આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૩૮ સુદર્શન ગદ્યાવલિ. સર્વદા સત્યાન્વેષણુનેજ વળગી રહી પોતાની શૈલીને તે રીતે દોરે, વિવેચક પક્ષવાળા સર્વ માન્ય એવાં વ્યક્તિનિરપેક્ષ વિવેચકારણોને આગળ કરતા જાય, અને પ્રાચીન પક્ષવાળા સંસ્કૃતશબ્દનો આગ્રહ મૂકી પ્રાચીન ભાવનાઓના સત્યને આવિષ્કાર કરતા જાય, તો સર્વને પરિપા કેજ યથાર્થ પક્ષ કહેવાય એ કોઈ પણ વિચારવાનને સ્પષ્ટ જણાય તેવું છે. છતાં નામમાત્રથી યુનાધિક માની રાગદ્વેષ વિરતારી કલહ કરવામાં સાક્ષરતા નથી એનું વિસ્મરણ કેમ થતું હશે ? આ વિષયની આટલી સ્પષ્ટતા આ ચર્ચાને પુનઃ વાચક વર્ગ આગળ તાજી કરવા માટે અમે કરી છે, અને અમને આશા છે કે સાક્ષરો તેનો યથાયોગ્ય વિવેક કરશે. મે–૧૮૯૬. ગુજરાતના લેખકો અને ‘વિવેચક” (૧૪૩) માર્ચ માસમાં આ વિષય પુનઃ ચર્ચા પછી તુરતજ આ વિષય ઉપર પુનરવલોકનની અપેક્ષા ન હતી, પણ આ વિષયને વાદ અમે જ ઉપસ્થિત કર્યો છે એટલે એ વાદના સ્વરૂપમાં ભ્રમ ઉપજાવવાના જે જે યત્ન થાય તેનું વિવેચન વચમાં વચમાં કરી આપવાથી વાદસ્વરૂપ સ્પષ્ટ રીતે વિદ્વાનોના આગળ રહેતાં ચચ સુલભ અને લાભકારી થઇ શકવાનો સંભવ હોવાથી અમારે વારંવાર વચમાં વચમાં બોલવાની જરૂર પડશે. લેખનપદ્ધતિના વિભાગ કરી બતાવવાનો ઉદ્દેશ બે વર્ષ પર આરંભાય, અને હવણું પાછો પુનઃ તેના તેજ વિષય ચર્ચાય. અમને આશ્ચર્ય થાય છે કે હજી પણ એ વિષયની ગર્જનાનો ધ્વનિ કેટલાકના કાનમાંથી નીકળી શક્યા નથી, અને ગંભીરતાથી વિચાર કરવા જેટલી શાન્તિ તેમને વળી નથી. મુંબઈમાં “ વિવેચક ” નામે જે નવું ત્રિમાસિક બે અંક થયાં નીકળે છે. તેણે “ ગુરુ જરાતના લેખકે ” ની વાત પુનઃ સાંભળીને કેઈ અપૂર્વ પ્રકારે બાલિશતાને આશ્રય કર્યો જણાય છે. જે સારાસારવિવેકી વિદ્વાનોને આ વિષય ચર્ચવાનું ખાસ નિમંત્રણ છે તે તો આવી વિતંડાનો પાર સહજે પામી શકે તેમ છે, પરંતુ સામાન્ય વાચકસમાજને પણ એ વિપયના મુખ્ય સિદ્ધાન્ત ઉપર લક્ષ રાખતાં ફાવે તે માટે આવી વિતંડાઓની સ્પષ્ટતા કરી આપવી આવશ્યક છે. “ વિવેચક ” ના પ્રવર્તકને કોણ જાણે શા કારણુથી “ ગુજરાતના લેખકે ” વાળા વિષયક પ્રથમથી અપ્રીતિકર કે અરુચિકર હશે, જેથી તેમણે પોતાના મંગલાચરણના પ્રથમાંકમાંજ, બે વર્ષ ઉપર થયેલી એ ચર્ચાને ઉદેશી, એક વિતંડા દાખલ કરી અને વાચકે તથા લેખકોને, કાંઈ પણ દલીલ કે વાદ જણાવ્યા વિના, એમજ સમજાવવા યત્ન કર્યો કે ગુજરાતના લેખકોના વિભાગ કરવા તે વ્યર્થ છે, અને તેનાથી કોઈએ દોરાવું નહિ. એ વિભાગથી દેરાવું કે ન દોરાવું તે તો એ વિભાગોમાં રહેલા સત્ય કે અસત્યને આ ધીન છે, અમારા કે વિવેચકના વચનને આધીન નથી, એટલે એજ વિષયના સત્યની વધારે રક્રુટતા કરવાના હેતુથી અમે એ વિષયની પુનઃ ચર્ચા માર્ચના સુદર્શનમાં કરી. આ ચર્ચા ઉપર ૮ વિવેચક ” ના બીજા અંકમાં વિવેચન આપ્યું છે તેના સાર એવા છે કે “ વિચારને દર્શાવવાનું સાધન ભાષા છે, વિચારો પ્રકૃતિ પ્રકૃતિ અનુસાર ભિન્ન ભિન્ન હોય છે, તેમ તે તે વિચાર પ્રમાણે ભાષા પણ ભિન્ન ભિન્ન હોય છે. એટલે ' કઈ ભાષાશૈલી ઉત્તમ એ sanahi. Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50