આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવાલ. ગમતના સ્થાન જેવું ધારતાં શીખ્યા છીએ. એમાં હાનિ પણ છે. કવચિત લાભ પણ છે; એકંદરે સાક્ષાત શરીરને કુમાર્ગે ન દોરતાં મનની વાસનાને પિતાની રુચિ અનુસાર આનંદ આપનાર એ એક સાધન છે એમ આપણે માનીએ છીએ. કોઈ વાર પણ શાન્ત, ગંભીર, વિચારથી વિવેક કરી દેતા નથી કે નાટકનો શો ઉપગ છે ને તે ઉપયોગ સિદ્ધ કરવાનાં સાધના યોજવામાં કેટલી જવાબદારી છે. જર્મની જેવા દેશોમાં નાટકનો આ કરતાં બહુ જુદા જ પ્રકારના વિચાર પ્રવર્તે છે. તે લોકો નાટકને મનુષ્યનાં હૃદય તથા બુદ્ધિને નવીન વલન આપવાનું એક ઉત્તમમાં ઉત્તમ સાધન માને છે; ધર્મોપદેશ અને કથા વાતને ઉત્તમ સહાય રૂપ થઈ પડે તેવી ઉપદેશશાલા ગણે છે. પુરાણુની અને પુરાણુક૯૫નાઓની કથા અને આખ્યાનથી જે અસર થતી તેજ જાણે નાટકની રચના અને કલ્પનાથી સર્વ ઈકિયાને વિચાર અને ઉપદેશને ખોરાક પૂરી પાડી પુનઃ ઉપજાવવાનું નવું સાધન હાથ આવ્યું હોય તેમ એ દે.. શના લોક નાટકની મહત્તા માને છે. અને આવું માનાવને લીધે નાટકની રચના તથા ભજવવાની વ્યવસ્થા તે લોકો ઘણા ગંભીર્યપૂર્વક વિચારથી અને ઘણી દીર્ધદષ્ટિથી જતા જાય છે. આપણે પણ નાટકની આવી મહત્તા લક્ષમાં રાખી તેનો ઉદ્ધાર કરવાને અર્થે વધારે ગંભીર, વધારે વિચારવાન થવાનું તથા વધારે ઉંડા ઉતરવાનું શીખવું જોઇએ કે જેથી આ પવિત્ર સાધનના પાપ ભરેલો ઉપયોગ થતો અટકે. અગ9–૧૮૯૬ કાવ્ય. ' (૧૫૭) કવિતા એટલે છંદ; શાસ્ત્રના નિયમાનુસાર ચેલાં અને અનુપ્રાસવાળાં પદ ( દલપતરામ ) અર્થચમત્કૃતિવાળું રસિક ચિત્ર (નર્મદાશંકર,) એવાં અનેક લક્ષણો આપણા ગુજરાતમાંજ થયાં છે. પ્રાચીન સાહિત્યકારોએ જે લક્ષણ કર્યો છે તેની અત્ર ચર્ચા કરવી અપ્રાસંગિક જેવી છે. પરંતુ કાવ્ય શાને કહી શકાય એ વિષય વારંવાર ચર્ચાયેલે છતાં ફરી ફરી ચચેવા જેવા હેવાથી તેના વિષે કાંઈક કહેવાને અવકાશ રહે છે. કાવ્યમાં શું આવવું જોઈએ, કાવ્ય શાને કહેવાય, એ અને એવા પ્રશ્નના રહેવા દેઈ આપણે કાવ્ય શાથી થાય છે ? એ પ્રશ્નનેજ વિલકવા ન કરીએ, તો તેમાંથી કાવ્યના રવરૂપનો આપણને કાંઈક ભાસ થયાવિના રહે નહિ. અને કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરતા જઈએ તો જે ઉત્તમ કાવ્યો છે તેમાં વાપરવાની ભાષાજ કોઈ જીદાં પ્રકારની જણાય છે, જે શબ્દો ઉચ્ચારેલા છે તેમના વાચ્યાર્થ સ્પષ્ટ છતાં તેમાંથી કોઈ બીજે જ અર્થ એ ફલિત થાય છે કે જેને લખી કે કહી બ વાય નહિ, માત્ર હૃદયજ તેને આનંદ અનુભવી શકે. કાવ્યના એક એક શબ્દમાં આવી શક્તિ હોય છે એટલું જ નહિ, પણ એ કાવ્ય જે સમગ્ર કલ્પનાનું અંગ હોય તે ક૯પના પણ આપણને જાણીતા એવા વિષયોની છતાં તે વિષયો પારની છે એમ લાગતાં તેને કોઈ અવાગ્યે આનંદ અનુભવાય છે; અને એ શબ્દો અને એ ક૯૫ના, એ કાવ્યખંડ અને એ સમગ્ર કાવ્ય, એ ઉભયના અંગાંગિભાવમાંથી પરસ્પરને જે પોષણ મળે છે તેની રમણીયતા હ૬૫માત્રજ અનુભવી શકે છે, એ landi tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 22850