આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૪૪ સુદર્શન ગવાવલિ. અમદાવાદ પ્રોવીશીઅલ કોન્ફરન્સ. (૧૧૬ ) ચાલતા માસની તારીખ ૧-૨-૩ એટલા દિવસ અમદાવાદમાં જે કોન્ફરન્સ ભરાયા હતો તે સર્વથા વિજયી નીવડે છે. આપણી નેશનલ કોંગ્રેસ તો સર્વત્ર સુ પ્રસિદ્ધ છે. આ પણુ રાજ્યકર્તાઓની કૃતિનું સૂક્ષ્મ અવલોકન કરી, તેમાં વાસ્તવિક રીતે, તથા તેમનાં પિતાનાં પૂર્વાપર વચનના અનુબંધને અન્વયે, જે કાંઈ ખામીયે સમજાય,-દેશને, પ્રજાને, રાજયકર્તાને, જે કાંઈ હાનિકારક લાગે, તે સર્વ ઉપર યથાર્થ વિવેચન કરી રાક્રયકર્તાઓના લક્ષમાં તે વાત આવી એટલે એ મહામંડલનો ઉદ્દેશ છે. એ મંડલ પ્રતિવર્ષ હિંદૂરતાનમાં કોઈને કોઈ મુખ્ય સ્થલે ભેગુ થાય છે; તેમાં જુદા જુદા વિભાગના પ્રતિનિધિઓ જાય છે. અને સર્વે મળી જરૂરના ઠરાવ કરે છે. આ સમારંભ કરતાં આજ ૭-૮ વર્ષ થયાં છે, અને યદ્યપિ સરકાર આપણુ આવા પ્રયત્નો ઉપર રહ દૃષ્ટિ રાખતી નથી તથાપિ આપણી યોગ્ય માગણીઓમાંની કેટલીક ઉપર તેણે પૂર્ણ લક્ષ આપ્યું છે. કોંગ્રેસને વ્યવહાર આ રીતે ચાલતો થયા પછી, તે મંડલના વ્યવસ્થાપકોને તથા જુદા જુદા ઈલાકાના અગ્રણી નયોને એમ સમજાયું કે પોતપોતાના ઇલાકામાં એક ઉપસભા ભેગી કરી, કોન્ટેસને મળવાના સમય પૂર્વે, પિતાના ઈલાકાની બધી સાર્વજનિક ખામીઓ અને જરૂરી વિષે વિચાર કરી રાખવે ઉચિત છે, કે કાન્ચેસ આગળ તે તે વાત લાવવામાં વધારે વજન અને સરલતા થઈ આવે. આ હેતુને અનુસરી બંગાળા, તથા મદ્રાસમાં તેમજ આપણા મુંબાઈ ઇલાકામાં કોન્ટેસ મળવાના સમય પહેલાં એક એક ઉપસભા ભરાય છે, તેને કન્ફરસ-શ્રાવીન્શીઅલ કોન્ફરન્સ કહે છે. આજ સુધી આ કોન્ફરન્સ પુનામાં મળતા હતા, આ વર્ષે તેની બેઠક અમદાવાદમાં થઈ છે. પુના અને મુંબાઈ એ બે મુંબાઇ ઇલાકામાં રાજકીય વ્યવસાયનાં કેન્દ્ર છે. વ્યાપાર રાજગારમાં અભિરત ગુજરાત, કોઈ સમય પણ જેણે સ્વતંત્ર રાજ્યતંત્રનો સ્વાદ ચાખી રાજકીય પ્રવિણતાની રુધિરપરંપરા પ્રાપ્ત કરેલી નહિ એ ગુજરાત, આવા મહત કાર્ય માં જોઇએ તે ભાગ લઈ શકતા નથી એ સાર્વજનિક પ્રવાદ હતા. જ્યારે પ્રતિવર્ષ હિંદુસ્તાન અને વિલાયતમાં મળી લગભગ એક લાખ રૂપીઆ જેટલો આપણા હિત માટે થતો ખર્ચ હિંદુસ્તાનના બીજા દેશોમાંથી પૂરો કરી આપવામાં આવે છે ત્યારે ગુજરાતમાંથી થોડાક હજાર પણ તે ભંડોળમાં પહોચતા નથી. પરંતુ આવા બધા અપવાદોમાંથી મુક્ત થવાના પ્રસંગ ગૃજરાતના મુખ્ય નગર અમદાવાદ સાધ્યો છે, અને તે સંધિ ઉપજાવવાનું માન અમદાવાદના રહીશ ઓનરેબલ મી. ચીમનલાલ તથા વકીલ રા. રા. કેશવલાલ મોતીલાલ જેમણે લાંબા વખતથી સુતેલી ગૂજરાતસભાને પુનરુwજીવન કરી તેમને છે. એમના કરતાં ત્યાંના શેઠીઓઓને પણ થોડું માન નથી, કેમકે આવાં કાર્ય સાધવામાં જે દ્રવ્યની અપેક્ષા રહે છે તે તેમની ઉદારતામાંથી પૂર્ણ થઈ છે. અમને આશા છે કે ગૂજરાતના લોકો આવા વ્યવસાયનો ઉદ્દેશ, અર્થ, અને હેતુ સમજશે, તથા સ્વાર્પણુનો માર્ગ શીખી, પોતાના અને પોતાના દેશના ભલા માટે જે ભવ્ય પ્રયત્ન ચાલતા થયા છે, તેમાં પોતાનું કર્તવ્ય સમજી યથાશક્તિ કરી બતાવવા-ધનથી, તનથી, કે મનથી–જાગ્રત થશે. આપણે અનેક પ્રકારનાં દુ:ખની વાત કરીએ છીએ, અમુક અમલદાર આવા છે ને ahahHiertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50