આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, यस्मात्स पिता ऋतुकार्यापत्योत्पत्ति निरोधात् कन्याया: स्वामित्वाद्धीयते ते शु બતાવે છે ? કન્યાને ઋતુ પ્રાપ્ત થયા છતાં પરણાવી ન હોય અને તેને કોઈ હરી જાય અને થત તેના પિતાની આજ્ઞા વિના પરણે તે તેણે પિતાને કાંઇ આપવું નહિ કેમકે કન્યાને પિતાને ઘેર રાખી ઋતુનું ફળ જે અપત્યપત્તિ તેને પિતાએ અટકાવ્યું એટલે પિતા તે કન્યાને માલીક મટી ગયો. મનુસ્મૃતિમાં આવી જે વાત છે તે કીયા ઋતુકાળને ઉદ્દેશીખે છે તે નવીન બતાવશે ? પહેલા જ ઋતુકાળને ઉદ્દેશીને છે એમ કહેવું જ પડશે, ને તેમ થશે ત્યારે તે કાયાકુખેથાત્ એ વાકય પહેલા તેમ છેલા સર્વ ઋતુકાલને લાગુ કરવું જ પડશે. નવીનની કલકલ્પનાને તે બંધ બેસતું ન હોય તો તે જુદી વાત છે, પણ શાસ્ત્ર પતેતો તેમની કલકલ્પનાને નમનારૂં નથી એટલે આમાંથી સિદ્ધ થાય છે. શાસ્ત્રામાં લગ્નનું વય બાંધેલું છેજ નહિ, ઋતુકાલ એજ નિયામક છે, તો તે ઋતુકાલ એટલે આવતો હોય તે પહેલાં લગ્ન ને તે પછી સંયોગ એવો નિયમ છે. નવીન કહે છે કે શાસ્ત્રમાં તો અમુક આંકડાસ ગની વયનો કહેલો છે તો તે તે કહીં પણ નથી. “ ત્રીશ વર્ષના બારની કન્યાને પરણે” એ મનુવાકય નક્કી આંકડાનું સૂચક મનાય એમ નવીને કહે છે. એ વાક્ય નિયમ નથી એમ કુલ્ક ભટ્ટ પોતે કહે છે ને ઉમેરે છે કે એમ જે લખ્યું છે તે તે માત્ર પુરુષના અધ્યયન કાલના અવધિ સામાન્યતઃ બતાવવા કહેલું છે. એટલે આ વાકય નિયમ નથી પણ એક ખુલાસા જેવું છે, એટલે બાર વર્ષની કન્યા ઋતુ પ્રાપ્ત કર્યા વિનાની, તેને, કદાપિ પોતાના અધ્યયનમાં વાર થઈ ગઈ હોય તે, પરણવું એ અર્થ થયા. પણ તેથી એમ ન થયું કે તુકાલ બારજ વર્ષે આવશે. અથવા બધાં લગ્ન બારજ વર્ષે કરવાં જોઇએ. અહીં પણ કપાલકલ્પનાને બલે શાસ્ત્રને નમાવવાને નવીન પ્રયાસ વ્યર્થ છે. સાધારણ લખવાનો અર્થ પણ નવીન કલક૫નાથીજ ગોઠવી લે છે. “ ધણીની આજ્ઞા ન માને તેને છ કૃષ્ણલ દંડ કર’ એ વાત અમે સ્ત્રીને શિક્ષા થઈ શકે તેનો શાસ્ત્રમાં પુરાવે છે એ સંબંધે બીજા વાક્યો ભેગી, આપી છે, ને ઉપસંહારમાં લખ્યું છે (સુદર્શન અંક. ૩) કે કોર્ટના હુકમ ન માનવા જેવા હલકા ગુન્હા માટે પણ છ કૃષ્ણલ દંડ” કહેલા છે. નવિને કહે છે કે અમે ઉક્ત લોકમાંથીજ કોર્ટના અનાદરના ગુના માટે દંડ કરવાને અર્થ ક્યાંથી કાઢો ? અમે તેવો અર્થ કાઢયો નથી, નવીનની કલ્પનાએ કાઢ્યો છે ને અમે એટલું જ કહેવું છે કે કોર્ટના અનાદર જેવા ગુના માટે દંડ છે. એટલે તે ગુના માટે પણ કાંઈ સજા હોઈ શકવામાં શાસ્ત્રને આધાર નથી એમ કહેવામાં આવે છે તે લક૯૫. નાછે. નવીનાને શાસ્ત્રની મદદ લેવા ફાંફાં મારવાં પડે છે એજ બતાવે છે કે તેઓ આખા જનસમુદાયની વૃત્તિથી વિરુદ્ધ વર્તે છે, ને એ વાત દિગુણ બલથી ત્યારે સિદ્ધ થાય છે કે તજ્યારે તેવાં ફાંફાં પણ ભાગી પડે છે. અમે મદ્યપાઅસાધુવ્રતા એ આદિ દુગુણવાળી સ્ત્રીને તજવા માટેનું પ્રમાણુ શાસ્ત્રમાંથી એવા હેતુથી બતાવ્યું છે કે સ્ત્રીને શિક્ષા છે. તેમાંથી કોઈ નવીન એમ અર્થ ઉપજાવવા ઈચ્છે છે કે, હિંદુઓનાં લગ્ન જે એક અખંડ સ્વરૂપ કહેવામાં આવે છે તે અખંડ નહિ પણ તૂટી શકે એવાં છે એવું શાસ્ત્રનાં આ અને બીજાં તેવાં વ. ચનથી સિદ્ધ થાય છે. આવું કહેનારને શાસ્ત્રનું લેશ પણ જ્ઞાન નથી માત્ર પોતાના વિતંડાવાદ એજ સાહાધ્ય છે, એમ કહ્યા વિના ચાલતું નથી. લગ્ન તૂટવું કયારે કહેવાય ? ત્યારે એક ધણી તજ બીજે કરી શકાય ત્યારે પૂર્વનું લગ્ન રદ થયું કહેવાય, પણ ઉક્ત વાય કે તેવાં બી નથી તે વાતુ સિદ્ધ થતી નથી, માત્ર તજવાનીજ વાત સિદ્ધ થાય છે. બીજો પતિ કરવાની sanahi ertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850