આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, પડતાં ધીમે ધીમે એમાંથીજ કાંઈક કરાય તે કરવું એ તેમની વ્યાવહારિક દૃષ્ટિ હતી. આમ હોવાથી વિચારમાં તર્ક વિતર્કનો ચમત્કાર, ભાષામાં હૃદયને હરી લે તેવું જોર, કાવ્યમાં રોમાંચ ઉપજાવે તેવી ભવ્યતા વ્યાવહારિક લેખકે સાધી નજ શકે, અને નથી સાધી શક્યા એ નિર્વિવાદ છે. જ્યારે ઉદ્દત લેખકે અમારા વિચારને કોઈએક જણ પણ સમજીને ગ્રહણ કુ. રશે તે પૂર્ણ છે એવા લક્ષથી પોતાના લેખને દોરતા હતા, ત્યારે વ્યાવહારિક લેખકે સર્વને સમજાય તેવા લેખ લખવાનો યતન કરતા હતા. અમારા વાચક, કવિઓ, પંડિત, સુધારો વિચારકે હોવા જોઈએ એમ ઉદ્ધત લેખકોની વાંછના હતી, ત્યારે વ્યાવહારિક વર્ગવાળાની વાંછના મહેતાજીઓ, નિશાળીઆ, દુકાનદારે, અને ખેડુતો અમારા વાચક થાય એવી હતી. સ્પષ્ટ જ છે કે ગદ્ય લખાણની પદ્ધતિ જે બલથી ઉત્તમતા પ્રાપ્ત કરે છે તે ઉપજાવવાનું સામર્થ્ય વ્યાવહારિક પદ્ધતિવાળાને ન હોઈ શકે; તેને ઉપજાવવાનું માન તે ઉદ્ધત પદ્ધતિને પ્રથમાયણી નર્મદાશંકરજ લેઈ ગયા. દુકાનદારે અને ખેડુતોનીગદ્યરચનામાંથી ઉત્તમ ગદ્ય ઉદ્દભવતું' નથી, મહેતાજીએ નિશાળમાં સમજી કે સમજાવી શકે તેવી કવિતાઓનાં જોડકણાંમાંથી કાવ્ય ઉપજતું નથી. ફલ પણ સર્વના આગલ સુવિદિત છે. નર્મગદ્ય, કરણઘેલા, નર્મકવિતા તથા ગિરધરલાલ અને કરસનદાસના છુટક લેખ તેની સામે વનરાજ ચાવડે, ગર્ધવસેન, કે દલપતકાવ્ય, ટકી શકે એમ નથીજ. એકમાં અપૂર્ણ પણ ભવ્ય ઉત્તમતાનાં દૃષ્ટાન્ત ઉપરની નજર વાચકને આનંદ સાથે નુતન સુવાસવાળા વિચારમાં અને નૂતન ભાષાના પ્રમોદકારક જેસમાં તાણી ઘસડી જાય છે, ત્યારે બીજામાં ખેડુતો અને દુકાનદારના વેપારની ગંધ આવે છે, સાંકડા અને શુદ્ર વિચારથી વાચકના મનને ઘણી મુઝવણ થાય છે. મુંબઈના ઉત્તમ વિચાર સંસર્ગોમાં રહેનાર ઉદ્ધત વર્ગના વિચાર ઉત્તમ, અને તદનુસાર ભાષા પણ તેમની શક્તિ પ્રમાણે ઉત્તમ, અમદાવાદના વ્યાવહારિક સંસર્ગવાળાના વિચાર પણ વેપારશાઈ તેમ ભાષાપણું વાણીઆના ચેપડામાં લખવાજેવી. વાસ્તવિક વાત એવી છે કે અમદાવાદ સુધી હ૦૦ વિદ્યાને પ્રકાશજ પહોચ્યા ન હતા. અમદાવાદી મંડલવાળા પણ બધાએ સુરત તરફનાજ છે, પણ તેમના ધારણમાં માત્ર ફેર છે. અમદાવાદ તરફચી વિદ્યાના ખરે પક્ષ તો અમદાવાદ અને નડીઆદના હાલના વિદ્વાનેથી બંધાયો છે. આ ઉભય પદ્ધતિમાં સાર નથી એમ કહેવાનું તાત્પર્ય નથી. જેમ ઉત્તમ વર્ગ માટેજ વિચાર અને લખાણુ કરનાર, લાકને દોરી શકે તેવા પેતા જેવા નિયતાઓ ઉપજાવવા માટે પ્રયત્ન કરવા ઈચ્છે છે તેમ હલકા વર્ગને માટે વિચાર અને લખાણ કરનાર મૂલથીજ સુધારણાનાં બીજ રોપવા ઇરછે છે, પરંતુ અમને એમ લાગે છે કે લોક ગતાનુગતિક છે, માટે ઉત્તમ દકાન્ત ઉત્પન્ન કરવાની નીતિજ વિજયવતી છે. પરંતુ એ વાતનો વિચાર બાજુ ઉપર રાખતાં ભાષાને પ્રથમ નવોન સ્વરૂપ આપવાનું તથા ગુજરાતમાં કેળવણીનાં બીજ રોપવાનું ઉત્તમ માન આ ઉભય પક્ષના અનુયાયીઓને અસંકુચિત હૃદયથી સર્વ દેશહિતૈષીએ આપવું જોઈએ એ વાત નિર્વિવાદ છે. - આપણા નવીન સાહિત્યના મૂલ સ્થાપકોએ જે બે પદ્ધતિ ચલાવી તે કરતાં કાંઇક વિલક્ષણ પદ્ધતિ સુરતનો એક નાગર સાક્ષર રાજકોટમાં રહ્યું રઘે રક્ષા કરતા હતા. રા. સા. નવલરામ સુધારક ન હતા એમ નથી, પરંતુ તેમના વિચાર છેક પાશ્ચાત્ય સુધારણા ઉપર જવાના હોય એમ પ્રમાણ મળ્યું નથી; અને તેમને પ્રાચીન સાથે અવોચીન સાહિત્યને સારા Gandhi Hlentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 6/50