આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ७२८ સુદર્શન ઘાવલ, રામનાથને આનંદપુર મેકલ્યા ત્યારે ગોપીનાથ ઉપર હરસુખરાયે ભલામણ લખી હતી ખરી, પણુ ગોપીનાથના સુધારામાં રામનાથ ઘસડાઈ ન જાય તે માટેજ શિવલીને પાછળથી રામનાથની સાથે રહેવા મોકલવી પડી હતી. રામનાથના આવ્યા પછી સુંદરલાલ અને રામનાથ. તથા શિવલ૯મી અને સરસ્વતીના સ્નેહે કરીને બંનેને કુટુંબનો કાંઇક સંબંધ થતો ચાલતા હતા. કરમચંદ પારેખ આ બધું જાણતા હતા. જ્યાં બેસે ઉંઠે ત્યાં ગોપીનાથનાં વખાણું અને હરસુખરાયની નિંદા કરતા હતા. નિંદા કરવામાં પણ એવી વાણીઆગત ૨:ખતો હતો કે પોતે હૃષથી નિંદા કરે છે એમ સમજાય નહિ ધીમે ધીમે કરમચંદના ઉપર ગોપીનાથને દયા આવવા માંડી હતી, હરસુખરાય જેવા લુચ્ચા કારભારીએ આ ગરીબ વાણી અને ખરાબ કર્યો એમ ગોપીનાથનું મન જે વિચારમાં વળવાને તત્પર થઈ રહેલું હતું તેમાંજ વળી ગયું. પાલીટીકલ એજંટ આગળ પણ ગોપીનાથ કોઈ વાર દેશી કારભારીઓના અવગુણુ ગ@ાવતા અને પ્રસંગે હરસુખરાયનું દાન્ત આપવા ચૂકતા નહિ. વકીલના ધંધાની યુક્તિ પ્ર. માણે પોતાના કહેવાને નિષ્પક્ષપાત ન્યાય અને ગરીબ રૈયતના ઉપર રહેમ રખાવવાની ઉ. દારતાનો સાર આપ આપી શકતા. સાહેબ લોકો આ દેશના રીત રીવાજથી અદ્યાપિ જોઈએ તેવા વાકેફ થયા નથી તે શરૂ અમલમાં તો કયાંથીજ હોય, એટલે શિરસ્તેદારના દરવવા પ્રમાણે દેરાય એમાં નવાઈ નથી. તેમ હવણાં આણંદપુરના થાણામાં જે એજટ રહેતો હતા તે તે કેવલ પ્રમાદી અને સ્વછંદી હતો. સરકારનાં ખાસ લાભહાનિ જેમાં ન હોય તે. વા કોઈ પ્રસંગને વધારે છ ગુવાની દરકાર રાખતો નહિ, અને મુરારજી જે લખી લાવે તે ઉ. પર સહી કરી આપતા. મુરારજી પણ સહી કઈક કરે ને લાંચ પોતે ખાય એવા નિર્ભય સ્વાર્થ સાધવાના ધરણને અનુસરી ખવાય તેટલી લાંચ ખાતો, અને જેને જે ઈનસાફ કરાવવા હોય તે કરાવી આપતા. કરમચંદ પારેખે આ શિરસ્તેદારનું ખાતું રાખ્યું હતું. રૂપીઆ જમા માંડે અને વખતે જમા કરતાં બમણા ચારગણા પણ ઉધાર આપે, વ્યાજ લે નહિ, અને એમ મુરારજીની મહેરબાની મેળવે. ધીમે ધીમે મુરારજી જે જે લાંચ વગેરે લે તેની ભાંજગડજ કરમચંદની મારફત થવા લાગી એટલે કરમચંદને મુરારજીની મહેરબાની મળવા ઉપરાંત પોતાને જે વ્યાજ વટતરની ખેપટ જાય તેને પણ બદલે મળવા માંડશે. મુરારજી મ. હોટી મોટી વાતો કરવામાં, અન્યાય અને પક્ષપાતને ન્યાય અને નિષ્પક્ષપાતનું રૂપ આપવામાં, સુધારાની વાતોમાં, સભાઓમાં, અને સાહેબ જેથી રાજી થાય તેવી બધી વાતોમાં કુશલ હતો; ગોપીનાથ જાતે છટા વિચારો માણસ હોવાથી, બહુ ઉંડી તજવીજ કરતો નહિ, એટલે મુરારજીને પોતાને મિત્ર માનતા, અને પોતાના ઘરમાં એનાથી કાંઈ છાનું રાખતા નહિઃ લકે અનેક પ્રકારની તે વિષે વાત કરતા. a અત્યારે ગોપીનાથ મહાટી આપત્તિમાં દબાઈ ગયો છે, હરસુખરાય એને મળીને સાંત્વના કરવાની પોતાની ફરજ સમજી આનંદપુર આવ્યા છે. રામનાથ અને શિવલમી તે ગોપીનાઅને ઘેરજ સરસ્વતીની સારવારને માટે રહે છે, પણ પિતાને આવવા જાણી શિવલક્ષ્મી ઘેર આવીને રહી છે, અને રામનાથ એક વાર પિતાને મળી ગયા પછી ગોપીનાથનું ઘર છોડી શકતો નથી. આવી સ્થિતિને અવસરે કરમચંદ અને મુરારજીએ સાહેબના મનમાં એટલે સુધી વાત ઉતારી દીધી છે કે હરસુખરાય ગોપીનાથને મળવાનું બહાનું કાઢીને, ગોપીનાથ જેવા કાબેલ વકીલને, પેલા કાગળના સંબંધમાં, સરકારની સામે લડવા સારુ રાખી લેવાને આવેલા anahi Tertade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50