આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 ૪૨ સુદર્શન ગદ્યાવલિ, નથી. મૂલમાં કેળવણીનું બંધારણુજ અયોગ્ય રાખી આપણે વારંવાર એવી તકરારે કરીએ છીએ કે ઊંચી કેળવણીવાળાને સ્વભાષાનું સારું જ્ઞાન નથી, એ કેવું વારતવિક ગણાય ? યુનિવર્સિટિમાં દેશીભાષાને યોગ્ય સ્થાન આપેલું નથી , તેથી જે ગેરલાભ છે તેને જરાપણુ આછા ક્યોવિના, એટલું તો આપણે કહી શકીએ કે હાલના ગ્રેજ્યુએટની સ્વભાષાપરત્વે જે સ્થિતિ છે તેમાં ગૂજરાતી નિશાળામાં અપાતી ગૂજરાતી કેળવણી પણ ઘણે અંશે જવાબદાર નથી એમ નથી. જે આપણે પ્રાચીન શિક્ષણ ઉપરના વિચાર સંબંધે ઘોટાળા જે તેજ ઘેટાળા શિક્ષણમાત્ર સંબંધે ઉતરતા દરજ્જાની નિશાળામાં જોવામાં આવે છે. એનાં કારણેના વિચાર આપણે હવે પછી કરીશું. હાલ જે બાબત ચર્ચવાની છે તેના રવરૂપ ઉપરજ જઇએ. - પ્રાચીન કેળવણીનું મુખ્ય રૂપ એ હતું કે કોઈ એક વિષયનું સાંગ જ્ઞાન મેળવવું. હાલની કેળવણીનું સામાન્યતઃરૂપ એવું છે કે સર્વ વિષયનું કાંઈક કાંઈક જ્ઞાન મેળવવું. આ બેમાંથી કા રસ્તા સારે છે તે સમજવું કઠિન નથી, પણ સમયાનુસાર વ્યવહાર પ્રવર્તે છે તેમજ કોઈ સમાધાન કરવા ઈચ્છે તો તે વાસ્તવિક ગણાય છે. વર્તમાન સમય એવો છે ખરો કે ઘણા વિષયોના થોડા થોડા પણુ જ્ઞાનવિના માણસને ચાલતું નથી, ને એકજ વિષયના પૂર્ણજ્ઞાનમાત્રથીજ નભતું નથી. પરંતુ વર્તમાન પરવે પણ એટલું તો સિદ્ધ અનુભવાય છે કે સર્વવિષયનું થોડું થોડું જાણવાથી એકે વિષય પરિપકવ થતો નથી, ને તેથી શિ૯૫, કલા, તત્ત્વજ્ઞાન, ઇત્યાદિ વિષયે કોઈપણ પ્રકારના પરાક્રમને ઉદય થતા નથી. જે જે લેકે જુદા જુદા વિષયમાં પરાક્રમી નીવડયા છે તે તે કોઈ એકાદ વિષયમાંજ એwા હોય છે. કિંધહુના તેઓએ આપણી ગાંધીઆટાની “ શાળા ” એમાં કેળવણી પણ ધણીવાર લીધેલી હતી નથી! આ પ્રમાણે યદ્યપિ વર્તમાનકાલીન શિક્ષણમાત્ર દૂષિત છે તથાપિ હાલ તુરત આપણે જે વિષયનું વિવેચન કરવાનું છે તે આટલે વિરતૃત નથી. આપણે જે બાબત બાલવા ઈછીએ છીએ તે માત્ર આપણા દેશની ઉતરતા દરજજાની નીશાળામાં અપાતી કેળવણી માટે બોલીએ છીએ. એમાં જે પુસ્તકે ચાલે છે તે એવા પ્રકારનાં છે કે તેમાં સંસારવ્યવહાર સંબંધી કાંઇપણુ દીઠામાં આવતું નથી, ધર્મ બાબત જરાપણ વિવેક સમજાતો નથી. જાણે કે એ પુસ્તકો ભણનારને નીશાળમાંથી નીકળીને કોઈ સંન્યાસીના મઠમાં દાખલ થવાનું હોય, કે તુરતજ મરી જવાનું હોય ને તેથી બીજી કશી કર્તવ્યતા બાકી ન રહેતી હોય, એવું એ ગ્રંથનું બંધારણ છે. બીચારાં બાલંકા લડાઈ અને યુદ્ધની વાર્તા વાંચે છે, રાજાઓ અને યોદ્ધાઓ વચ્ચે થતા કલહનાં કારણે ગેખે છે, અમુક રાણીને લીધે અમુક થયું એમ પણ જેમ તેમ યાદ રાખે છે, પણ કવચિત જ સમજી શકે છે કે સ્ત્રી પુરૂને સંબંધ શું છે, કેવા છે, ને કેમ ચાલવા આવશ્યક છે, તથા ખરાં સ્ત્રી પુરૂના ઉત્તમ ગુણ શાને કહેવાય છે. ધર્મ વિશે પણ એવું જ છે. બાલકોને અર્થશાસ્ત્રના ને ખગોળ ભૂગોળ તથા ભૂમિતિ અને રસાયણના પાઠ ભરડાવવામાં આવે છે ખરા અને તેમના આગળ કોઇ (પરમેશ્વર ” એવા પ્રાણીનું કે પથરનું નામ દેવામાં આવે છે ખરું, પણ તેમના સમજવામાં તો એટલું" જ આવે છે કે માણસે જેમ બને તેમ સર્વ ધર્મની નિંદા કરવી, કશું માનવું નહિ, બહુમાં બહુ કરવાની ઇચ્છા હોય તે પ્રાર્થનાસમાજમાં જઈ પરમેશ્વરની સ્તુતિ ગાવી. અમે એમ નથી કહેતા કે બાલકોએ ઘરમાંડવાને વ્યાપારમાત્ર અધ્યયન કરવો જોઈએ અથવા ધર્મમાં ફીલસુફીના વિચારો મગજમાં ઉતારવા જોઈએ પણ એટલું તો કહેવા ઈચ્છીએ છીએજ કે બાલકોને ભણાવવામાં anani Heritage. PC 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Ye eft add 42450