આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨ અયાસ, સહજે થવાનો સંભવ છે. ઘઘાથર્નમgi ar: 08ાસેfપ એવાં લેકસિદ્ધ વચને પણ કર્મ માર્ગના અનુયાયીને અતિ વિક્ષેપકર છે. કમ માર્ગના આશ્રય કરનાર અભ્યાસીએ સમજવું કે કમૉશયના મુખ્ય હેતુ શ્રદ્ધા છે, અંત:કરણના મલને જેનાથી નાશ થાય છે તે શ» શ્રદ્ધા છે. કમને અતિશય આડંબર કે વિરતાર ઈષ્ટ નથી, જેટલું થઈ શકે તેટલુ જ સ્વીકારવું અને તેને શ્રદ્ધાથી અને નિયમથી યથાર્થ રીતે પાલવું. દેશ કાલ વિચારી સ્વશક્તિઅનુસાર નિયમ લે, પણ તેમાં અશ્રદ્ધા કરવી નહિ અને તેના જે નિયમિત સમય રાખ્યો હોય તેમાં વિક્ષેપ થવા દેવા નહિ, પૂર્યાસ્પસ્ય, જ્યા ભેજય આદિ અનેક વિચારો આ સ્થાન પ્રાપ્ત થાય છે, પરંતુ એ સર્વનું યથાવિધિ પરિપાલન કર્મ માગનુસારી અભ્યાસીએ શ્રદ્ધાથી કરવું. એમાંજ તેનું કલ્યાણ છે. દેશ કાલાનુસાર એમાં સહુજ વ્યવસ્થા કરી લેવામાં બાધ નથી પણ જેથી એવા નિયમોને સમૂલ હેતુજ વિતષ્ટ થાય તેવી વ્યવસ્થા કરવાનું સાહસ હાનિકારક જ છે. એ વિશ્વમાં જે રહસ્ય છે તે આગળ કહેવાશે. એક બીજી વાત પણ કર્મ માગને લક્ષમાં રહેવા જેવી છે. સ્વકર્મ અને સ્વધર્મ ઉપર પ્રાણાંતે ન છૂટે તેવી શ્રદ્ધા જોઇએ, પણ કાઇ કાલે અન્યકર્મ ધર્મના તિરરકાર કે દંષ મનમાં આવવા દેવા નહિ, અન્યજને ઉપર અરુચિ કરવી નહિ; અભ્યાસીનુ કર્તવ્ય સ્વધર્માચરણમાં છે, પરધર્મની નિંદામાં નથી; મનમાં એમજ નિશ્ચયપૂર્વક જાણવું કે સર્વ ધર્મો એકના એકજ પરમ ભાગના જુદા જુદા ઉપમાર્ગ છે. આ કર્મ સકામ હોય તે પણ બાધ નથી; નિષ્કામ એથી ઉત્તમ છે અને સત્ત્વર અંતઃકરણને શુદ્ધ કરે છે. સકામથી પણ નિષ્કામમાં આવવું પડે છે. નિષ્કામનો સાર એ છે કે કેવલ ભગવપ્રીત્યર્થ સ્વકર્મ કરવું. ઉપાસનામાં પણ એનું એજ છે, તે પણ સકામ નિષ્કામ ઉભયરૂપ છે. ઉપાસના વિષયે અભ્યાસીએ મુખ્ય વાત એ લક્ષમાં રાખવાની છે કે વામમાર્ગ એટલે કેલમાર્ગના કોઈ પણ ઉપાસના પ્રકાર તેણે લેવા નહિ. જેમાં મધમાંસાદિના પ્રયેાગ હોય, રદ્રાક્ષ ટિકાદિ કરતાં અન્ય જપમાલાના વિનિયોગ હોય, પ્રસિદ્ધ દેવતા-શક્તિ શિવાદી-કરતાં અન્યનું ઉપાસ્યત્વ હોય, તે ઉપાસના શ્રેય ઈચ્છનાર અભ્યાસીએ કદાપિ સ્વીકારવી નહિ. આવી શુદ્ધ ઉપાસનાઓ તે પણ છે તે સકામજ, માટે એમાંથીએ પાછું નિષ્કામ ઉપાસના ઉપર જવું. જે દશ મહાવિદ્યાઓ છે, અને જેના સંપ્રદાય આ સમયમાં શ્રી શંકરભગવાનને અતિ પ્રિય એવા સમયાચારને જાણનારા થોડાક અધિકારીઓમાં કવચિત વિદ્યમાન છે, તેમાંની કેાઈને ઉપાસનાવિષય કરવી બહુ સારી છે; કારણ કે તેની યેજના કેવલ અદ્વૈતભાવનાને અનુલ છે અને જેમ જેમ સાધકનો અધિકાર વધે છે તેમ તેમ તેને પૂણૉભિષેકને સમયે અદ્વૈતાનુભવ આવી ય છે, તથા કપાસના અત્યંત છુટી હજાય છે. આ અથવા એવી કેાઈ સકામ ઉપાસના કરતે કરતે નિષ્કામ જે પ્રણવોપાસના ઉપનિષદોમાં કહી છે તેનું ગ્રહણ કરવું, જેથી મહાવિદ્યાપદેશ વિના પણ અતભાવના માટેની તન્મયતા પ્રાપ્ત થશે. ઉપાસનાનું તત્વ જપ છે; તેથી એકાગ્ર ચિત્તે યોગ્ય મંત્રના જપમાં પ્રવૃત્તિ રાખવાથી બહુ લાભ થાય છે. ' - વર્તમાન સમયમાં પાશ્ચાત્ય વિદ્યાનો પરિચય કરનારા જનો એક પ્રકારે કર્મમાર્ગથી નિવૃત્ત થયેલા છે એમ કહેવાને બાધ નથી, એટલે કે જેમના અંતઃકરણને હજી તવનિશ્ચય થયો નથી, પણ તત્વની શ્રદ્ધા છે તેવા એ વિદ્યાના ઉપાસકાએ ઉપાસનાનો આદર કરવાની બહુ આવશ્યકતા છે. જેમને હજી તશ્રદ્ધાજ નથી તેને કર્મભ્રષ્ટ છે એટલે તેમણે કમમા | ને:જ અક્ષય કુરા જોઇએ.