આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પીનલકોડને સુધારે ૪૨૯ મુક્યું છે. “ એક હિંદુ સ્ત્રી ” આવી સહીથી અંગ્રેજીમાં જે પત્રો ટાઇમ્સ આવ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થતા અને જે રકમાંબાઈના લખેલા છે એમ મનાતું', તે તેની કૃતિના નથી એમ દાદાજી સ્પષ્ટ જણાવે છે. બાઇને કેટલું અંગ્રેજી આવડે છે તેના પુરાવામાં તે ઠીક મુદો પકડીને કહે છે કે કેરટમાં એક અંગ્રેજી કાગળપર એને સહી કરવાની હતી, તે વખતે બાઈ અંગ્રેજી નહિ સમજતી હોવાના કારણથી તે તેને મરાઠીમાં સમજાવવું પડયું અને સહી પણ મરાઠીમાંજ કરી. દાદાજી કહે છે કે “હુ કાંઈ વિદ્વાન નથી, મેં જે આ (અંગરેજી)લખાણ કર્યું છે તે એક મિત્ર પાસે સુધરાવેલું છે, પણ રકમાંબાઈ મારા કરતાં વધારે વિદ્વાન નથી એતો નક્કી.” | આ બધી ખરી વાત જાણ્યા પછી પણ સુધારાવાળા હિંદુઓને વગેવતાં અટકશે ? આ મુકરદમામાં સ્ત્રી પુરૂષની વઢવાઢ છેજ નહિ. બૈરીના કબજે લેવાની વાત તો એક નામ છે, પણ ખરી વાત્ત મિલ્કતની છે, તો તેમાં હિંદુ કાયદાનો શો વાંક છે ? નકામી,નવી વાતને પણ સુધારાવાળા પકડી લઈ કાગને વાધ બનાવી વગેણાં કરે છે એથી શા સુધારો થવાને તે અમે સમજી શકતા નથી. તેમાં પણ આવાં ભોપાળાં માલુમ પડે ત્યારે તેમના પર લોકને કેવી શ્રદ્ધા થાય એ વિચારવું વાંચનારનેજ સંપીએ છીએ. સુધારાવાળાઓએ કે મિલ્કતના લેભીઆ ભાણુએ આ એક ઘર મંગાવ્યું. પણ હવે કોઈ સ્ત્રી પુરૂષ આવા દાખલાથી હગાઈ હેરાન ન થાય માટે અમારા જોવામાં આવેલી ખરી વાત અત્રે લખી છે. મે. ૧૮૮૭ પીનકોડને સુધારા. ( ૫ ) સુધરેલામાં ખપવા માટે પારકી એટલી સર્વ વાતને સોંશે સ્વીકારવી એવું જ કાંઈક વલણ આજ કાલ પ્રવર્યું છે. એક ઈગ્લેંડ કે યુરેપનેજ આપણે ખરા સુધારાના નમુનારૂપ હરાવ્યા છે એટલે જેટલાં રીતભાત વાત વિચાર યુરોપીઅન હોય તે બધાં સારાં અને સુધરેલાં માનવું પડે છે. આવી બુદ્ધિ સામાન્ય લોકોમાં સહજ રીતે પ્રસરી છે, પણ વિચારશીલ વિદ્વાનો પણ પ્રસંગે તેમાં દોરાતા નથી એમ નથી. સંસારસુધારા પરવેજ વિચાર કરીએ તો જેટલી યુપીઅને રીતિકૃતિ છે તેનેજ ધણાક પ્રમાણુ ગણે છે, ને તેથી જુદી પડતી રિતિમાત્રને જંગલીપણમાં લેખે છે. સ્ત્રીઓને છૂટ આપવી, પુનર્લગ્ન કરાવવાં, ઈચ્છાલગ્ન કરાવવાં, જ્ઞાતિભેદ ન રાખ, ઇત્યાદિ વાતોજ સુધારાની છાપરૂપ થઇ પડી છે. - વિવેકીએ સારાસારને નિર્ણય કરી યથાર્થ વાતને સ્વીકારવી. યુરોપની હોય કે હિંદુસ્તાનની હાય તેથી કાંઈ બાધ નથી, પણ સત્ય વાત હોય તે ગ્રહણ કરવી. સર્વે દેશમાં સારૂં” તે સારૂં જ ગણાય છે, ને નહારૂ’ નહાજ ગણાય છે, પણ તેના અવિર્ભાવ પર તફાવત હોય છે. કાઇએ દેશમાં એમ મનાતું નથી કે પિતાથી જ્ઞાન અધિકાર વય આદિએ કરીને જે વૃદ્ધ હોય તેને માન આપવું નહિ; છતાં યુરોપીઅન માથુ ઉધાડ' કરી ઉભે રહેવામાં માન ગણુરો હિંદુ તેમાં અપમાન ગણુરો. માટે શું એમ સિદ્ધ કહી શકાશે કે માથું ઉધાડ' કરીને માન આપવાનો રીવાજ જે લોકો જાણતા નથી તે બધા જગલી છે ને માન આપવું એ વાતજ સમજતા નથી ? નહિજ કહી શકાય, છતાં એવા કે એના જેવાજ વિચારના સાહેબ લેાકાના andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50