આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૃજરાતી ભાષાની ઉન્નતિ, ૬૪૩ પણ બહુ લક્ષમાં રાખવાની છે. સારા લેખકે પણ એમાંજ ઘણી વખત બંધાઈ પડી પોતાના વિચારોને બગાડી નાંખે છે; સારા ટીકાકારે ઘણી વખત કોઈ સારા સારા ગ્રંથોનું ગારવ એકાદ બે શબ્દરચનાને વળગી રહી, અવળું સમજે છે. ત્યારે એજ સિદ્ધ છે કે વિચાર મુખ્ય છે. તે હવે જુઓ કે જેમાં ઊંડા કાવ્યતરંગ કે ગહન તત્ત્વવિવેક સમાયેલા હોય એવા વિચારનાં પુરતકે આપણી ભાષામાં કેટલાં છે ? બહુ ખેદની વાત છે કે તેવાં પુસ્તકે ગણ્યાં ગાંયાં ૫-૧૦ પણ મુશ્કેલીઓ ગણાવી શકાશે. ત્યારે દશ દશ શેર વજનના, કવિતાના ચેપડાથી, કે રાસ અને કથાઓનાં ટાયેલાંથી, દેશને કાંઇજ સંગીન લાભ થવાનો નથી, ઉલટું નુકસાન છે. તે બધાં કેવળ નિરુપયોગી નથી, પણ એવાંનીજ આજકાલ વૃદ્ધિ થઈ રહી છે, તે જોતાં અમારે આ પ્રમાણે લખવાની ફરજ પડે છે. - આપણી ભાષાની વિચારધારા ઉન્નતિ થાય તે માટેનાં સાધન આપણી પાસે થોડાં ઘણાં પણ છે. ગુજરાત વર્નાક્યુલર જેવી સોસાઇટીજ દરવર્ષે ધણુ પૈસા ગ્રંથો રચાવવામાં વાપરે છે; મુંબઈમાં કાર્બસ ફંડ જે ઘણું મોટું છે તે હજુ એમને એમ પડેલું છે. આ બધાં કંડેને જે રીતે ઉપયોગ થવો જોઈએ તે રીતે થાય તો દેશને ખરે લાભ થયા વિના રહે નહિ. અમારા અભિપ્રાય પ્રમાણે આપણી ભાષામાં સારા વિચારવાળાં પુસ્તકોની વૃદ્ધિ કરવાને નીચે મુજબ ઉપાયે જવાની અપેક્ષા છેઃ (૧) સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, અરબી, ફ્રેંચ, જર્મન, ઈત્યાદિ પરભાષાના તરવવિચારના ગ્રંથોનાં અક્ષરશઃ ભાષાન્તર થવાની જરૂર છે. આજકાલ એજ રીવાજ પડી ગયો છે કે અમુક બાબત અમુક ગ્રંથમાં શું છે તે યથાસ્થિત જણાવવું નહિ, પણ તેને ગમે તે રીતે પિતાની મરજી મુજબ સમજી, તે વિષે અભિપ્રાય વાંચનારને આપો ! આમ થવાથી કેવલ ખાટા વિચારો લોકોમાં પ્રવર્તે છે. આનાં ઉદાહરણ અનેક છે, ને જાના સુધારાવાળા તરફથી તે ઘણાં મળી આવશે. માટે જે ગ્રંથ જેવા હોય તેવા ને એવા અક્ષરશઃ ભાષાન્તર થઈ લોકો આગળ આવવા જોઈએ. આ જમાનો એ છે કે તેમાં ખરી યથાર્થ વાત રજુ કરવાની જરૂર છે, તે ઉપર વિચાર બાંધવાનું કામ વાંચનારને સાંપવું વાજબી છે. જેમ આવાં ભાષાન્તરની જરૂર છે, તેમ તેવાં ભાષાન્તરના ગ્રંથ જે કઠિન હોય તો તે ઉપર ટીકા લખાવવાની, તથા પ્રાચીન ગુજરાતી ગ્રંથા જે જરૂરના હોય છતાં કઠિન હોય તે ઉપર પણ ટીકા લખાવરાવવાની તથા એ ભાષાન્તર અને એ મૂલ ગ્રંથાના પાઠ શુદ્ધ કરાવવાની ઘણીજ અપેક્ષા છે. | (૨) તરવજ્ઞાન, શોધ, કાવ્ય, કથા, કેશ ઈત્યાદિ વિષે નવીન ગ્રંથો રચાવવા. (૩) કાઈ વિદ્વાને પિતા તરફથીજ, કેાઈ અગત્યનાં ભાષાન્તર, વાતિક, કે નાજ લેખ, પ્રસિદ્ધ ક્યો હોય, તે તેવા વિદ્વાન પાસેથી તેવા ગ્રંથનું રવામિત્વ ખરીદી લઈ, તે ગ્રંથ ઇતર લેકને કિફાયતે વેચો. આમ થવાની ઘણીજ જરૂર છે. સુધરેલા દેશમાં લખનાર અને વેચનાર જે વેપારી હોય છે તે ધણા વખત પોતાના માલની ખપતમાટે ખાટી થઈ શકે છે, તે એમ પુસ્તકોને થોડી કીંમતે વેચી શકે છે. આપણે અહી તો લખનારને મૂલે દ્રથનીજ અડચણ હોય છે, ત્યાં છપાવવાનો ખર્ચ કરજે કરી તેનું વ્યાજ કયાં સુધી ભરે ? માટે પુસ્તકની કીંમત તેવા લોકે ભારે રાખે છે, તેથી ગરીબ પણ વાંચવાના શોખી લોક લાભ લઈ શકતા નથી. જે કોઈ મંડલી કે ગૃહસ્થ સ્વામિત્વજ ખરીદી લઈ ધીમે ધીમે ગ્રંથ વેચે તે Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50