આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, વાથી જે જે હાનિ થાય, અને થઈ છે, તેનું વર્ણન કરી વિષયાન્તર કરવાની આવશ્યકતા નથી. મુખ્ય વાત જોવાની એ છે કે મુલની જે આયંભાવના તે ઉપર, પરસ્પરાશ્રય અને અભેદપ્રેમ એ જે તે ભાવનાનાં મુલતવ તે ઉપર આ કારણથી શી અસર થઇ છે. મને તે એમ લાગે છે કે પછંદાનું વતિ ત્વને લીધે આપણો દેશ એકંદરે નિરુદ્યમી થઈ ગયા એ. ટલે દારિદ્રયને પ્રભાવ વધે, સ્વતંત્ર શોધ આદિ કાંઇ રહ્યાં નહિ તેથી તે દારિસ્થમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી ગઈ, અને ઉદરનિર્વાહની પણ ઘણે ભાગે વિટંબના પડવાથી કેવલ સ્વાર્થવૃત્તિ ઉત્તેજિત થતી ચાલી. એ સ્વાર્થપરાયણતાથી મુલના ધર્મનું સ્વરૂપ ભ્રષ્ટ થવા લાગ્યું અને લોકો અનેક ભેદાચારમાં પીડાતા થયા. પરંતુ ગમે તેવા દુઃખમાં, ગમે તેવા કલેશમાં, ગમે તેવા પરાભવમાં, નિરાશાને તાબે ન થતાં, ઈશ્વર ઉપર વિશ્વાસ, જે હોય તેથી સતેષ, ગરીબમાં ગરીબ માણસને પણ પિતાને રોટલો વહેંચીને ખાવાની બુદ્ધિ, એ આદિ જે કહીં કહીં દીઠામાં આવે છે, વ્યસન, ચેરી, લૂટ, મારામારી, અને પ્રતારણાના અનેકાનેક સુધરેલા પ્રકાર જે બીજા દેશોની સરખાવટે થાડાં દીઠામાં આવે છે, એનું કારણ મૂલના આયત્વની વાસના કોઈપણ પ્રકારે રહી છે એજ માનવું પડે છે. | પરશૃંદાનુંવર્તિત્વના સામ્રાજ્યને લીધે યદ્યપિ આપણુ વિચાર અંતરમાંજ રહે છે, પ્રદર્શિત થઈ શકતા નથી, તથાપિ છેક નિર્મલ થઈ ગયા છે એમ હું માની શકતા નથી. પરંતુ એવી જે અવસ્થા થઈ છે તેમાંજ ભેદભાવ વધવાનાં બીજ રહેલાં છે. પરદેશી રાજયકતો અને આ દેશી પ્રજા તે વચ્ચે મેળ થવામાં મુખ્ય બાધકજ એ પરદાનુવતિ વ શીખવનાર વ્યક્તિ પ્રધાન રાજનીતિનું ધારણ છે તે છે. પૂર્વ અને પશ્ચિમને જે ઉત્તમ મેળ થ. વાની આવશ્યક્તા છે; પૂર્વના કુટુંબપ્રધાનતંત્રના પશ્ચિમના વ્યક્તિપ્રધાન તંત્ર સાથે સંગ કરાવી, એકમાંથી પ્રેમ બીજામાંથી ઉદ્યમ ગ્રહણ કરવામાં જે ઉત્તમ ફલની આશા છે; તે પાસે આવવાને બદલે દૂર જતી જાય છે, કિબહુના, પૂર્વ અને પશ્ચિમના લોકોને જે સમાગમ થા જોઈએ, તેમની વચ્ચે જે આત્મભાવ બંધાવા જોઇયે, તેનો ઉદય જણાતો નથી. અત્રય લોકેાની રીતભાત, નીતિ કૃતિ, પ્રાચીન પરંપરા, પાશ્ચાત્ય સમજતા નથી, અને ગમે તેવાં અનુમાન પોતાના ધારણ ઉપરથી બાંધીને, દેશીઓને માથે કવચિત અગ્ય એવા કાયદા વગેરે વળગાડી દે છે, દેશીઓના રીત રીવાજની ગહી કરે છે, અને કેટલાક તો આખા દેશી વર્ગમાં જુઠ અને જંગલીપણા વિના બીજું જોઈ શક્તા નથી. આવા વહેમાને લીધે આ દે. શની પ્રજા ઉપર રાજ્યકર્તાને જોઈએ તેવો વિશ્વાસ આવતા નથી, અને દેશના લોકોને રાજવ્યવહારમાં ભાગ આપવાથી તેઓ પછાત રહે છે. પાશ્ચાત્ય પ્રજાએ આપણને અનેકાનેક પ્રકારે પોતાના જેવા બનાવવાના શુભ ઉદ્દેશથી સુશિક્ષણ આપવાના ઉપાય યોજેલા છે. તે દ્વારા આપણને અનેકાનેક લાભ થયા છે. પરંતુ તે બધા શિક્ષણનું ધારણ વ્યક્તિપ્રધાન ભેદભાવના ઉપર હોવાથી, એ શિક્ષણ લેઈ ઘણીવાર અભ્રષ્ટ તતભ્રષ્ટ થવાય છે. એ વિષે વ્યવહારના સંબંધમાં વધારે ચર્ચા થશે. પરંતુ જે પ્રકારનું શિક્ષણ આપણને આપવામાં આવેલું છે તે પ્રકારના શિક્ષણને યોગ્ય આપણી જે આકાંક્ષાઓ તેને સંપૂર્ણ ન કરવામાં વળી પાશ્ચાત્ય વ્યક્તિપ્રધાન રાજનીતિ અંતરાયભૂત થઈ છે. યદ્યપિ તળ વિલાયતમાં રાજ્યતંત્રની અંદર કોઈક રીતે કુટુંબપ્રધાન નીતિને દાખલ કરવામાં આવી છે તથાપિ અત્ર તે વ્યક્તિપ્રધાન નીતિને અનુસારે જે એકચક્ર રાજય હોઈ શકે તેને andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50