આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૂજરાતના લેખક અને વિવેચક. પ્રશ્નનો ઉત્તર આપવાનું કામ બહુ કઠિન છે. રુચિવૈચિંયનું કુલ મતભિન્નરવ છે એ વાત જે સાક્ષર શ્રી મણુિલાલે લક્ષમાં રાખી હોત' તો આ વિષયની ચર્ચા કરવાની ઘેલછા ' કરત નહિ. “ લેખકોના વિભાગ પાડવાનો યત્ન કરો કિંવા પોતે પાડેલા વિભાગને માન્ય રાખવાનો વાચકોને કે લેખને આગ્રહ કરે એ અમને કેવલ અનુચિત્ત કર્મ લાગે છે, અને તેથી અમે ઇચ્છીએ છીએ કે આ ઉપસ્થિત થયેલા મિથ્યાવાદને સાક્ષર શ્રી મણિલાલ આગ્રહપૂર્વક જેમના તેમ વળગી રહેશે નહિ. ” એના એજ અંકમાં “ માસિક પુરતાનું સામાન્ય અવલોકન” એ મથાળા હેઠળ લખે છે કે “ માત્ર વિચારના ભિન્વને લીધે અન્ય લેખકેની ભાષાનાં સ્વરૂપે બાંધવાની સુદર્શનકારે કરેલી ભુલથી વિગ્રહ ઉભે થયો છે. ” | તાત્પર્ય કે જુદી જુદી શેલો હોવી એ કુદરતે ઘડેલી જુદી જુદી પ્રકૃતિના વૈચિત્ર્યનું પરિણામ છે એટલે તેવી શૈલીના વર્ગ પાડવા એ ઘેલછા ' છે, “ભુલ’ છે, અને એ પ્રવૃત્તિ ‘મિયા’ અને ‘વ્યર્થ ” છે. આવું મત આપનારના અનુભવ અને વિચારની કીમત સમજવી મુ. કહેલ નથી, કેમકે એ મત આપનારે બહુ સારામાં સાદા સર્વમાન્ય નિયમનો વિચાર કર્યો જણાતે નથી કે પ્રકૃતિના વૈચિયને લીધે અનેક રંગે, વર્તનમાં, વ્યવહારમાં, વિચારમાં, લેખનમાં ભાષામાં, સર્વત્ર વિદ્યમાન છેજ, પણ શોધક, પંડિત, વિદ્વાન, જે જે લેખો યાજે છે, વ્યવસ્થાઓ કરે છે, તે બધું’ એ વિચિરયના જુદા જુદા વર્ગ પાડવા માટે, તે તે વર્ગનાં સ્વરૂપ બાંધવા માટે, અને તે તે વર્ગનો ઉપયોગ જણાવવા માટે, તથા તે તે પ્રકાર શી રીતે ઉપજે છે તે સમજાવવા માટેજ છે. શાસ્ત્રમાત્રની અને લખાણમાત્રની પ્રવૃત્તિ એટલાજ અર્થને માટે છે; આખા વિશ્વમાં એકે લેખ કોઈ એક પણ નવી વાતને ઉપજાવતો નથી, માત્ર વ્યવસ્થા, વર્ગીકરણ યોજના, એજ બતાવે છે. તો “ વિવેચકે ' આગળ કરેલો “ સચિવૈચિય ' શબ્દ બધેજ લાગુ કરીએ તો જેમ ચિચિયને લઈ ગૂજરાતના લેખકે એ વિષયની ચર્ચા વ્યર્થ છે, તેમ રુચિચિયને લેઈ લખાણમાત્રની પ્રવૃત્તિ વ્યર્થ છે, વિવેચકનું વિવેચન પણ વ્યર્થ છે. પિતાને, કોઈ ખાનગી કારણથી, અપ્રિય અથવા પોતાની સમજ અને શક્તિની બહાર, એવા આ વિષયને આ રીતે ઉડાવી દેવાના વ્યર્થ અને મિયાયત્નને કોઈ પ્રકારનું નામ આપવાની લઘુતામાં ન ઉતરતાં વાચકોનેજ આવી વિતંડાનો વિચાર કરવાનું સાંપીએ છીએ. આનીજ સાથે તા. ૨૮ જુનના “ ગૂજરાતી ”માં “ ગુજરાતના લેખકે ”ની પુનઃ ઉપથિત થયેલી આ ચર્ચા સંબંધે જે દીર્ધ દૃષ્ટિવાળું, સારગ્રાહિ, અને વિચારને શોભા આપે તેવું લખાયું છે તે જોવા જેવું છે. તે લેખ સાથે અમારે નાના મોટા ગમે તે મતભેદ હશે ! તથાપિ તેમાં એકંદરે આ વિષયની મહત્તા જે રીતે દર્શાવવામાં આવી છે તે રીતે ખરેખરી રીતે લેખકને શોભા આપનારી છે. તે લેખકનું તાત્પર્ય એ છે કે “ ...આ ચર્ચાના ત્રાતા શુદર્શનકાર હતા. ચર્ચાનો વિષય સ્તુત્ય છે, માનનીય છે, નિર્ણય કરવા યોગ્ય છે, ઉત્તમ શૈલી કેમ લખાય ને કીયા લેખકો ઉત્તમ છે એની પરીક્ષાથી ને ૬પણ ભૂષણના ભ્રાંતિમૂલક સિદ્ધાંતેના નિર્ણયથી જનમંડલને અતુલ લાભ પ્રાપ્ત થાય એમ છે...... આ વિષય ઉપર યોગ્ય રીતે સંવાદ થાય તો નવીન ગ્રંથકાર પણ કાંઇક નવું જ શીખી શકે, અને યથાર્થ શું છે તે લક્ષમાં લે ... ... આ વિષય કઈ રીતે અવગણનાપાત્ર અમે નથી માનતા ... સુદર્શનના આ માસને પુનર્દશન દેતા વિષય પૂર્ણ ગાંભીર્ય થી લખાયલે જણાય છે ” આમ લખીને તે ખીન વિદ્વાનોને પણ આ વિષય ચર્ચવા નિમંત્રણ કરે છે, andhi Heritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50