આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શબ્દકોશ, નાના પ્રયત્ન પણ યોગ્ય માર્ગે છે અને ઉપયોગી છે, પરંતુ એ કરતાં સંપૂર્ણ કેશ રચવાની જ પ્રથમ અને ખરી આવશ્યકતા છે. કેળવણી ખાતાનાં પુસ્તકો માટે કોશની ખાસ જરૂર જણાતી નથી, કેમકે તે તે પુરતા શીખવનાર ગુરુ સમીપજ હોય છે, પ્રત્યેક પુસ્તકના અર્થની ચાપડીઓ પુષ્કળ મળે છે, અને કવિ નર્મદાશંકરનો મોટા કાશ વિદ્યમાન છે. વળી કેળવેણી ખાતા એકલા માટે કેશ રચવાથી બહુ ઉપયોગ પણ સિદ્ધ થતો નથી, કારણ કે જેમને કેશની ખાસ જરૂર પડે એવો વાચકવર્ગ તે કેળવણી ખાતામાં ભણનારો વર્ગ નથી, અને જે પુસ્તકો તે વાચકવર્ગના હાથમાં આવે છે તેવાં પુસ્તકોના કેળવણી ખાતામાં પ્રચાર નથી. આમ હોવાથી એકલા કેળવણી ખાતા માટે શબ્દસંગ્રહ તૈયાર કરવામાં અ૯૫ કલને અર્થે બહુ યન કરવા જેવું જણાય છે, અને આવી સમર્થ સભાએ તે સંપૂર્ણ શબ્દદીશને આરંભ કરવામાંજ પોતાના ઉદ્દેશની સાર્થક્તા શોધવી એ વધારે યોગ્ય માર્ગ છે. સોસાઈટી જેવા સમૃદ્ધ બંડલથી પ્રસિદ્ધ થતે સંપૂર્ણ કાશ સર્વને હાથ જઈ શકે તેવા મૂલ્યવાળા જ રહી શકે એટલે કેળવણી ખાતાના તેમ સર્વના ઉપયોગમાં તે આવી શકે એ સ્પષ્ટજ છે. - પરંતુ જ્યારે માત્ર કેળવણી ખાતાના ઉપયોગ જેટલેજ સંગ્રહ તૈયાર કરી તેની જોડણીના નિશ્ચય કરવાના છે ત્યારે આપણે તેટલાજ વિષયનો વિચાર કરીએ. જોડણીના નિશ્ચય થયા પછી ગૃજરાતી વાચનમાળાને પણ એ ધારણે સુધારી લેવામાં આવનાર છે એવું સમજાય છે, શાલામાં શિક્ષણ લેતાં બાલકોને પ્રથમથીજ શુદ્ધ લખવાની ટેવ પડે એ બહુ ઇષ્ટ છે, અને તે અર્થે આ ઉપક્રમ ઘણો અગત્યનો છે. જ્યારે વાચનમાલા રચવામાં આવી ત્યારે બુકકમીટીએ જોડણીના કેટલાક સામાન્ય નિયમે નકકી કરેલા છે, ત્યાર પછી કોઈ કોઈ વિદ્વાનોએ એ પ્રશ્નને નિકાલ કરવા યત્ન કર્યો છે, પણ રા. રા. નરસિંહરામ ભેળાનાથ બી. એ. સી. એસ એઓએ તે વિષયનો એક ગંભીર લેખ પ્રસિદ્ધ કર્યો ત્યારથી એ ચર્ચા વધારે સાકાર થતી ચાલી છે. ગુજરાતી ' માં તે સમયે કેટલાક વાદવિવાદ થયો હતો, અને હવણાં રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બી. એ. એલ એલ. બી. એમણે 'સમાલોચક –માં રા, રા. નરસિંહરાવના નિયમેની પરીક્ષા કરી તે કરતાં વધારે સરલ નિયમો યોજવા પ્રયત્ન કર્યો છે. વડોદરાના ઉત્સાહી મહારાજા શ્રી સયાજીરાવે સ્થાપેલા કલાભવનમાંથી જે “ જ્ઞાનમંજૂષા ' પ્રસિદ્ધ થવા માંડી હતી તેમાં જાડણીના કેવા નિયમો રાખવા એ સંબધે પણ કલાભવનના પ્રિન્સીપલ રા. રા. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર એમ. એ, બી. એસ. સી. એમણે એક લેખ પ્રસિદ્ધ કરેલા છે. કવિ નર્મદાશંકરે પોતાના કેશને માટે અમુક નિયમો સ્વીકાર્યા છે તે તો સુપ્રસિદ્ધ છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. બી. એ. એમને આ વિષયને અભ્યાસ ધણો સૂમ અને સપ્રમાણ છતાં તેમણે અદ્યાપિ એ સંબંધે જોકે કાંઈ લખીને પ્રસિદ્ધિમાં મૂક્યું નથી તથાપિ તેમનું મત પણું જાણવા યોગ્ય થઈ શકે તેવું છે. જેમ બેલાય તેમ લખવું' આ એક પક્ષ આ વિવાદમાં ઉદ્દભવ્યા હતા, હમણાં સેસાઇટી તરફથી પૂછાવવામાં આવ્યું છે તેમાં પણ ગર્ભિત રીતે એ પક્ષને આશ્રય થયેલા લાગે છે. ભાષાની ઉત્પત્તિ અને શબ્દસંજ્ઞાની યોજનાને ક્રમ વિચારતાં એ વાત સહજ સમજાય તેવી છે કે મનુષ્યના મનોભાવ દર્શાવવાનેજ તે બધા સંકેત થયેલા છે, એટલે તે તે સંકેત જેમ બાલાતા હોય તેમજ લખાય તેમાં સં'Bતિત અર્થ બાધવાની સરલતા વધારે રહી શકે, પરંતુ ‘ જેમ બાલવું તેમ લખવું' એ નિયમને અમુક મર્યાદા. હાવી આવશ્યક છે. anahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750