આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાચીન અને નવીન, ૩૮૧ રતાં આનાકાની કરીએ છીએ. ત્યાં શ્રદ્ધા અને શ્રદ્ધાજન્ય કર્તવ્યમાં એ ભાવનાનું અપરાક્ષ થઈ આપણી ને આપણા દેશની ઉન્નતિનો માર્ગ તે કરી આપે એની તો. વાતજ કયાં ! આવા પ્રસંગો ઇતિહાસમાં જયારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે જનસમાજ આગળ કે પાછળ વધ્યા કે હઠયા વિના એક પ્રકારની વિલક્ષણ નિદ્રામાં પડી રહી સડયાંજ ગયે છે, અને તેમાંથી નવું રૂપાંતર થવાને બહુ વાર લાગેલી છે આર્યાવર્તનીવર્તમાન સ્થિતિ કાંઇક એવા પ્રકારની છે. જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે ભવિષ્ય બહુ અસ્પષ્ટ હોય છે, ને ભૂત ઉપરજ મનુષ્યો દૃષ્ટિ કરે છે. અનેક પ્રકારે ભૂતને સમજવા, વર્તમાનમાં લાગુ કરી ભવિષ્ય ઉપજાવવા, મનુષ્યો મથે છે. ચેટી બેઠેલા જનસમાજના ગાડાને આગળ ચલાવવા યત્ન કરે છે; પણ જ્યાં સુધી વર્તમાન સમયને અનુકૂલ થાય એવી કોઈ શક્તિ ભૂતમાંથી પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી આગળ વધવાને કે વૃદ્ધિનો માર્ગ થઈ શકતો નથી. પ્રાચીન ભાવનાઓમાંજ શ્રેય છે, પ્રાચીન સ્થિતિ ઉપર આપણે પુનઃ જઈએ તો વર્તમાનની જડતામાંથી મુક્ત થઈ કર્તવ્યને માર્ગે ચઢી ઉન્નતિ પ્રાપ્ત કરીએ આવું એક મત છે; પ્રાચીનતાનો અનાદર કરી વર્તમાનમાંજ આપણને જે યોગ્યાયોગ્ય સમજાય તે માર્ગે ચઢી ભવિષ્યને ઉપજાવી લેવું એમ નવીન પક્ષનો આગ્રહ છે. પ્રાચીનતા એકલી દુરાગ્રહ અને જતાનું રૂપાંતર છે, નવીનતા એકલી વિનાશ અને વિરોધનું રૂપાંતર છે; વૃદ્ધિ અને ઉન્નતિના માર્ગ નવીનતા કરે છે, તે માર્ગને યથાર્થ રીતે જવાનું પ્રાચીનતાના અધિકારમાં રહે છે, અર્થાત જે સત્ય માર્ગ છે તે પ્રાચીન અને નવીન એ ઉભય અંતની મધ્યમાં છે, તેમાં પણ પ્રાચીનતામાંથીજ નવીનતાએ વર્તમાનને ભવિષ્યરૂપે કરી લેવાની કૂચો શોધી લેવાની છે. પ્રાચીનતાના ભંડાર કરતાં અન્યત્રથી આણેલી કૂંચી વર્તમાનને ભવિષ્ય થતાં અટકાવી રાખનાર જે તાલુ છે તેને ઉધાડી શકનાર નથી. આપણા ભૂતકાળમાં જે અનેક ભાવનાઓ યોજાયેલી છે તેમાંની, વર્તમાનને, કેઈ યથાયોગ્ય બલ અર્પનારી નીવડશે એટલું વિચારી, તે ભાવનામાં જ પ્રાચીન અને નવીન ઉભયે પક્ષ એક્તા ગ્રહે તે શ્રેયનો માર્ગ નિર્વિ૬ને સિદ્ધ થયા વિના રહે નહિ. અને એ રીતે ભૂતનો પ્રયોગ કરતા પૂર્વે આપણા વર્તમાનને પરિપૂર્ણ રીતે સમજવાનો યત્ન કર જોઈએ; એ સમજયા પછી ભવિષ્યને અર્થે આપણને શાની આવશ્યક્તા છે તેનું કાંઇક ભાન થવું જોઈએ. આપણી વર્તમાન સ્થિતિ અનેક કારણોમાંથી ઉપજી આવી છે. આ પણે ગુજરાતના કે મુંબઈ ઇલાકાના કે હિંદુસ્તાનનાજ રહેવાશીરૂપે આપણી સ્થિતિને વિચારવાની નથી, સમય મનુષ્યસમષ્ટિના એક અંગરૂપે આપણી સ્થિતિને આપણે વિચાર કરવાનો છે. આપણી પ્રાચીન ભાવનાઓના સમયમાં આપણે જે સુખશાન્તિ અને ઉન્નતિ ભેગવતા હતા તેને વિનાશ થવામાં મુખ્ય કારણ એ ભાવનાઓમાંના રસ આપણા હૃદયમાંથી સૂકાઈ ગયા એનેજ માનવું પડે, એ તો નિર્વિવાદ છે. એ પ્રસંગ લાવનાર બાહ્ય કારણે વિવિધ પ્રકારનાં ઉપજી આવ્યાં. શીકંદરથી તે બ્રિટનના સામ્રાજ્ય પર્યત બેહજાર વર્ષમાં આપણે પરદેશીઆની રાજકીય તેમ રાજ્યને અંગે આવશ્યક છે એવી સાંસારિક અસરથી અનેક અનેક રૂપાંતર પામતા રહ્યા. આપણી પ્રાચીન ભાવનાની અસારતાને લીધે તે ભાવના ઉપરથી આપણાં રૂપાંતરે આપણુને ખોડી શક્યાં નહિ, પણ એ રૂપાંતર ઉપજાવનાર કારણ એટલું તો કરી શકયાં કે એ ભાવનાઓમાં જે રસ હતો તે સૂકવી નાખી, આપણું હાથમાં શબ્દમાત્રજ Gandhi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50