આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 મારૂ જીવનચરિત, رد فوق જસ્થાતો હતો. એનું વદન બહુ તેજસ્વી હતું; કપાલ વિશાલ હતું અને નાક બહુ બુદ્ધિમત્તાનું સૂચન કરે તેવું તેલની ધાર જેવું હોઈ લાંબી અને પહોળી આંખેાના પ્રકાશમાં બહુ સુંદર લાગતું હતું. એની આકૃતિ જોતાંજ એના ભાગ્યશાલીપણાનું અનુમાન થઈ શકે એવું હતું. બાલક છતાં પણ એની પ્રકૃતિમાં બાલકને જોઈએ તેવી ચેષ્ટા દીઠામાં આવતી ન હતી; બાલકો ને સમજી શકે તેવી ઘણી વાતો એ સમજતા હતા, અને સમજીને તેને સાર લઈ શકે તેવા વિવેક પણ પ્રસંગે પ્રસંગે દશૉવો. આવી ચમત્કારીક બુદ્ધિવાળાં આઠ નવ વર્ષનાં બાળકો માટે એમ ધારવામાં આવે છે કે તે લાંબુ આયુષુ, ભોગવી શકતાં નથી; હરસુખરાય અને કમળાલક્ષ્મી પણ એવી લેકવાતો સાંભળી, જાણી, ને કવચિત ઉસુક બની જતાં; પણ જે મહાત્માની પ્રસાદી એ પુત્ર હતા તેનું સ્મરણ થતાં તેમની ચિંતા દૂર થતી. e આ સમયે પ્રમાદપુરથી પાંચ ગાઉ ઉપર આવેલા આનંદ નગરમાં જ્યાં સરકારની છા વણી હતી ત્યાં એક અગરેજી નિશાળ ચાલતી હતી અને ત્યાં મેટ્રિકયુલેશન સુધી અભ્યાસ કરાવવામાં આવતા હતા. અમેદપુરમાં ગુજરાતી નીશાળ, સરકારની ભલામણ ઉપરથી હરસુખરાયે નવાબ પાસે કઢાવી હતી પશુ લેકે હજી તેનો લાભ લે તેવી સમજણુવાળા નહિ તેથી ગામડી મહેતાજીની નીશાળે છોકરાંને મોકલવાં એ વાતને વધારે પસંદ કરતા. હરસુખરાયે પહેલ કરીને પોતાના દીકરા રામનાથ તથા હરિશંકરને આ ગૂજરાતી નીશાળે બેસાર્યા હતા. ત્યાં એ છોકરા ત્રીજી ચાથી ચોપડી ભણુતા હતા, અને આનંદપુરની અંગરેજી નીશાળમાં જવાની વાત વારંવાર સાંભળતા હતા. . - “ પિતાજી ! ” રામનાથે એક દિવસ વાળુ કર્યા પછી હરસુખરાયને કહ્યું “ મને આ• ? નંદ નગર મોકલે તો કેવું સારું !” 7 “ કેમ રામનાથ ” હરસુખરાયે કહ્યું “ તને નગર જવાની મરજી શાથી થઈ છે ?” મારી સાથેના કેટલાક છોકરા અંગરેજી ભણવા માટે નગર જવાના છે, અને મને પણુ અગરેજી ભણુવાની મરજી થાય છે. જુઓને, એ બોલી કેવી સરસ છે, એવું બોલતાં. આવડે તો સાહેબને સમજાવી શકાય. ” | હરસુખરાય જરાક હસ્યા, અને કમલાલમી તરફ જોઈ કહેવા લાગ્યા કે “ રામનાથ પશુ સાહેબને સમજાવવાના વિચાર કરતા જણાય છે. ” કમલાલમીને સંતોષ થયા કે દીકરા એના બાપનું નામ રાખશે, તેથી તેણે જરાક સ્મિત કરી રામનાથને કહ્યું “ ઠીક ભાઈ ! તારે મંગરેજી ભણવું હશે તે આપણો માસ્તર રાખીશું.” | “ ના માતાજી ! મારે તે મારા સંબતીઓ સાથે આનંદનગર જવું છે, નીશાળના’ જેવું ઘેર ભણુતુ' નથી. અમે ગુજરાતી નીશાળે ગયા ત્યાર પછી જુઓને શાસ્ત્રીબાવા અને મુનશીજી કહે છે તે કરતાં કેટલું બધું શીખ્યા ? ” - ૬ અંગરેજી ભણવાથી છોકરાં વહી જાય અને મ્લેચ્છ થઈ જાય એવા ભાવ હરસુખરાયના " મનમાં હતા, તથાપિ હવેના સમય અંગરેજી ભણતર વિના બહુ કઠિન પડશે એમ પશુ સમજતા હતા, એટલે એનું વલન અંગરેજી નિશાળે રામનાથને મોકલવાની તરફેણમાં હતું. ' કમલાલમીને છોકરાને નજર આગળથી દૂર કરવાની મરજી ન હતી; તે પશુ હરિશંકરને ઘર માગળ રાખી રામનાથને જવા દેવા એવા નિશ્ચય ઉપર તેજ રાતે હસુખરાય અને ' કમલાલક્ષ્મી આધ્યા.-- Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17/50