આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગુજરાતના લેખકો, પરથી સાબીત થાય છે. છતાં પોતાનાથી જે નથી બનતું તે બીજાથી સારી રીતે બને છે એમ જણાતાં તેમને વખેડવાને, તેમની અમુક ભુલ છે ને અમુક ખામી છે, એ યત્ન કરવાને, સમારંભ કરવા માંડે એનું જ નામ ગુજરાતી ભાષાની ઉન્નતિ માટેની લાગણી કેહેવાતી હોય તો મારે કાંઇ બોલવાનું રહેતું નથી. લી. સત્યને ચાહનાર, ડીસેમ્બર---૧૮૯૪ ગુજરાતના લેખકો. (૧૪૨). આ વિષયની ચર્ચાએ નહિ ધારેલું' એવું રૂપ પકડવાથી કેટલાક સમય મૈન રાખવું જ ઉચિત હતું; તથાપિ એ વિષયમાં સમાયેલા મહતવને જોતાં એની ઉપેક્ષા થવી યોગ્ય નથી. બે વર્ષના સંધિ ઉપર એ વિષય ચર્ચાયો ત્યારે ઘણાંક સામયિક પત્રમાં એ ચર્ચાની વિરુદ્ધ તેમ તેના પક્ષમાં લેખ થવા લાગ્યા હતા. દુર્બલ સામગ્રીવાળા લેખકેની પદ્ધતિ અનુસાર ઘણે સ્થાને મારી જાત ઉપ૨, મારાં લખાણ ઉપર, અને મારી શૈલી ઉપર આક્ષેપ કરવાથીજ કૃતાર્થતા મનાઈ હતી. એટલી વાત ઉપરથી પણ લખવાની ઝનુનમાં સારા સારા જનાએ દુર્લક્ષ કરી દીધું હતું કે આ વિષયની ચર્ચા ઉઠાવનારના લેખ અતિનિમલ્ય અને નિરુપાગી ઠરે અથવા સંસાર અને લાભપ્રદ જણાય છે તેથી મુખ્ય ચર્ચાને કાંઈ પણ હાનિ કે લાભ છેજ નહિ. ગંભીર વદને કેટલાક પંડિતમને એમ કહેતા હતા કે આ ચચો ઉઠાવનારે પિતાનું નામ ' યથાર્થ પક્ષ, ' જેને પોતે ઉત્તમ માન્ય છે, તેમાં ગણ્યું છે એ અવિનયને માટે તેના ઉપર આવો પ્રહાર થવો ઉચિત છે. આ ઔચિત્યના સંતોષમાં :કાંઇ પણ વિક્ષેપ ઉપજાવવાની ઈચ્છા નથી, પરંતુ હું જેને ઉત્તમ માનતે હાઉંતેને હું પણ અનુયાયી છું એમ કહેવામાં કાંઇજ અવિનય થતો હોય એવું મને ભાસતું નથી, એટલું મારે કહેવું છેઇએ. મારી કૃતિથી એ અનુયાયિત્વ કેટલે અંશે સિદ્ધ થાય છે તે જુદી વાત છે, પણ મારી અભિરુચિ પ્રસિદ્ધ કરવાથી મેં કાંઈ દોષ કર્યો હોય એમ હું માનતો નથી. આવા અંગત ઉદ્દેશાને લઇને તે સમયે ઘણીક પ્રવૃત્તિ-વ્યર્થ-થઈ હતી. કેટલાકે એમજ માની લીધું કે તે તે વર્ગમાં જે નામ ગણાવ્યાં છે તેટલાજ લેખકે ગૂજરાતમાં છે, ને બીજા નથી, એમ મેં કહ્યું એ મહાપાતક થયું; પણ તે તે નામાભિધાનો તો તે તે વર્ગનાં મૂર્ધાભિષિક્ત ઉદાહરણમાત્રજ હતાં એ ઉપર તેમણે લક્ષ કર્યું નહિ. એથી પણ વધારે નિર્જીવ આરોપ એ હતો કે અમે કોઈ અમુક વ્યક્તિના ઉદ્દેશથીજ આ ચચ ઉઠાવી છે. એવા દુરનુમાનથી દોરાઈ તે વ્યક્તિના મિત્રવર્ગને મારા લેખે ઉપર અવળ સવળા પ્રહાર થવામાં ન્યૂનતા રહી નથી; અને વડોદ • રાનાં કેટલાંક ચીથરાંએ તો ચાર પાંચ માસ સુધી આ વાતની ચર્ચાને જ પોતાનાં પાનાં ભરવાના ઉપયોગમાં લીધી હતી. અમુક વ્યક્તિને આચાર જેવા ઉપરથી આપણને અમુક વિચાર પદ્ધતિ સુજી આવે છે એ સુપ્રસિદ્ધ છે, અને તે રીતે આ વિષયનું સૂચન થતાં તે વ્યક્તિના રંગ વિવેચનમાં અધિક ભરાય એ રવાભાવિક છે, પરંતુ અમુક દ્વેષની લાગણીથી અમુક લખાયું છે એમ માનવામાં તે તેમ માનનારની ઉદારતા વિના બીજું કાંઈ કારણ નથી. આવી રીતે અનેક સ્થલે ઇછાનિષ્ટ કલ્પનાથી અનેક પ્રવૃત્તિ થઈ હતી; મુંબઈના એકાદ પત્રમાં anahi. Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850