આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગઘાવલી ઉપર સુદર્શન ગદ્યાવલી, ૩. ૨૭ ) સુધી મનાય છે. મી. ફાઉલરે એમ કહ્યું હતું કે હિંદુસ્તાનમાં કરના બેજો ઓછા છે, પણ તે ભુલી ગયા જણાય છે કે તેત્રીસ પૈડની આવક ઉપર સેંકડે છા ટકા એ કર, વીશ રૂપીઆની આવક ઉપર સેકડે પાંચ ટકા કરતાં ઘણાજ હલકે કર છે. ગમે તે રીતે પશુ તમારે માથે જે મહેટા ખર્ચના બોજા નાખવામાં આવે છે તે યોગ્ય નથી. ઈડીઆ આસને ખર્ચ, લશ્કર માટે ભાણુ મેળવવાનો ખર્ચ, હુંડીયામણુની ખાટ, એ આદિ રકમે તે ઈગ્લેંડના ખર્ચમાં જવા જેવી છે. હીદીશહનશાહતને સાચવવામાં ઈગ્લંડની પ્રતિષ્ઠા અને કીર્તિ હોય તે આ ખર્ચ તેરોજ ઉઠાવવા જોઈએ. બીજાં સંસ્થાનો પાસેથી આવી રીતે ખર્ચ લેવાતા નથી. ૧૮૪૦ થી ૧૮૮૮ સુધીમાં યુનાઇટેડ કીંગડમની સરાસરી વાર્ષિક બચત પાંડ ૧૧૦,૦૦૦,૦૦૦, અથવા દરરોજ ત્રણ લાખ પાંડ કરતાં વધારે ગઈ છે. આટલી બધી સમૃદ્ધિ છતાં, ગરીબ લોકો સાથે કંજુસાઈથી વર્તવું એ વાત, સત્ય માર્ગના ઉપદેશ ઉપર શ્રદ્ધા હોય એમ ભાગ્યેજ બતાવી શકે. હિંદી લશ્કર ઉપર ખર્ચ જે ૧૮૮૨-૮૩ માં રૂ. ૧૮,૩૫૯,૦૦૦ હતા તે ૧૮૯૩ માં રૂ. ૨૩,૮૭૭,૦૦૦ સુધી વધે છે, છતાં એમાંથી જે લાભ થયો હશે તે દેશી અને અંગરેજ લશ્કરને સમાન રીતે થયો નથી. અંગરેજ આફીસરોનાં પેન્શનમાં ૩૭ ટકાનો વધારો કર્યો છે, જ્યારે દેશી આફીસરનાં પેન્શનમાં ૧ ટકાનેજ કર્યો છે; અંગરેજ સીપાઈ ઉપર ૧૩ ટકા વધારાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે દેશી સીપાઈ ઉપર ૯ ટકાજ કરવા માં આવ્યો છે. તમારી પાસેથી કર નાખી ભેગા કરેલા પૈસા બહાર વપરાય છે તે ૧૮૮૨ માં રૂ. ૧૭, ૩૬૯૦૦૦ હતા, ત્યાંથી ૧૮૯૨ માં રૂ. ૨૨, ૯૧૧,૦૦૦ સુધી તે વધ્યા છે. આવી રીતે જે શોષણ થાય તે કોઈ દેશ ખમી શકે નહિ. આવા જે વધારા થાય છે. તે કેવલ હુંડીયામણને લીધજ થયા નથી. ખેતીવાડીની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જાય છે તે વાત બાજુએ રાખતાં પણ આવી વાતને અહીં' તેમ વિલાયતમાં ખુબ વિચાર થવાની જરૂર છે. મને પૂર્ણ માહીતી નથી, પણ અમલદારે તેમ આ લેકેના જે વિચારે મારા જાણવામાં છે તેમાંથી હું સમજું છું કે ખેડુતની સ્થિતિ સુધારવાની ધણી જરૂર છે. સરકાર પણ તે ઉપર ધણું લક્ષ આપે છે, ને કાંઈક નવું ધારણુ થવાની આશા રાખવા કારણ છે. પણ ઢાંક પીછોડાથી કાંઈ વ. ળવાનું નથી, ખરી રાજનીતિથી દીર્ધ દૃષ્ટિએ આખી સ્થિતિ વિશેકવામાંથી માર્ગ જડશે. સ્થાનિક ધારાસભામાં તમારા પ્રતિનિધિ હોવાની જે તમારી માગણી છે તેમાં રહેલે ન્યાય, અને તેની આવશ્યકતા, સ્પષ્ટજ છે. પાર્લામેન્ટ જે હેતુથી આ હક તમને આ છે તેને તે હકની બજાવણીમાં જે તોડફોડ થયેલ છે તે ખરેખર દીલગીર થવા જેવા છે. ઠામ ઠામ મેં સાંભળ્યું છે કે કાઉન્સીલની જગાઓની વહેંચણી બરાબર થઈ નથી. એ હક આપવાના ધારાનો ખરડો પાલોમેંટમાં રજુ થયે ત્યારે તેની તરફેણવાળા તેમ સામાવાળા જે કાંઈ બોલ્યા હતા તેના હેતુથી આ વાત કેવલ વિરુદ્ધ છે. મી. ગ્લૅડસ્ટને કહ્યું હતુ’ કે“ હિંદુસ્તાનના લેકાના ખરેખરા, કેવલ નામમાત્રનાજ નહિ, એવા પ્રતિનિધિ હવે આવશે એમ આશા રાખી શકાય. ” લાર્ડ સાલસબરીએ કહ્યું હતું કે ” આ હકથી નાના નાના વર્ગોને કે અક સ્માત ઉભી થયેલી મંડલીએને, પ્રતિનિધિત્વનો હક મળી ન જવા જોઈએ, પણ સમય દેશી પ્રજાના ખરા પ્રાણુરૂપ અને જીવનબલરૂપ સમૂહનેજ તે હક મળવી જોઇએ.” કાયદાના મૂલ હેતુ બજાવણીમાં કેવા બરબાદ થાય છે તેના આ ચારે નમુનો છે, anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2/50