આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ૮૦ સુદર્શન ગવાવલિ, સંગ છે. એવા ગૃહસ્થાએ આ કંપનીના શેર રાખીને આ ધર્મકૃત્યમાં અવશ્ય મદદ કેરવી જોઈએ. - ૬મી કેન અને મી. ભાવનગરી:-આ માસની આખરે ભરાનારી નેશનલ કોનગ્રેસમાં ભાગ લેવાને માટે, મદ્યપાનનિષેધક સભાનો ભગીરથ પ્રયત્ન ઉઠાવનાર, હિંદના હકો સાચવનારી કમીટીમાં અગ્રસ્થાને ભાગ લેનાર, મી૦ કેન મુંબાઇમાં આવેલા છે. તેમની સાથે મધ્યપ્રાંતના માજી કમીશનર મી. ગુડરીજ અને રેવડ મી. હારવુડ પણ કોનગ્રેસમાં ભાગ લેવા માટે આવેલા છે. મી. કેન અને તેમના મિત્રોનો સત્કાર કરવા તા. ૭ મીએ એક મેલાવડે થયો હતો તેમાં મી. જેને કાગ્રેસથી થતા લાભ વિષે કહેતાં ત્રણ વાત ઉપર મુખ્ય લક્ષ ખે'વ્યું હતું. ઇંગ્લંડમાં હિંદુસ્તાન માટે કામ કરતી કમીટીને નાણાંની મદદ આપવામાં આળસ રાખવાથી હિંદુસ્તાનને પોતાને જ હાનિ છે એમ બતાવ્યું હતું. બીજી વાત એ હતી કે જે પાદશાહી કમીશન હિંદુસ્તાનના ખર્ચ વિષે તજવીજ ચલાવે છે તેના આગળ પડેલી જુબાનીઓ જોતાં હિંદુસ્તાનના લશ્કરી વગેરે ખચ માંથી મોટો ઘટાડો થવાનો સંભવ છે. ત્રીજી વાત એ કહી હતી કે હિંદુસ્તાનને કદાપિ પણ લાભ થશે તો તે લીબરલેથીજ થશે, માટે હિંદી આગેવાનોએ લીબલ પક્ષનાજ આશ્રય પકડી રાખવા જોઈએ. હિંદી રાજકીય વાતોને લીબરલ કે કોનસવંટીવ એકે પક્ષ સાથે જોડવી નહિ એવો, ઘણા વખતથી આગ્રહ આ દેશમાં ચાલે છે, પણ પાછલે ઇતિહાસ વિચારતાં હવે લીબરલ પક્ષનો આશ્રય કવિતા હિંદુસ્તાનને છટકે નથી એમ સમજી શકાય છે. આવતી કાગ્રેસમાં મી. કેન મામલતદાર અને મેજીસ્ટ્રેટને હોદ્દો એકનો એક માણસ ભોગવે છે તે જુદા જુદા માણસોને આપવો એ વિષયને ચર્ચનાર છે, તથા ખેડુતોની સ્થિતિ સુધારવાની બાબત વિષે બેલનાર છે. મી. ગુડરીજ હથીઆરના પરવાનાની છુટ સર્વને હોવી જોઈએ તે વિષે કહેનાર છે. | મી. ભાવનગરી કે જેઓ ભાવનગર દરબારના એજંટ છે અને વીલાયત ખાતે પાલમેંટની ઉમેદવારી કરતાં કેન્સર્વેટિવ પક્ષ તરફથી પાલાર્મેટમાં દાખલ થયા છે તે પણ મુંબઈમાં હતા અને તેમને ઉપરનીજ તારીખે પારસી કોમના લોકો તરફથી પીટીટ હાલમાં જ્યાફત આપવામાં આવી હતી. તેમણે ભાષણ કરતાં પોતાનાં કામે હિંદુરતાનના લાભ માટેનાં છે એમ સમજાવવાનો પ્રયત્ન કરી, પિતાની વિદ્ધ બેલનારાને વધારે તપાસ કરવાની ભલામણ કરી હતી. દા. બહાદુરજીને માન આપવા મળેલી સભામાં મીભાવનગરીની ઉપર ઘણા આક્ષેપ થયા હતા. બધા ગામમાં પણ તેમની વિરુદ્ધ હેંડબીલે વહેં'ચાતાં હતાં. - ૭—મી. મનમોહનસિ:–મેજીસ્ટ્રેટ અને મામલતદારની સત્તા જુદી પાડવાની લડત ચલાવી તેમાં વિજયી થનાર આ દેશપ્રેમી નરનો સ્વર્ગવાસ આર્યભૂમિને બહુ શોચનીય છે. એવા નરેનું સર્વ કઇએ અનુકરણ કરીને એમના પ્રતિ જે માન છે તે સાર્થક કરવું જોઈએ. ડીસેમ્બર-૧૮૮૬. . Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50