આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૪૨ સુદર્શન થાવલિ, કે ગૂજરાતી અક્ષરે લખેલું પુસ્તક, અમે ગૂજરાતી છીએ છતાં કેમ સમજતા નથી, માટે તે ખોટું ! ! આમાં પણ ભૂલ વિચાર પરવેજ છે. વિચાર સમજાતું નથી એજ ખરૂં કારણ છે. જે ધીરજ રાખીને, અમે ત્રણત્રણવાર ઉલટાવીને, તથા ધીમે ધીમે મનમાં ઠસાવીને, કોઈપણુ ગ્રંથ વાં હેય તો નજ સમજાય એવું છેક મૂર્ખવિના બીજાને તે કવચિત જ બને. આવીજ પ્રસંગમાં અમારા એક મિત્રે કરેલી ગમત અમને યાદ આવે છે. કેઈ ડાહ્યા માણસે તેને “ માલતીમાધવ” ના ભાષાંતર વિષે કહ્યું કે ભાષા કઠિન છે તેથી સમજાતું નથી. ત્યારે તેણે ગમે તે એક પ્લેક કાઢી તેના શબ્દેશબદ પેલાને પૂછવા માંડયા, તે એકને પણ શબ્દનો અર્થ તેના જાણવા બહાર ન નીકળે. પછી પૂછ્યું કે આમાં એકે શબ્દ તે અજાણ્યા નથી, ત્યારે શું સમયા તે કહો ? છતાં પેલે ગૃહસ્થ કાંઇજ કહી શક્યો નહિ, અથત અંદરનો વિચાર તેના મનમાં ઉતરે તેમ ન હતા. આવીજ ભૂલ ઘણા, સર્વે કહીએ તાપણુ ચાલે, વાંચનારા ગૂજરાતી પુસ્તકો સંબંધે કરે છે.. | આ વાતને આગળ આણવાની જરૂર એટલાસારૂ જણાઈ છે કે બધા લોકો આજકાલ આપણી ભાષાનેજ સુધારવામાં મંડી પડ્યા છે. તે ભાષામાં જેમ ભારે શબ્દો, ને તરેહવાર ઇબારતે દાખલ થાય તેમ ભાષા સુધરી એમ માને છે. આનું નામ અમે લેશ પણું સુધારો ગણતા નથી. જયારે વિચારો સારા થાય, બુદ્ધિ વધારે ખેડાય, ત્યારે જ અમે તે સુધારે થયે માનીએ છીએ. જ્યાં શુદ્ધ અને ઉચ્ચ પ્રકારના વિચારનું પૂર જેરભેર દોડે છે ત્યાં શબ્દરચનારૂપ પુષ્પપત્રાદિ તો સહજ તણાતાં ચાલે છે. આ ઠેકાણે ફારસી શબ્દ કેમ લખ્યા ને આ ઠેકાણે સંસ્કૃત કેમ લખે એવી આભડછેટથી અમે ડરતા નથી; પણ અમુક વિચાર પદ્ધતિમાં ગેળા પિંડાળા વળતા હોય તેથી અમે બહુ ભય પામિએ છીએ; વિચારાની નિર્માલ્યતા દેખી છેક ખીન્ન થઈ જઈએ છીએ. આજકાલ માપણી ભાષામાં હજારો પુસ્તક નીકળે છે; કવિતા, નાટક, રાગ, રંગ, અનેક બહાર પડે છે. પણ તે બધામાં અમે ઘણે ભાગે ઉપરનીજ ટાપટીપ દેખી દુ:ખી છીએ. સારામાં સારાં ગણાતાં પુસ્તકોમાં પણ ભાષાની ટાપટીપ વિના બિજુ અમે દેખતા નથી ! ઉચ્ચ પ્રકારના વિચારવાળા ગ્રંથે છેક આંગળીએ ગણી શકાય તેટલાજ છે; પણ ભાષાના ભભકાવાળા અનેક છે. એવાથી ભાષા ઉન્નત થઈ મનાતી હોય તો પુલઝાડથીજ જમીન પણ ફલકુપ થઈ મનાય. અમુક વિષયને અનુલ અમુક પ્રકારની શબ્દરચના જોઇએ છીએ એ અમે જરા પણ વિસરી જતા નથી બુધે કાવ્ય ગ્રંથોમાં તે એક એક શબ્દ શક્તિ ઉપરજ બધા ચમત્કારનો આધાર હોય છે; છતાં શ૬માત્રજ કાવ્ય નથી, શબ્દમાત્રજ તરવજ્ઞાન નથી, શબ્દમાત્રજ વિચાર નથી, શબદુમાત્રજ કુશલતા નથી એ તો સિદ્ધજ છે. જે ગ્રંથાનો વિષયજ તત્ત્વજ્ઞાન કે બુદ્ધિ પૂર્વક તકદિ હોય તેમાં તે ભાષઉપર લક્ષજ હોતું નથી તે હોય પણ નહિ. છતાં આપણા વાચકા તેવા ગ્રંથપર પણ ભાષામાત્રમાંજ ગોથાં ખાધાં કરે છે ! અમુક વિચાર કે અમુક કે૯૫નાને રૂચે તેવી ભાષા ઘડાવાની બહુ જ આવશ્યક્તા છે, પણું તે કાંઈ શબ્દો નવા રચવાથી, કે ફારસી સંસ્કૃતનો અદલબદલ કરવાથી સાધવાની નથી, જેમ બને તેમ ઊંચી પ્રતિના વિચારે જેમાં સમાયેલા હોય તેવા ગ્રંથેની વૃદ્ધિ થતાં, જેવી જઇશુ તેવી ભાષા એની મેળે પ્રાપ્ત થઈ રહેશે. વિચાર મુખ્ય છે, ભાષા ગાણું છે. આ વાત વાચકોએ, લેખકોએ, તેમ ટીકાકારે એ Gan ahl Herltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50