આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ૮૬ સુદર્શન ગવાવલિ, પ્રજાની રિથતિ સુધારવાનાં ખર્ચ કરવામાં આવે તો સારું', તેમજ જ્યાં બની શકે ત્યાં અંગરેજોને બદલે, યોગ્ય દેશીઓથીજ, રાજ્યના વહીવટ થાય તો સારું. - ૩ ખર્ચના ફાળેા કરવાની બાબતમાં જે જે ખર્ચ હિંદુસ્તાન તેમજ આખી બ્રિટિશ શહનશાહતના લાભ માટે થયેલ હોય તેનો તે પ્રમાણમાં ફાળે બ્રિટિશ તીજોરી આપે તે સારું', કોગ્રેસના પ્રમુખે આ આખા ઠરાવની નકલ કમીશનરને સત્વર મોકલવી. ૪ પાલી કેન્ગના ઠરાવ બહાલ રાખવા. ૫ હિંદુસ્તાનનું રાજ્ય છેડે ખરચે અને વધારે સારા ધોરણે ચાલે તે અર્થે સીવીલસવિસની પરીક્ષાઓ લંડનમાં તેમ હિંદુસ્તાનમાં સાથે સાથે થવી જોઈએ.' ૬ દેશી રાજ્યોમાંના છાપાની સ્વતંત્રતા બંધ પાડવી યોગ્ય નથી. દેશની અંદર ગરીબાઈના પ્રસાર અટકે, જમીનને સુધારે થાય, અને એમ દુકાળની વિપત્તિ કાંઇક નરમ પડે, તે અર્થે આખા હિંદુરતાનમાં કાયમ મહેસુલની બંગાળા જેવી જમીનદારીપદ્ધતિ દાખલ થવી જોઈએ. ૮ ફોજદારી ગુનાહોમાં બરાબર ન્યાય થવાને અર્થે, વહીવટી અને ઈનસાફી કામે એકના એક મામલતદાર પાસે હોય છે તે જુદાં પાડવાં જોઈએ. ૯ દુકાળ માટે જે નવું કમીશન નિમાયું છે તેણે એ વિપત્તિ પુનઃ ન આવે તેવા ધોરણથી તજવીજ કરવી જોઇએ. e ૧૦ ગ્રેટબ્રિટન, યુનાઈટેડ સ્ટેટ્સ, અને બ્રિટિશ સંસ્થાની પ્રજાએ દુકાળવખતે જે મદદ કરી તે માટે તેમને ઉપકાર માન અને લંડનના લોર્ડ મેઅરને કેન્સેસે ૧૦,૦૦૦ પાઉન્ડ મોકલાવી એવી ભલામણ કરવી કે આ ઉપકાદશક યાદગીરીના કોભમાં એ રકમ તેણે વાપરવી. . ૧૧ મુંબઈ અને મદ્રાસ ઇલાકા તરફથી નામદાર વાઈસરોયની ધારાસભામાં બેને બદલે ત્રણ સભાસદ લેવા, અને તે ત્રણમાંના એક સીવીલસર્વિસમાંને ન હોવો જોઈએ. ૧૨ બંગાળાને ૧૮૧૮ ને રેગ્યુલેશન ૩, મદ્રાસનો ૧૮ ૧૯ રેગ્યુલેશન ૨, અને મુંબઈને ૧૮૨૭ ના રેગ્યુલેસન ૨૫ તેનો અમલ ખરી જરૂર વિના હિંદુસ્તાનની સરકારે ન કરવો; કરતા પહેલાં જે ઇલાકામાં તે અમલ થનાર હોય તેની સરકારને નોટીસ આપી અમુક પ્રદેશમાં તેનો અમલ થશે તે જણાવવું; અને એ રીતે કેદ કરેલા કોઈને પણ ત્રણ માસ કરતાં વધારે મુદત, ન્યાયની અદાલત આગળ ખડો કર્યા વિના, રા. ખા નહિ. e ૧૩. પુનાવાળા નાતુઓને પકડી કેદ કરવામાં સરકાર બહુ અગત્યને લીધે એમ વતી હશે પણ પકડયા પછી હાલ પાંચ માસ થઈ ગયા છે તે તેમને ન્યાયની અદાલત સન્મુખ લાવવા કે છોડી દેવા એ યોગ્ય ગણાશે. - ૧૪ પીનલકોડની ૧૨૪ અને ૫૦૫ કલમમાં જે સુધારા કરવા ધાર્યા છે તે યોગ્ય નથી. માઢેટાને રાજ્યવિરુદ્ધ ગુનાહાની તપાસ કરવાનું તથા શક ઉપરથી તે બાબત જામીન લેવાનું સૈપવામાં બહુ જોખમ રહેલું છે. રાજ્ય વિરુદ્ધ ગુનાહનું સ્વરૂપ ઈગ્લ'ડમાં જે ધારણ ઉપર છે તેજ ધારણ ઉપર આ દેશમાં પણ આણવાના ઈરાદો હોય તો - જે ધારણ ઉપર ઈ ગ્લંડમાં એ પ્રસંગે ઇનસાફ થાય છે તે ઘેરણું પણ આપવું જોઈએ; Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50