આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ६२४ સુદાન ગદ્યાવલિ, બરાબર ન હોય તે શાથી, અને તેમને કયાં મુકી શકાય ? આ બે મુદા ઉપરજ આખી તકરાર ચાલવી જોઈએ. જ્યાં સુધી એ મુદ્દાઓને આગળ પાડવામાં આવે નહિ, ગુજરાતમાં જે જે પ્રકારે વિદ્વાન લખે છે તેના વર્ગ કરી બતાવાય નહિ, જેટલા લખનારા છે તેમને તે તે વર્ગમાં મુકી બતાવ ય નહિ; અને ઉલટું અમુક નામ રહેવા દીધાં, ઘમંડી કરી, અભિમાન કર્યું, એવા આરોપમાત્રજ ઉપજાવવા ઉપર લક્ષ દેરાવવામાં આવે, ત્યાં સુધી સુદર્શનકારે ઉઠાવેલી યોગ્ય ચર્ચાના અનર્થ થાય છે, કાઈ લાગતા વળગતાઓ તેની પ્રતિષ્ઠાને મિથ્યા હાનિ કરવા પ્રયત્ન કરે છે, એમ જ માનવું પડે છે; ને;એજ કારણથી ગુજરાતના લેખકે વિરુદ્ધ સુદર્શન એવું તમે બાંધેલું મથાળુ પણ તદન અનુચિત છે એ સ્પષ્ટજ છે. લિ, સુદર્શનને એક વાચનાર.. ( ૨ ). ગુજરાતના ગ્રંથકારે વિષે હાલ ચાલી રહેલી ચર્ચાના સંબંધમાં મારા તરફથી આ લેખ મોકલું છું, માટે તેને યોગ્ય જણાય તો તમારા ન્યાયી પત્રમાં જગા આપશો. - તમારા બે અંકમાં તમે પત્રકારોના ધર્મ વિશે અને ગુજરાતના લેખક વિષેની ચાલતી ચર્ચા ઉપર અભિપ્રાય આપવાની તેમની યોગ્યતા વિષે લખી ગયા છે. “ ગુજરાતના લેખકૅ ” એ વિષય લખવામાં મી. મણિલાલને શે ઉદ્દેશ છે એ વાતનો ખુલાસો તેમની પોતાની • પાસેથી મેળવો તમને ઉચિત લાગ્યાથી તમે તે મેળવીને તમારા ગયા અંકમાં છાપે છે. તેમજ તમારા ઉપર આવેલું એક ચર્ચાપત્ર જે ગુજરાતીના અધિપતિ રા. ઈચ્છારામ છાપવાને ના પાડી તે પણ તમારા ગયા અંકમાં છાપ્યું છે. એ સર્વ ઉપરથી એટલું સહજ જણાય એવું છે કે મી. મણિલાલને ઉદ્દેશ ગુજરાતી ભાષાની ઉન્નતિને માટે ખરી લાગણી ધરાવવાથી થયો છે અને તેમના ઉપર જે નકામો વિવાદ કેટલાક પત્રકાર ચલાવી રહ્યા છે, તે તેવી લાગણીથી હોય તે કરતાં કાંઈ રસાકસીની નજરથી થયેલ છે. | મી. મણિલાલની કહેવાનો મતલબ એવી સમજાય છે કે ભાષાને સુધારવા માટે ભાષામાં ઉત્તમ પ્રથા લખવા જોઈએ. ઉત્તમ ગ્રંથા એટ ધણા પાનાના ગ્રંથ કે ઝડઝમકવાળી ભાષાવાળા ગ્રંથ, કે જે વાંચે તે તુરત સમજે એવા ગ્રંથ એમ નહિ; પણ જેમાંથી કાંઈક નવું વિચારવાનું મળે, જીદગીને છે તે કરતાં વધારે ઉન્નત બનાવવાની પ્રેરણા થાય, હૃદયમાં કેઈ અતુલ ઉત્તમ ભાવ વ્યાપે એવા ગ્રંથને ઉત્તમ ગ્રંથ કહેવાની તેમની મતલબ છે. અને એમ હોવાથી તેમણે ભાષા અને વિચારના સંબંધ વિષે તમારા ગયા અંકમાં આપેલા ખુલાસામાં જે લખ્યું છે તે ખુબ મનન કરવા જેવું છે ને તેમના કહેવામાં સત્ય હોય એમ લાગે છે કે ભાષા તે એક વિચારને બતાવવાનું સાધન છે, ને તે સહેલી કે અઘરી હોય તેના કરતાં વિચાર પતેજ સહેલા કે અધરા હોય છે. ભાષાની ઉન્નતિ કરવા ઈછાનારાઓ ભાષામાં પુસ્તકો વધારે, ભાષામાં શબ્દો વધારે, કે ભાષાની ઉન્નતિ કરવાની વાતો કરે, તેથી ભાષાની ઉન્નતિ થતી નથી, પણ તે ભાષા મારફતે નવા અને ઉત્તમ વિચારે પ્રકટ કરવામાં આવે, તે વિચારે લોકોમાં પ્રવર્તે, ત્યારેજ ભાષાની ઉન્નતિ થાય છે. ગુજરાતી વાચનારે વાચવર્ગ દુનીયામાં ચાલતા મહાટાં રાજકીય કે તત્વજ્ઞાનના કે શાસ્ત્રીય શેાધાના વિચારોને જાણવા પામતો નથી કેમકે તેવા વિચારો વિષે આપણામાં કે:ઈ લખનારા થયા નથી ને જે થાય છે તેમને તે આ પ્રકારે વિના કારણ વખાડવાને યત્ન કરવામાં આવે છે. હવે ભાષાની anahi Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850