આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૩૬ સુદર્શન ગદ્યાવલિ. રાતી” ભાષા તો અમારી પોતાની છે એટલે તેમાં એવું લખાણ થઈ ન શકે કે અમે સમજ્યા વિના રહીએ એમ પણ ઘણાએક માને છે. આ વિચાર પ્રમાણે તે અંગરેજી એ. બી. સી. વાંચતાં આવડી કે તમામ અંગરેજી પુસ્તકા સુગમ થઈ જવાં જોઈએ. વિચાર કરવાની બુદ્ધિ, અને તે વિચારમાંથી સાર ગ્રહણ કરવાની શક્તિ એ બંને ઉપર સમજનો આધાર રહે છે, તે જે વિષય પોતાના મનમાં જ ઉતરી શકતા નથી તેને એક વાર દેવાદેથી વાંચી જઇ, સમજાય નહિ એટલે ભાષા કઠિન છે કરી દૂર મૂકવે એ કેવું અણસમજનું કામ છે? અમને ખાત્રી છે કે જે જે પુસ્તકોની ભાષા કઠિન કહેવાય છે તે તે પુસ્તકનાં ગમે તે પાંચ સાત પત્ર લેઈએ તો તેમાં ભાગ્યેજ ૫–૭ શબદ એવા આવતા હશે કે જેનો ખુલાસે ગ્રંથકાર પતા તરફથી અથવા સાધારણ રૂઢિથી થયેલે ન હોય. તથાપિ પણ વિચારની ગહનતાને લીધે તે લખાણુનું તત્વ ગ્રહણ ન કરી શકનાર લોક ભાષાને માથે દોષ ચઢાવી પિતાનું જ્ઞાન તો સર્વ વાત જાણવાને પૂર્ણ છે એમ બેટી મગરૂરીમાં આનંદ માની અજ્ઞાની રહે છે. કોઈ પશુ વાત સમજવા માટે અને તેને યથાર્થ રસ ગુણ કરી તેની તુલના કરવા માટે જે બુદ્ધિ, રસજ્ઞતા અને તન્મયતાની જરૂર છે તે પ્રાપ્ત કર્યા સિવાય જે વાત પોતાના ધ્યાનમાં ન ઉતરી તેને ભાષા ખરાબ છે વગેરે દેશને આરેપ કરી દૂર મુકવી એ કેવલ વાંચનારનું જ અજ્ઞાન સૂચવે છે. જેને આપણે સારા વિદ્વાન ધારી શકીએ તેવા પણ આ ભૂલમાં નથી પડતા એમ ન કહી શકાય. હમણાંજ અમારા પ્રથમ અંકમાં આવેલા “દંગ રસભર” ઇત્યાદિ પદ ઉપર ટીકા કરતાં કાઈ લખે છે કે “સાહીતયના વિષયમાંની કવિતા અસલ હીંદુસ્થાની ભાષામાંથી કાંઈ ! કાંઈ ફેરફાર કરી ગુજરાતીમાં ગોઠવી કહાડી હોય એમ જણાય છે; ને તેથી તે જાતે રસીક છતાં આમાં તેવી લાગતી નથી.”૧ અમુક લખાણ રસિક લાગવું કે ન લાગવું એ વાંચનારની રસજ્ઞતા ઉપર આધાર રાખે છે, પણ પિતાનાથી જેને રસ કે અર્થ ગ્રહણ ન થઈ શક્યા તેને અરસિક કહેવાથીજ સંતોષ ન પામતાં તે નક્કી અરસિક છે એમ સાબીત કરવાને નવી યુક્તિ ઉભી કરવી એ તે સવજ્ઞતાના હુપદની સી મા કહેવાય ! ! હિંદુસ્તાનીમાંથી ફેરફાર કર્યો તેથી આ કાવ્ય અરસિક થયું. રસિક કોને કહેવું તેની વ્યાખ્યા આ ટીકાકાર આપશે ? અથવા જે મૂલ હિંદુરતાની તેમને રસિક લાગ્યું છે તે અમે જોઈ શકીએ માટે જે ગ્રંથમાં તેમણે તે જોયું હોય તે ગ્રંથમાંનું સ્થલ પણ સૂચવશે ? આ બે વાતનો જવાબ ન આપી શકાય તો આવા ટીકાકારની ટીકાપર કેટલું વજન રાખવું તથા તેમને આવાં પુરતકે ઉપર ટીકા કરવાને અધિકાર કેટલે દરજજો મળી શકે એ સહજ સમજી શકાશે. આવા વિચાર કરનારા પોતે સર્વજ્ઞ છે, એમ જાણી ગુજરાતી તરફે લખાયું તે બધું સમજાવું જ જોઈએ એમ સમજી, ન સમજાય તેની ભાષા ખરાબ કે તે અરસિક એવું વગરવિચારે લખી લેાકને ભમાવે તો તે આગળ કોઈ શું કરી શકે? કોઈ એમ માને છે કે આતો ગુજરાતી ભાષા અને આતે ગુજરાતી નહિ. આ વિચાર પણ અમારી સમજમાં ઉતરતા નથી, સબબ કે જે ભાષા હાલ વપરાતી છે તેમાં એવા ભેદ પડવા કઠિન છે. નવા નવા વ્યવહાર થતા જાય, નવા નવા લખનારનાં મગજ ખુલતાં જાય,

  • જે વિષય હોય તેમાંજ લીન થઈ જવું.

૧ મુંબઈ સમાચાર, તા. ૧૪ સપ્ટેમ્બર ૧૮૮૫. જેવી ભાષા તે પત્રમાં છે તેવીજ અમે અત્ર ઉતારી છે. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50