આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ભાષા, ૬૪ માંની ભાવનાઓને કાઇ કાલે પણ સ્પશાંશું, અને પ્રાચીનતાના આશ્રમમાં પ્રાચીન મહત્તાના પુનઃ ભૈક્તા થઇશું. પારિભાષિક અને શાસ્ત્રીય વિયેની ચર્ચામાં સંસ્કૃત શબ્દ વિના ચાલેજ નહિ, વિષયાનુકૂલ ભાષા થાય જ, એટલે અંશે આ પક્ષમાં પણ સંપૂર્ણ તય છે, તથાપિ છેક દેશાતિ પર્વતની જે ઈમારત સંસ્કૃત શબ્દોજ વાપરવાના પાયા ઉપર ઉઠાવવામાં આવી છે, તેમાં બહુ સાર જણાતો નથી. - “ શિવાજી નહોતા તે સુનત હાત સબટ્ટી’ એવા ભવ્ય બિરુદને પ્રાપ્ત કરનાર વીરમહાત્મા એટલે સુધી દેશાભિમાની હતા કે પોતાની નોકરીમાં રાખવા પૂર્વ પ્રત્યેકની પાસેથી, પોતે રચાયેલા શબ્દકોશાનુસાર રાજકીય પરિભાષાના સંસ્કૃત શબ્દોના જ્ઞાનની અપેક્ષા કરતા. આ વાત સત્ય હશે, અને તેમને એ કેશ અદ્યાપિ વિદ્યમાન છે, જેથી તેની સત્યતાને આ ધાર છે, તથાપિ દેશાભિમાન અને દેશનતિન એજ માર્ગ છે એવું" લેખકોએ સ્વીકારી લેવામાં બહુ તવ સમજાતું નથી. કેવલ ભાષા અને શબ્દો ઉપર આગ્રહ રાખી, તેમને સંસ્કૃતજ કરી નાખવા; શબ્દો સંસ્કૃત પ્રયોજવા, એટલું જ નહિ પણ પ્રયા અને વિભક્તિઓ તથા વાક્યરચના પણ સંસ્કૃતપ્રાય કરવી, ક્રિયાપદે પણ સંસ્કૃત જેવાંને જેવાં વાપરી દેવાં, વિશેષ ણાને પણ વિશેષ્યનાં જાતિ આદિ લગાડવાં, બાધ પામ્યો, તેને સ્થાને “ બેધને પ્રાપ્ત થયે એવું વચન જવું, એ આદિ શબ્દપાંડિત્યથી વિચારશન્યતાજ વ્યક્ત થાય, બીજું કવચિતજ સિદ્ધ થઈ શકે. કારણ વિના કટિન કરી નાખેલી ભાષા વિચારનો વિનિમય કરવે કરાવવે બહુ સમય લે છે; જે વિચારો દર્શાવવાની સામગ્રી તૈયાર છે તેને માટે પણ નવી સામગ્રી થાજવી અને વાચનારને તે નથી શીખીને આવવાની ફરજ પાડવી, એમાં દેશાભિમાન કે દેશોન્નતિના માર્ગ પ્રતીત થઈ શકતો હોય, તો તે અમને તે જણાતો નથી. અમને તો જે તે પ્રકારે વિચારના વિનિમયમાં સર્વ પ્રકારની ઉન્નતિ દીસે છે; કેવલ ભાષાના અભિમાનમાં તો માત્ર સ્વામપ્રશંસા અને મિયા આડંબરનેજ મહિમા જણાય છે. દેશન્નતિ કે આત્મ ન્નતિ, કોઈ પણ પ્રકારની ઉન્નતિ, સિદ્ધ થવાને અર્થે જે વસ્તુ આવશ્યક છે તે ભાવના અને વિચાર છે; તે વિચારનો આકાર જે ભાષા તેને આડંબર તો કેવલ ક્ષુદ્ર જાદુના પ્રયોગ જેવા છે. ગમે તે ભાષામાં દર્શાવે તો પણ આવી જે જે ઉન્નત્તિકારક અને ઉદ્ધારક ભાવનાઓ છે તે સર્વ દેશમાં તેની તેજ છેઃ ત્યાં અમુક શબ્દ યોજવામાંજ ઉન્નતિના માર્ગ કયાં રહ્યા ! કે. વલ વિચારના વિનિમયમાંજ તે માર્ગ છે. વળી, ધર્મમાં જેમ પ્રાકૃત જનોની વૃત્તિની એકાગ્રતાને અર્થે મૂર્તિ આદિના પ્રયોગ છે, તેમ લેખમાં એ સામાન્ય વાચકોને અર્થે શબ્દરચનાની સંભાળ લેવાની આવશ્યકતા છે. પરંતુ મૂર્તિ માત્રજ જેમ ઈષ્ટને સિદ્ધ કરનાર નથી, મૂર્તિ ના ત્યાગ કરીને અમૂર્ત એવી ભાવનાને અનુભવ થવામાંજ સિદ્ધિ છે, તેમ લેખમાં એ શબ્દ અને ભાષાથી ઈષ્ટસિદ્ધિ નથી, તેનો ત્યાગ કરી તે દ્વારા વ્યક્ત થતી ભાવનાના અપરોક્ષમાં ઈષ્ટસિદ્ધિ છે. અને જ્યારે પ્રત્યેક વિચાર સ્વાનુલ ભાષાને સ્વત:જ પોતાની વ્યક્તિને અર્થે લેતો ઉપડે છે, ત્યારે સંસ્કૃતમયી ભાષા કરવાનો આગ્રહ કેવલ પાષાણમયી મૂર્તિને પૂજવામાં કલ્યાણ બતાવવાના માર્ગ કરતાં વધારે સારી કહી શકાતો નથી.' પ્રતિભાના પ્રસાદમાં વિલસતા દેશહિતેવી સુત લેખકોને વર્તમાન સમયે જે વિચારવાનું છે તે આપણું ભાવિ છે. આપણા ભૂતકાલ ઉપર આપણને પ્રેમ અને ભક્તિ હોય એ સ્વા ભાવિક છે, અને સુભાગ્યે તે ભૂતકાલ એ ભવ્ય છે કે જેટલી ભકિત અને શ્રદ્ધા તેના ઉપર Ganah, Heritage Porta પ્રતાન વાની છે આવા નાના ભાગ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50