આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૦૦ સુદર્શન ગદ્યાવલિ, થયો છે, એટલે જે પરિણામ આવે છે તે તો નજરેજ છે ને તેથી હજુ શું થશે તે કહી શકાતું નથી. જેમ જેમ પાશ્ચાત્ય રીતિ વિશેષ પ્રસરશે તેમ તેમ આપણી દશા પણ વિપરીત થતી જશે અમેરિકા તરફ જોતાં આપણી નજર કાંઈક ઠરે તેવું છે, જો કે ત્યાં પણ યુરોપીય દુર્બસને નથી એમ તો નથી જ. જ્યારે જ્યારે દુનીયાની આવી સ્થિતિ થાય છે ત્યારે ત્યારે તેના કાંઈને કાંઈ ફડ થયા વિના રહેતો નથી ને તેવા ફડો યુરોપમાં એકવાર ફ્રેંચ રેવોલ્યુશન થવાથી આજથી બરાબર સે વર્ષ ઉપર થયા હતા. પણ પાછું જેમનું તેમ થઈ રહ્યું છે. અમેરિકા એ તેવાજ વખતમાં એ ફડા જે રીતે કર્યો હતો તે રીતિને પકડી રાખી સ્વતંત્ર પ્રજારા સાચવ્યું છે, તેથી ત્યાં હજુ કાંઈ અતિશય સંકટની દશા એવી નથી. ત્યારે આવી દુ:ખરૂપ નિરાશામય રિથતિનો નીકાલ કેમ આવશે ? એના નીકાલ માટે જમીનને વધારે ફળદ્રુપ કરવાનો વેગ કરો, કલા કુશલતા વધારવી, ન વપરાયલી જમીનો વાપરવા માંડવી, એક દેશથી બીજા દેશમાં વસવા જવું, નવા દેશ જીતવા, યાદિ ક૯૫ના યોજાય છે તે આપણે જાણીએ છીએ. પણ એ બધી યોજનાથી સંતોષકારક નીવેડો આવતો નથી એમ અસંખ્ય માણસો માને છે. તેનું કારણ એમ માને છે કે જ્યાં સુધી દેશમાં માણસો એક બીજાથી ભેદ રાખી અન્યનું હરણ કરવામાંજ પૈસાદાર થઈ સામાને ગરીબ કરે છે, ત્યાં સુધી કલેશ ઓછો થવાનો નથી. બીજી રીતે કહીએ તો ખાનગી મીલકત એવું કાંઇ હોવું જોઈએ નહિ, કેમકે બલ માત્રથી પ્રાપ્ત કરેલી મીલકત તે રૂપાંતરે કોઈ પાસેથી કાઈવારે પણ ખુચી લીધેલીજ છે. એમ થાય તેમાં દેશને કાંઈજ લાભ થતો નથી ઉલટું એક ભાગના લોકો ગરીબ થઈ બીજા તેમને દુ:ખે સુખી થાય છે ! એક ખીસામાંથી બીજા ખીસામાં પૈસા મૂકીએ તે એક ભરાય ને બીજું ખાલી થાય, પણ તેથી પૈસાની રકમમાં કાંઈ ફેરફાર થતો નથી. આ જે અન્યાય પ્રવર્યો છે તે ટાળવા માટે ખાનગી મિલકત એવી વાતજ કાઢી નાખવી જોઈએ, ને જેટલા શક્તિવાન હોય તેટલા લોકોએ પોતાને અનુલ હોય તે મહેનત કરી ઉપાર્જન કરવું જોઇએ. એ ઉપાર્જન સામાન્ય ભંડે1ળમાં રહે ને તેમાંથી જેને જેવું યોગ્ય હોય તેવું પોષણ થાય. અલબત્ત આવી વ્યવસ્થામાટે પરણવા વગેરેના નિયમમાં પણ ઘણું જરૂરના ફેરફારો કરવાની જરૂર પડે, જે પણ અમુક પ્રકારે ગોઠવવામાં આવે છે. અવ્યવસ્થામાં કોઈ રાજા કે કઈ રંક, કોઈ અમીર કે કોઈ ચાકર, એવું હોવાનું જ નહિ, સર્વે સમાન, અને તેમાં અશક્ત લોકેજ માત્ર દૂર રહેવાને પાત્ર આ રીતિ બધા દેશોમાં પ્રવતવવી એવા હેતુથી સર્વ સમાનભાવ વિસ્તારવાને જે જે મંડળ પાશ્ચાત્ય દેશોમાં ઉભાં થયાં છે તે બધાં સૈશિયાલિસ્ટ અથવા લેવેલર્સ કહેવાય છે. એજ હેતુઓને લક્ષમાં રાખી તેમને જુદે જુદે માર્ગે અમલ કરવાનું આદરી બેસનારાની ઉત્તમ મધ્યમ કનિષ્ટ પંક્તિઓ પણ પડેલી છે. ઘણાક અત્યારથીજ એવા નિયમોનો અમલ કરવા મંડી પડી એમ માને છે કે જેવી સ્થિતિ હાલ છે તેવી સ્થિતિમાં એ ફેરફાર થનારા નથી, માટે એકવાર તે બધાનો નાશ કરી પછી બધું સ્થિર કરવું. આ હેતુથી નાશ કરનારા ઘણાક “ નિફિલીસ્ટ, ” “ ફેનીઅન ” * ડીનેમાઈટાર્ડસ ” ઈત્યાદિને નામે ઓળખાય છે, ને તેઓ બહુ ઘાતકી અને અધમ જુલમ ગુજારતા સંભળાય છે. આવું સૈશીઆલિઝમ અથવા સમાનભાવના સિદ્ધાંતનું રૂપ છે. એના ગુણદોષ તપાસવાનું કામ હાલ બાજુએ રાખતાં એટલું તે કહેવું જ જોઈએ કે વિચારવાનને આ બધી બાબતથી કેવા કેવા તર્ક થરો ? તેને શું’. એમ નહિ લાગે કે આર્યધર્મ Gandhifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850