આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, અકેક પગ મૂકીને અવલોકન કરવા થકી આપવામાં આવેલું છે એમ આગળ સિદ્ધ કરીશું. લખનારને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિની રીતિનું કે હાલની શિક્ષણ પદ્ધતિમાંની ખામીનું જ્ઞાનજ જણાતું નથી ને તેથી એકના અજ્ઞાનમાં ને બીજીના મેહમાં તેણે ગમે તેવું મત કૈકી માર્યું છે. આવું ઘણી વખત ઘણી બાબતોમાં થાય છે. એક આપણા જાણીતા અને પ્રખ્યાત ગૃહસ્થ જેઓ કાંઈક વિદ્વર્ગમાં પણ ખપે છે ને અનેક બાબત ઉપર અભિપ્રાય પણ આપતા હશે તેમણે એકવાર કોઇને એવું પૂછવું કહેવાય છે કે સંસ્કૃતમાં “ફીલસુફી ” કાંઈ હશે ? આવું છેક મૃલ સુધીનું અજ્ઞાન છતાં તેજ લેક એવી બુમ મારવે અને એવા અભિપ્રાય આપ તત્પર રહે છે કે શાસ્ત્રમાં કાંઈ નથી, બધાં ગપ્પાં છે, બ્રાહ્મણોને સ્વાર્થ છે, ખરાં શાસ્ત્ર તો પાશ્ચાત્ય તત્ત્વવિવેકનાં છે તેજ છે. પણ અમને નિશ્ચય છે કે આવું બાલનારને નથી આપણા શાસ્ત્રનું ભાન કે નથી પાશ્ચાત્ય તત્તવનિર્ણયનું જ્ઞાન. અમે પોતે સવજ્ઞ છીએ એમ કાંઈ કહેવા માગતા નથી, મનુષ્યમાત્રની પૈઠે દોષને અને ભુલને હજાર વાર પાત્ર છીએ, પણ આ પ્રકારના મત આપનારા આપણા દેશના દુર્ભાગ્યે એટલા બધા કામ ઠામ વેરાયેલા છે કે તેમના આગળ આ અમારો લેખ કદાપિ એક તુચ્છ દુરાગ્રહ કે એક નિર્જીવ મતભેદ રૂપેજ ચાલ્યા ન જાય માટે અમારે આટલો ઉઘાત કરવાની જરૂર પડી છે. આપણે જે પર્યાલચના કરવાની છે તે કીયા દૃષ્ટિબિંદુથી સારામાં સારી થશે એ પણ પ્રથમથીજ જણાવાની જરૂર છે. આ આખું જગત અને તેને વ્યાપાર તે શું છે ? કુદરતના જે નિયમો છે તેને માણસ પોતાના તાબામાં લઈ, અથવા તે તેને તાબે થઈ, અધિકાધિક સુખી થતું ચાલે તે માટેનો એક પ્રયત્ન આ જગતની રચનાને માની શકાય. ખરું સુખ કોઇ કલ્પિત નિયમમાં કે આવેશમાં માનવા કરતાં વિશ્વનિયમોને યથાર્થ અનુસરવાથી સર્વપ્રકારની જે અનુલતા થાય તેમાંજ માનવું એ અધિક ઉચિત છે. વિશ્વનિયમે પણ કાંઇ બધા જ ણાયા નથી, જેટલા જણાયા છે તેટલાને આધારે પણ જેમ એ ધોરણે સુખને હીસાબ થાય તેમ ઠીક. આવા નિશ્ચયે મનમાં રાખી આપણે પ્રથમ આપણી પ્રાચીન સ્થિતિનું કાંઇક અવલોકન કરવું જોઈએ કે તેની સારાસારતા સમજાય. જે નિયમે અવલોકન ચલાવવાની જરૂર છે તે નિયમનું સ્વરૂપ લક્ષ બહાર જવા દેવું" વાજબી નથી. સુખ શાને કહેવું, ઉત્તમતા શામાં છે, એ વાતના સર્વમાન્ય સિદ્ધ નિયમ થયા નથી કે થવાના નથી, પણ કેવલ શરીરસુખ એજ ઉત્તમ સુખ નથી, કેવલ સ્વાર્થમયતા એજ ઉત્તમતા નથી, એ વાત આપણે જેમ જાણી શકીએ છીએ તેમ મનુષ્યમાત્રના છવિતનું યથાર્થ ઉત્તમત્વ શામાં છે, કે તે યથાર્થ સુખી કયારે કહેવાય છે, તે પણ આપણે અટકળી શકીએ. પણ એમાં સાધારણ અટકળ કે દેખાદેખીથી કે સગવડથી અમુક વાતને ઉત્તમ માનવાનો નિયમ બહુ વિચારહીન અને ભુલ ભરેલો છે. ઉપગી તે સારૂં', જેથી ઘણામાં ઘણુનું સુખ થાય તે ઉત્તમ, આવી નીતિ ખાટી અને ભયંકર છે. એ કરતાં ઉલંટી વાત સારૂં” તે ઉપયોગી, ઉત્તમ તે સુખકારી, એ યોગ્ય છે, અને જે નિયમે આપણે ચાલવા ઈચ્છીએ છીએ તેની સમીપ છે. વિશ્વનિયમો જે અનાદિસિદ્ધ છે, ને જેમના પ્રવાહ અખલિત એકાકાર થયાંજ જાય છે, તે નિયમો જે પ્રકારે સારામાં સારી રીતે સચવાતા હોય, તેવું જે વર્તન, તેવું જે કૃત્ય, તે સારૂં અથવા ઉત્તમ, તે વિનાનું ગમે તેટલું તાત્કાલિક સુખ આપે તેવું હોય તથાપિ તે અધમ, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50