (જે સ્ત્રી જાતિ ગુણ આદિથી ગવ પામી વ્યભિચારરૂપી દોષથી પતિનું ઉલ્લંધન કરે તેને રાજાએ હજારો લોકો વચ્ચે શ્વાન પાસે ફાડી ખવરાવવી એમ એ વચનને અર્થ કુત્સુક ભટ્ટ પોતાની ટીકામાં કરે છે. ) - આવાં સર્વ વચનનો વિચાર કરતાં કોઈ ઠેકાણેથી એમ નીકળતું નથી કે સ્માને શિક્ષા ન થઈ શકે. સ્ત્રીનું પાવણ પતિએ કરવું, અને તેને તજી હોય તો પણ તેનું પોષણ કરવું, આવો ધર્મશાસ્ત્રને આદેશ છે. એ આદેશ સરકારે પણ કાયદામાં દાખલ કર્યો છે. પણ વ્યભિચારિણી હોય તે તેને ખારાકી અપાતી નથી એ નિયમ જે તેજ કાયદા સાથેજ દાખલ છે તે ધર્મ શાસ્ત્રનાં ઉપર જણાવેલાં વચનામાંથીજ ઉપજાવેલો છે ને તે નિયમ પોતેજ સ્ત્રીને શિક્ષા થઈ શકે એની સાબીતી છે. પણ હજુ કાઈ કહેશે કે એતા વ્યભિચારિણીને શિક્ષા કરવાની વાત થઈ, પણ કોર્ટનો હુકમ ન માનવા જેવા હલકો ગુના માટે સજા કરવાની વાત ક્યાં છે ? તે તેવા ગુના માટે પણ હવણાંજ છ કૃષ્ણલ દંડ કરવા માટેનું મનુવાકય આપણે આપી ચુક્યા છીએ. આ બધું જોતાં એમ જણાય છે કે અંગરેજી કાયદાનું અનુકરણ અને શાસ્ત્રના આધાર ન હોવાપણું, એ બે બાબતસર સ્ત્રીના કબજે લેવાના દાવાને અયોગ્ય ઠેરાવવામાં આવે છે તે તે બંધ બેસતું' નથી. - પણ સ્ત્રીને એક સાધારણ મીલક્ત જેવી ગણી તેને કબજે લેવા દાવા કરવા એ જ ગલીપણાની નીશાની છે, તે સુધરેલા જમાનાને ન શોભે તેવી વાત છે માટે એવા કાયદો હવે જોઈએ નહિ. આવી તકરાર જયારે કરવામાં આવે ત્યારે પાછું આપણે લગ્ન સ્વરૂપને તપાસવું પડે, અને હિંદુઓનાં લગ્ન એક કદી તોડી ન શકાય તેવા કરાર છે એ લક્ષમાં રાખી આ તકરારના જવાબ આપવો પડે. જે સ્ત્રીપુરંપ મરણ પયંત સાથે રહેવા બંધાયેલાં છે તેમને પિત પાતામાં સહજ સહજમાં થઈ આવતા અણબનાવાથી વિરોધ થાય એ બહુ ન ઇચ્છવા જેવું છે, એટલે સામાન્ય કારણસર છુટાછેડા કરવાની વાતના હિંદુ સંસારના બંધારણમાં સમાસ થવા અશકય છે. વ્યભિચાર જેવા ગંભિર કારણથી પણ છુટાછેડા કરવાના સંપ્રદાય નથી, પણ વસ્તુતઃ તેમ થઈ શકે એવી સરલતા કાયદે કરી આપેલીજ છે. તેવી સ્ત્રીથી પતિ જીદો થાય તે સ્ત્રી ખારાકી માગી શકતી નથી ને જુદીજ રહે છે એ છટા છેડા બરાબર છે. પતિ કદાપિ વિના અપરાધે સ્ત્રીને દૂર કરે તો તેને ખેારાકી મળવાને હક છે એટલે એમ પણ છૂટાછેડા જેવું જ છે. પતિ તેનો કબજો લેવા દાવા કરે તે પતિના દોષ સાબીત કરવાની | salman Flemitage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450