આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કારભારું, ૫૩૩ ખાટું, બધાનાં સ્વરૂપ તેવાંજ ઘડાય, અને તેજ તેમનો ઉપયોગ થાય; જ્યાં કારભારની ભાવના અમુક રાજ્યસ્વરૂપ અને તેને અમલમાં મૂકવાના સામર્થ્ય સાથે જોડાયેલી હોય ત્યાં પ્રત્યેક વાતનું સ્વરૂપ તેવું ઘડાય અને કર્તવ્ય પણ તેવાજ પ્રકારનું મનાય. કારભારી થનારના મનની ભાવના ઉપર બધી વાતને મુખ્ય રીતે આધાર છે. જે રાજખટપટને બહુ વિકટ અને મુશ્કેલ કહેવામાં આવે છે, ને અનેક આડા અવળાં કરવાં પડવાં આવશ્યક હોવાથી જેની વિકટતા વધેલી સમજવામાં આવે છે, તે રાજખટપટ ઉરચ મનની ઉચ્ચ ભાવનાના ભૂલથી વતતા સશક્ત કારભારી આગળ સરલ અને સીધી પણ થઈ શકે છે એમાં સંશય નથી. આપણો વ્યવહાર ગુંચવણવાળા કે સીધા કરી લેવામાં આપણે પોતે ઘણે ભાગે જવાબદાર હોઈએ છીએ. છતાં અનાદિ કાલથી સીધાપણું રાજખટપટને નાલાયક ગણાયું છે, અને આજે પણ વિજયી થતું નથી, તેનાં કેટલાંક કારણોની વિચારણા આવશ્યક છે. એકલા કારભારીઓને દોષિત માનવા, કારભાર કરનાર મનુષ્યમાત્ર એવા અપ્રમાણિક છે કે સ્થાનરક્ષા વિના બીજે વિચારજ કરતા નથી એવા નિશ્ચયમાં ઉતરવાનું સાહસ કરવું, એ કરતાં મનુષ્યમાત્ર સારાનેજ ઇચ્છે છે એવો નિર્ણય રાખી કેવી કેવી સ્થિતિને લીધે મનુષ્ય પોતાના સનિશ્ચયે અમલમાં લાવી શકતા નથી તે જોવાનો યત્ન કરવો એ નિષ્પક્ષપાત વિચાર ચલાવનારનું કર્તવ્ય છે. કારભારીઓની વિરુદ્ધ આટલે સુધી જે લખવું પડયું છે તેથી જેઓ પોતાને અન્યાય સ્થા માનતા હશે તેમને એ પ્રકારે યથાયોગ્ય ન્યાય પણ મળશે. e આ વિષયને આરંભેજ જેનું સૂચન કરવામાં આવ્યું છે એવી રાજા, પ્રજા, અને ઉપરિસત્તા એ ત્રણ વચ્ચે કારભારીની સ્થિતિ બહુ વિષમ થઈ જાય છે એમાં સંશય નથી. પ્રથમે જ્યારે રાજાએ રાયકાર્યમાં યથાયોગ્ય ભાગ લઈ શકતા, વૃદ્ધ જનોના અનુભવને માન આ પી વ્યવહાર કરતા, અને ઉપરિસત્તાનાં હાલના જેવાં દબાણ હતાં નહિ, ત્યારે કારભારનું જે સ્વરૂપ હતું તે કરતાં હાલના સ્વરૂપમાં ઘણે અંતર છે એ વાત ખરી છે. જાના જમાનાને: કોઈ એક કારભારી હાલના જમાનામાં ચાલી શકે કે નહિ એ સંશય ભરેલી વાત છે, અને એક અંગરેજી ભાષાનું જ્ઞાન પણ કારભારીઓને કઈ કઈ ઠેકાણે કેવું નડે છે તે આપણે જાણીએ છીએ. રાજાઓ નાનપણથી અંગરેજી કેળવણી લે છે, ઘણું કરીને પોતાના નિવાસસ્થાનની અને પોતાના રાજ્યની બહાર રહીને લે છે; જે વયમાં માણ ઉપર ભાવ અભાવ બંધાવાનો સંભવ છે, માણસેનાં વર્તન જોઈ સાહજિક રીતે પ્રીતિ અપ્રીતિ ઉછરવાના લાભ છે, તે વખત તેઓ, “પાતાના” એવાં જે કઈ કહેવાય તેમનાથી અતિ વિદુર ગાળે છે. રાજકુમારના ભેગા રહે છે ખરા, શિક્ષકો આદિના સહવાસમાં આવે છે ખરા, પણ તેતો બધે બાહ્યાચાર અને વિવેકને વ્યવહાર હોય છે; કેળવણીમાં પણ કારકુની કે શિરતેદારી કરવા કરતાં વધારે કેળવણીને વિષય હોતો નથી, જનસમાજના અવકનની કેળવણી તો ખાસ કરીને કદી કદી ગાઠવવામાં આવે ત્યારે ઠાલી તમાશાને ઢાંગ શીખવી શકે, બા શાલામાંથી પરવાયો પછી, થાડાની શરતેથી થાકીને આવ્યા પછી, કે મંદવાડને સમયે અથવા રાતને સમયે, તેમને કોઈ રાજા, રાણી, કે અધિકારી, અમલદારનાં છોકરાં યાંની સૈાબત હોતી નથી; -તેમના હલકા ખવાસાની સાથેજ તેમના એકાંતનો વખત ગુજરે છે, તેમનું હૃદય કેળવાય છે, ને તેમને “ગૃહકેળવણી”માં ખવાસેની ખુશામદ અને તેમની હલકી ખાસીઅાજ, anahi tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50