આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દશમી નેશનલ કોંગ્રેસ, 'પપપ નિધિઓ તેમાં સામલિ થવા જોઈએ એ વિષે કેવી સબલ દલીલ છે ! હિંદી રાજકારભારીએની રીતભાત પ્રથમજ આ રીતે ખુલેલી પડી ગઈ છે, ને એક બાબતમાં એમ નીકળ્યું છે તો બીજી બાબતમાં પણ તેમના ઉપર આંખ મીચી વિશ્વાસ રાખવામાં વીલાયતની પ્રજાએ વિચાર રાખવો જોઈએ. અફીણ વિષે તમે ઝાઝુ બાલતા જણાતા નથી. તમારા ઘણાક મિત્રોના મનમાં એ બાબત ઘેળામાં કરે છે. વિલાયતમાં બેઠે અમે અમારા લાભને માટે અફીણુના વાપરને ઉત્તેજન આપ્યું, એનું વાવેતર વધાર્યું, અને છેવટે તેને ચીનમાં દાખલ કરી દીધું. પણ હવે પાછા શી રીતે કરવું ? તમને નુકશાન કરીને તો નજ ફરાય. પાછલાં દશ વર્ષમાં અફીણથી ઉપજતી આવકમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે તેથી જણાય છે કે એના ઉપર કાયમ આધાર રાખવે વ્યર્થ છે. આ ઠેકાણે આ વિષયની તકરાર દાખલ કરવી ઉપયોગી નથી, કેમકે તમારે આ પ્રોગ્રામ નિશ્ચિત થઈ ચૂકેલે છે. જે જે સુધારા આપણે માગીએ છીએ તે થાય, અને તમારા તરફની વાત બરાબર રીતે કહેવાય, એ પ્રસંગ, સ્થાનિક ધારાસભાઓમાં અને વીલાયતની રાજ્યસભામાં તમારા પ્રતિનિધિને સ્થાન મળે ત્યાં સુધી આવો કઠિન છે. જે જે વિભાગને આ હક મ વ્યા છે, તે તે વિભાગથી પાલોમેંટનાં પ્રતિષ્ઠા અને બલ વધ્યાં છે. આખી શહનશાહતના સર્વ વિભાગને આ હક આપવાથી એ પ્રતિષ્ઠા અને એ બલમાં ખચિત વધારે થશે. જે થે સમય મને મળ્યા તેમાં, જે પ્ર”ને તમારા ધ્યાનમાં રમી રહ્યા છે ને હજી તમારા લક્ષને રોકનાર છે, તે વિષે મેં તમને કાંઇક કરી બતાવ્યું છે. આપણે આશા અને વિશ્વાસથી આગળ ચાલ્યા જવાનું છે. બીજા દેશને, સેંકડો વર્ષ સુધી પ્રયાસ અને કલેશ વેહતાં જે પ્રાપ્ત થયું છે, તેવું ધારાસભાનું નવું ધારણ તમે એક દશકામાં મેળવી શક્યા છે. બીજી બાબતોમાં પણ તમે જે કર્યું છે તે માટે મગરૂર થવાને તમને કારણ છે. ક્ષણિક નાઉમેદીથી, કે કોઈ સ્થાને જણાતી બેવફાઈથી, તમારે નિરાશ કે નિરસાહ થવાનું કારણ નથી, સુધારણાના વ્યાપાર સમુદ્રજલની પેઠે ભરતી અને એટ થતે થતેજ વધતા જાય છે, અમને વિશ્વાસ છે કે કાયદેસર સ્વાતાંયને સૂર્ય હજી પણ, તમારા દેશ ઉપર, બધાં તોફાન અને વાદળાંને વિખેરી નાખી સ્વચ્છ૫ણે પ્રકાસરો. તમે આવી સભાઓમાંથી, અવિા મેળાવડાઓમાંથી, તમારા નિત્ય વ્યવહારમાં, નિત્ય ચાલતા જીવનક્રમમાં, મનની ખરી ઉન્નતિ ઉછેરવાનાં બીજ લેતા જાઓ, ભવિષ્ય ઉપર શ્રદ્ધા કરતાં શીખતા જાઓ, તે ભવિષ્ય ઉપજાવવા જેટલા તમારા સામર્થ્ય ઉપર દૃઢ થતા જાઓ, એટલે તે સમય વિદૂર નથી. એનો આધાર રાજકીય કે નાણાં સંબંધી ફેરફાર કરતાં તમારા પિતાના ઉપર છે. ઉદાર સમાનભાવ એજ સર્વથી પ્રથમે ધારણ કરવો આવશ્યક છે, વર્ગ વર્ગનો કે ધર્મ ધર્મના દ્વેષ દૂર થવાની જરૂર છે en આખી દુનીયાંની જે વૃદ્ધિ આજ કાલ થતી ચાલે છે તે ઉપર દૃષ્ટિ કરતાં, દુનીયાંના કોઈ પણ ભાગ રહી જવાનો નથી એમ આશા રાખવા કારણ મળે છે, આગળ વધવાને ઉ. સાહ આવે છે, મનુષ્યની ભાતિક અને આમિક ઉન્નતિને સીમા નથી એમ માનવાની શ્રદ્ધા થાય છે. આ જીવનની ટુંકી મુદત આપણે સર્વનું ભલું કરવામાં ગાળી સાર્થક કરવી એજ આપણા ધર્મ છે. સાધારણુ દુકાને વિવેકપૂર્વક બતાવવા એજ જ્ઞાનયુક્ત અભેદ છે. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી S/50