આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૩૬ સુદર્શન ગદ્યાવલિ, તેમને આપેલાં છે તે સાધનાથી મેળવી શકાય તે કરતાં અધિક સુખની ઇરછા આજ સુધી કોઈ પ્રાણીમાં આપણે જોઈ નથી. માણસને બુદ્ધિ આપેલી છે તે બુદ્ધિથી જેટલું પ્રાપ્ત કરી શકાય તે ઉપરાંતનું સુખ કોઈ ઈછી શકે જ નહિ. આપણી બુદ્ધિથી આપણે જેને સુખ માનતા હોઈએ તે સુખને, જ્યારે આપણે જે જાતનું સુખ પશુ વગેરેને ભેગવતાં જોઈએ છીએ તેની સાથે સરખાવી જોઈએ ત્યારે આપણને પશુઆદિના સુખમાં ને આપણા સુખમાં ધો અંતર લાગે છે. એટલું જ નહિ, પણ જ્યારે જુદાં જુદાં માણસના સુખ વિષેના વિચાર આપણે મેળવી જોઈએ ત્યારે તેમાં જે ભેદ જણાઈ આવે છે તે ભેદ પશુ પશુના કે પક્ષી પક્ષીના સુખ વિષેના વિચારમાં જણાઈ આવશે નહિ. આથી શું સિદ્ધ થયું ? એટલું જ કે જેને બુદ્ધિ આપેલી છે તેને જે પ્રકારનું સુખ જોઈએ છીએ તે, અને જેને બુદ્ધિ નથી તેને જે પ્રકારનું સુખ જોઇએ છીએ તે બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. e વળી એમ પણ જણાઈ આવે છે કે જેને કેવલ પ્રેરણાજ છે તેમને સુખ પામવા માટે સાધન તે પ્રેરણાથીજ તૈયાર છે. ચકલીને ઘર બાંધવાનું મન થાય તો તે તેના સ્વભાવથીજ પિતાને અનુકુલ પીછાં, લાકડાં, ચીથરા, તરણાં લાવીને ઘર બાંધી સુખી થશે. પણ માણસને તેવા વિચાર થાય તે તરતજ ઘર કેમ બાંધવું, કયાં બાંધવું, થાંભલા કેમ ગેાઠવવા, ને સર્વ ઉપરાંત ધર બાંધવાનો સામાન કયાંથી લાવ એ વિષે વિચાર પડી જશે; ને વિચાર કરતાં કાલાંતરે ધર તૈયાર થશે. આમ જોતાં જેને બુદ્ધિ છે તેને સુખના વિચાર જુદા છે એટલું જ નહિ પણ, તે સુખ મેલવવાનાં સાધન વિષે પણ ઘણી કલ્પના કરવી પડે છે એ વાત સ્પષ્ટ જણાઈ આવે છે.. | માણસ આ જગતમાં સુખ સીવાય બીજું ઈચ્છતું નથી; પછી તે સુખનું સ્વરૂપ કેવું હોય, અથવા કેવું હોવું જોઈએ એ વિચાર કરવાને આ પ્રસંગ નથી. પણ એટલું કહેવું બસ છે કે માણસ જેને પોતે સુખ માનતા હોય, તેવું સુખ ઇચ્છે છે; આ સુખ કેવું જોઈએ તથા કીયાં સાધનથી પ્રાપ્ત થાય એ પોતાની બુદ્ધિથી નક્કી કરે છે. આટલા માટે એમ જણાય જ છે કે જેને કેવલ બુદ્ધિથીજ પિતાનો વ્યવહાર કરવાના છે તેણે અનુભવ મેળવવો જોઈએ. અને તે અનુભવ પામવા માટે પોતાની જાતિનાં માણસ ભેગું ભળવું પણ જોઇએ. બુદ્ધિથીજ જ્યારે આપણે વ્યવહાર ચાલે છે અને અનુભવ એ જ્યારે તે બુદ્ધિને સહાયકારક છે, ત્યારે આ બુદ્ધિ જેથી પ્રખુલ્લ થાય, અને અનુભવું જેથી વિશેષ દૃઢ થઈ વધારે સહાયકારક થઈ પડે, એમ કરવું એ પાતાનું કલ્યાણ અથવા સુખ ઇચ્છનાર પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય કરે છે. એનું નામ જ ભણવું. કાઈ એમ કહેશે કે જ્યારે બુદ્ધિ અનુભવથીજ પ્રાપ્ત થાય છે ત્યારે જે પ્રથમથીજ ભણ્યા ગણ્યા ન હોઇએ ને કેવલ શુન્ય બેશી રહ્યા હોઇએ તે પછી દુ:ખ સુખ ક્યાં રહ્યું ? એવાને ભણવાની શી જરૂર છે ? માણસનામાં બુદ્ધિનો અંશ નથી. એમ કયારે સાબીત થાય કે જ્યારે તે પોતાની સ્થિતિને પારકાની સ્થિતિ સાથે સરખાવી ન શકતા હોય, અને તે સરખાવટ ઉપરથી દુઃખ કે સુખ મનમાં કાંઈ માનતા ન હોય. ધણા વિચાર કરવાથી, ધણ’ જ્ઞાન મેળ• વવાથી, પરિણામ તે એને એજ થાય છે, પણ તે જાણીને થાય છે; અને કેવલ ન ભણવાથી, ન જાણવાથી જે પરિણામ થાય છે તે તેજ પ્રકારના છે, પણ જરા જુદો છે. એક જ્ઞાની કહેવાય છે, બીજો જડ કહેવાય છે. મહાજ્ઞાની ને મહા જડ છે એક રીતે સરખાજ છે, કેમકે ઉભયના મનમાંના વિકાર શાન્ત થઈ ગયા છે, પણ જ્ઞાની તે વિકાર ખાટા છે એમ andhi 1 હCE Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3 6/50