આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, ૪૮૩ ત્વને પાશ્ચાત્ય વ્યક્તિપ્રધાન બલનિ પરિપૂર્ણ સેવા, તાબેદારી, ગુલામગીરી કરવી પડે છે. ત્યારે શું" એ ગુલામગીરીમાં તે મરી જશે ? પુનઃસ્વતય નહિ ઈચ્છે ? અનંતકાલની ગુલામગીરીથી શું તેમાંજ સ્વાદ પડ્યા છે ? આવા પ્રશ્નોનું ઉત્તર આપવાનું કામ અમારું નથી. અમે લેશ પણ ઈચછા એવી રાખતા નથી કે આ સ્થિતિમાંથી બલાકારે ઉત્કટતાથી, ઉદંડપ્રયોગથી. છુટવાને યત્ન કર. એમાં વિનાશજ છે. કર્તવ્ય એ છે કે જે તે પ્રકારે અત્રય અને પાશ્ચાત્ય ઉભય રાજનીતિનું મિશ્રણ થાય, રાજા પ્રજા વચ્ચે વિશ્વાસ વધે, તેવા પ્રયોગ આદરવા. એમાં પણ પાશ્ચાત્યાએજ પહેલ કરવાની છે. ઉપર ઉપરથી ચાર વાત જોઈ ને આખા હિંદુસ્તાનની કુટુંબ, ગૃહ, મંડલ, આદિ સર્વની સ્થિતિનું કલ્પિત વિવેચન કરવા બેસવું, અને તેમાં આમ તેમ કલ્પિત દોષ બતાવી કલ્પિત સુધારા સૂચવવા એ કેવલ હાસ્યાસ્પદ છે. આર્ય ઉપર તેમણે ધીમે ધીમે વિશ્વાસ આણી તેમનાં હૃદયમાં રહેલી પ્રેમભાવના રૂપ આર્યવૃત્તિ જાગ્રત થાય તેમ કરવું જોઈએ, પ્રેમની ઉષ્મા ને બલથી તેમના હોઠ ઉઘડાવવા જોઈએ ને એમ થયા પછી યોગ્યાયેગ્યનો વિચાર કરી યથાન્યાય યથાયોગ્ય કરવું જોઇએ.' e પાશ્ચાત્ય તત્વ અને આર્યત ઉભયનું એકાકાર મિશ્રણ થયા વિના, અકબર જેવા મોગલ પાદશાહે જે દીર્ધદર્શિતા વાપરી ને એવા મિશ્રણનો યાગ કર્યો હતો તેવું કાંઈક કર્યા વિના, આર્યવ પુનઃસ્થિતિએ પ્રકાશનાર નથીજ. પરંતુ એમાં ધર્મ, વ્યવહાર આદિના અનેક સંતરાય છે. પાશ્ચાત્ય અને અત્રત્યે વચ્ચે તે સંબંધે મહા અંતર છે, પાશ્ચાત્ય એ વિષયમાં આ પણાથી બહુ આગળ હોવાનું અભિમાન રાખે છે. અને આવી દલીલ બતાવી આર્યવના ઉપર પૂર્ણ ઉપકાર કરતાં પોતે જે સ્વાર્થ બુદ્ધિથી પાછા હઠે છે તેને છુપાવવાને વાછલ રચે છે. હવે આપણે તે બે અંગને પણ વિલોકીશું. પાશ્ચાત્યબલના આયબલ સાથે રાજકીયસંઘટ ચાલે છે તેનું અવલોકન આપણે કાંઈક અંશે કરી આવ્યા. વ્યક્તિપ્રધાન નીતિ સમલ્ટિપ્રધાન નીતિને રાજ્યવ્યવહારમાં કેવલ દબાવી, એમ કહેવા લાગી છે કે આર્યપ્રજા ઘણે ઘણે ભાગે યોગ્યતાને પામી નથી, એટલે આર્ય અને પાશ્ચાત્ય બલનું મિશ્રણ થવાથી જે શુભ ફલ, રાજ્યવ્યવહાર પરત્વે ઉદય પામે તેને અવકાશ નથી. આવી માની લીધેલી અાગ્યતાનાં કારણુને વિચાર અન્ન પ્રકૃત છે, તેને મુખ્ય રાખી, ગાણુ રીતે, આ વિષયના જે મૂલ ઉદેશ કે પાશ્ચાત્ય અને આર્ય એ બે તત્ત્વના સંધર્ટમાં તે તે સ્થાને શા શા પરિવત થયા છે, થવાનો સંભવ છે, એ વિલેકવું, તેને પણ આપણે ચચતા જઈશું. ત્યારે રાજ્ય પછી વ્યવહાર અને ધર્મ એ બે વિભાગ વિલેાકવાની આપણે મુલા પ્રતિજ્ઞા કરી છે. તો હવે વ્યવહારને વિલેાકીએ. વ્યવહારના ત્રણ ભાગ માનેલા છે: ગૃહ, શાલા, અને ચતુષ્પથ; તેમાંના શાલા એ અંગથી આરંભ કરીએ, કેમકે એની અસર બીજો બે અંગ ઉપર વધારે થાય છે. પ્રાચીન સમયમાં શાલાનું સ્વરૂપ કેવું હશે એને તર્ક બાંધવામાં આપણી પાસે સંપૂર્ણ સાધન નથી તથાપિ તેની સામાન્ય વ્યવસ્થા સમજવા જેટલાં ઢાં છટાં સાધન જુદા જુદા ઇતિહાસે, લેખે, અને ગ્રંથામાંથી મળી આવે છે. બાળક જન્મે ત્યાંથી તે શાલાને યોગ્ય થાય ત્યાં સુધીમાં ગૃહ શિક્ષણ કેવું રહેતુ’ એ વિષે ગ્રહ એ અંગેના વિચારમાં કાંઈક ચર્ચા થશે, પરંતુ શાલાયોગ્ય વયનું બાળક થાય તે પછી તેની શી વ્યવસ્થા થતી એ અત્રે જોવાનું છે. બાલકને પાંચ વર્ષ થાય ત્યાંથીજ ઉપનયન કરી શકાય એવી શાસ્ત્રજ્ઞા છે અને તે પક્ષ sanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50