આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૫ સુદર્શન ગદ્યાવલિ. પ્યા છે, જનહૃદયમાં ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, શર, પરાક્રમ સ્વાર્પણ, આદિ ઉન્નત ભાવ પ્રેર્યા છે, અને એમ પિતાની સાર્થક્તા કરી આપી છે. વેસ્ટેર અને સંસાના લેખથી ઇંચ રાજયવિપ્લવ થયો, ટેમસ પેનના લેખથી અમેરિકામાં પ્રજાસત્તાક સ્થાપાયું, મહાભારત અને ચુ’દના રાસાના શ્રવણથી ક્ષત્રિઓએ આર્યત્વની વિશુદ્ધિને અર્થે રાજ્ય અને પ્રાણુ સુદ્ધાંત હોમી દીધાં, એક એક સાધારણુ ભાટ કે ચારણના દુહાએ રાજયનાં રાજયે ઉંધા ચતાં કરી નાંખ્યાં, અનેક નાના મહાટા લે છે તે તે લેખકનામાં પ્રતિભાએ કરેલા શક્તિના આધાન અને નુસાર નાની મોટી જનસંખ્યાને ઉન્નતિને માર્ગે લઈ જવામાં સહાય થયા થશે, થાય છે. એ સર્વ ઉપરથી એજ ફલિત થાય છે કે વર્તમાન જનસ્થિતિને બાહ્ય કે આંતર એવો કોઈ ઉન્નત માર્ગ દર્શાવવાનું જેમાં સામર્થ નથી તે લેખ વાસ્તવિક રીતે લેખના નામને પાત્ર નથી, ને તે ગ્રંથકાર પિતાને અને વાચનારાના સમય, વિના કારણુ, વ્યર્થ ગુમાવે છે. એમાં સંશય નથી. ગદ્ય અને પદ્યની પ્રવૃત્તિ વચ્ચે આ સ્થાને વિભાગ કરી બતાવવાની આવશ્યક્તા નથી. ઉભયની પ્રવૃત્તિ ત્યારે જ સાર્થક છે કે જ્યારે તેનાથી વર્તમાન જનસ્થિતિને બાહ્ય કે આંતર એવી કોઈ ઉન્નતિના માર્ગ પ્રેરાતા હોય. જે જે ભાવના આલંબનથી મનુષ્ય પશુ કરતાં ભિન્ન છે, તે તે ભાવને ઉર્ષ જેથી સિદ્ધ થતા હોય, મનુષ્ય મનુષ્ય વચ્ચે પણ જે સંકોચ અને ભેદભાવને લઈ અનંત રાગ દ્વેષની પરંપરા પ્રવર્તે છે કે જેથી ક્ષીણ થતી હોય, તેવાં ગદ્યપદ્યાદિ સર્વે અતીવ ઉપયોગી અને કાવ્ય કે ગ્રંથ એ નામને શોભાવનારાં છે. 0 અને કોઈ પણ કાવ્ય કે ગ્રંથ આવા પ્રકારનાં છે કે નથી, તેનું પ્રમાણ સહેજે જડે તેમ છે. લેખમાત્રના અનુબંધનો પ્રથમથી વિચાર કરવો જોઈએ; લેખમાં શે વિષય છે, લેખ, કે શા સંબંથી તેનું પ્રતિપાદન કર્યું છે, એ સમગ્ર આરંભ શા ફલને અર્થ વિસ્તાર્યો છે, અને કોને માટે એ લેખના નિર્ધાર છે. એ વાત તો સર્વથા, આરંભેજ, લક્ષમાં લેવી જોઈએ એ. અમુક ભાષાના વર્ણને આપણે ઓળખતા હોઈએ, તે ભાષામાં વ્યાકરણના દોષ વિનાની વાણી બોલી કે લખી શકીએ, તેટલા માટે એમ સિદ્ધ થતું નથી, કે તે ભાષામાં લખેલા ગ્રંથમાત્ર આપણે સમજી શકીએજ. આપણુ મનનો જેટલો વિકાસ હોય તેટલું આપણે સમજી શકીએ; પચવવાની શક્તિ હોય તેટલું જ પચવી શકીએ; તેથી અધિક વિકાર, કર્યા વિના રહે નહિ, ન્યન ભૂખે મારી દુર્બલ કર્યા વિના રહે નહિ. આપણા અધિકારી વિચારી તે કરતાં કિંચિત અધિક હોય તેવું વાંચન રાખવાથી લાભ થાય છે, મન અને બુદ્ધિ પુષ્ટ થાય છે, આત્માને આનંદ આવે છે. અનુબંધ વિચાર કર્યા છતાં પશુ જે લેખ સંપ્રદાય વિના સમજી શકાતા નથી કે કોઈ વાર અન્યથા સમજાઈ જતાં અનર્થ ઉપજાવે છે, તેવા પારિભાષિક લેખાને કોઈ યોગ્ય ગુરુદ્વારાજ વિલેકવા એ વધારે ઉચિત છે. આમ અનુબંધવિચારપૂર્વક પોતાની જાતે કે ગુરુદ્વારા વિલેાકન કરતાં જે ગદ્ય કે પદ્ય તકાલ યોગ્ય અધિકારીને પિતાની વર્તમાન માનસિક સ્થિતિની પાર ને ઉપાડી શકે તે લેખમાં પ્રતિભાનો પ્રસાદ નથી એ વાત નિઃસંશય છે. આ પ્રકારે કાવ્યની પરીક્ષા કરી આપનાર રસિકાને સહદયો કહે છે; ગદ્યાદિની પરીક્ષા કરી આપનારને વિદ્વાન, પંડિત, આદિ નામથી કહે છે; સહદય કે પંડિતના મનનું રંજન ન કરી શકે તે લેખ એટલાજ માટે નિષ્ફલ ગણાય છે. વિચારનું ગાંભીર્ય, વિચારનું ઉન્નતિકારક વહન, એજ લેખમાત્રની, ઉદ્ગારમાત્રની tage Porta Gandhi Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50