આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૬૪ સુદર્શન ગદ્યાવાલ. એની એ વાતની ચર્ચા કરીને ઉઠી ઉભા થાય અને બાર માસે ફરી ભેગા મળે ત્યારે પાછા ધાંચીના બળદની પેઠે ઘેરના ઘેર એ વાત આપણા પ્રયત્નને દીપાવે તેવી ગણાશે ? રાષ્ટ્રીય સભા : અને તેના ઉદ્દેશ તથા તેના ઠરાવ અને તે ઠરાવોને મર્મ પ્રત્યેક જને ગામડાંમાં ને ખેતરમાં, ઝુંપડામાં ને વગડાના લોકોમાં સારી રીતે સમજાવતા જ જોઈએ ને એકે અવાજે સમગ્ર પ્રજા એક મળતી થાય તે યત્ન કરતા જ જોઈએ. જનદીઠ એક પૈસા લેવાની જે યોજના આ વખતની કોગ્રેસમાં ચર્ચાવાની હતી તેવી કોઈ યોજના જોઇએ છીએ, પણ તે વિષયે તો કાંઈ સાંભળવામાં પણ આવ્યું નહિ. કેન્ચેસને નામે ભેગા મળેલા અને ભેગા મળતા આટલા બધા જનના મોઢામાં પોતાની શક્તિ જણાવનારી જીભ પરમેશ્વરે બહુ ટુંકા કરી હોય એમ લાગે છે કેમકે તે ઠેઠ હૃદયને પહેંચી તેને ઉભરો અને પ્રયાધાત બહાર લાવતી જણાતી નથી. યથાર્થ અને સમગ્ર હૃદયથી આવા કાર્યને ઉપાડનાર એક નર હોય તે પણ બહુ છે. રજવાડામાં સાટમારીઓ ને મલકુસ્તીઓ થાય છે તે જોઇને આપણને બે પાડા કે બે બકરાની મારામારીથી ઉપજે તે કરતાં વધારે ચમત્કાર ઉપજતા નથી, ઘેર આવીને ભૂલી પણ જઇએ છીએ. જીભે જીભની ને મગજે મગજની કુરતી પશુ એ કરતાં થોડીજ વધારે અસર ઉપજાવે છે. કોઇના વતૃત્વને, કોઈના વિચારોને, કોઈની છટાને, આપણે ઘડી ભર વખાણીએ છીએ ને ઘેર આવી દશ દિવસ વાતે કરી એવા બુદ્ધિવૈભવનાં દર્શન કર્યાથી પાવન થયાની સાર્થક્તા પ્રસિદ્ધ કરવામાં આનંદતા આપણે એ વાતને નકામી ગણી ઉંચી મૂકીએ છીએ. કોગ્રેસમાં આવનારમાંના ઘણા–સેંકડે એંશી ટકા જેટલા પ્રખ્યાત વક્તા બાબુ સુરેન્દ્રનું ભાષણ સાંભળવા માટે મહા પ્રયાસ કરી આવ્યા હતા. તેટલામાંજ તેમની કૃતાર્થતા હતી. પણ અમારા દેશને વક્તા જોયતા નથી, શ્રેતા જોયતા નથી, પાંડેય જોયતું નથી, જેઇએ છીએ હૃદય, હૃદયનો આધાત અને પૂર્ણ હૃદયથી પૂર્ણ સ્વાર્પણ કરી એકની એક વાતની પાછળ તન મન અને ધન ફના કરનારે કોઈ મહા વીર નર. અને મને ઘણું સુરેન્દ્રો આપે, ઘણા દાદાભાઈ આપે, ઘણા મહેતા આપે. એમ પણ લાગતું નથી કે આવી રીતે થોડાક સમય પ્રતિવર્ષ મળવાથી પરસ્પરમાં સ્નહભાવને કાઈ જાણવા જોગ વધારે થાય છે તે લોકોની સમગ્ર રૂપે એકતા વધે છે. રાજકીય વિષયમાં સર્વનું સમાનહિત છે અને ધર્મ, દેશ, નાત, જાત, બધા ભેદમાં પણ એ એકજ વિષય એ છે કે તે ઉપર સર્વને અભેદ છે; એટલા વિષયને લઈને પરસ્પર પ્રતિ સર્વે સામાજિકો અમુક પ્રકારની સહનશીલતા દર્શાવે છે એ પણ ખરૂં” છે; પણ એકત્રતાને કર્તવ્યની ભૂમિકા ઉપર ઉતારવા જેટલે પ્રેમભાવ કે કર્તવ્યને જીવનરૂપ કરી દે તેવી ઉંડાઇ એવા ઐકયમાં હોય એમ માની શકાતું નથી. કોંગ્રેસમાં આવનામાંના જેમને અન્ય વ્યવસ્થા ન હોય તેમને માટે એક અર્ધી જગન્નાથપુરી જેવું સુવા બેસવા અને જમવાનું સ્થાન હોય છે ને તેમાં તે ધોરણથી બધી વ્યવસ્થા પણ ઠીક હોય છે, તથા તેથી આ મહાભારત કાર્યને પાર ઉતારનાર હદયને પ્રધાન ગણતું ઐકય ઉદ્દભવે બહુ શંકાસ્પદ છે. આજ અગીઆર વર્ષના પ્રયાસથી તે ઉપર્યું નથી. જેમને વ્યાપાર, રાજગાર, ધ', આદિ સ્વાર્થ હોય તેવા વિદેશાઓનું તેટલા પુરતું' ઐકય થાય એ સહજ છે, પણ જે હૃદયની રાષ્ટ્રીય સભાને અતિશષ આવશ્યકતા ને અપેક્ષા છે તે હદય ઉપજાવે કે જાગ્રત કરે એવા આ સમાજેના મળવા માત્રથી જે પક્ષ લાભ માની શકાય તેની બહુ શંકા છે. આ સ્થલેજ સંસારસુધારાસમાજે પોતાનું કર્તવ્ય anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850