આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઉઠેર સુદર્શન ગદ્યાવલિ, સંકોચાવા લાગ્યા, ગાલે ખાડા પડવા લાગ્યા, અને છાતી વધારે જોરથી ધડકવા લાગી;આંખમાંથી અશ્રુનાં બે ટીપાં પડયાં. સંસારમાં, મન ઉપર સંસારના કશા પણ ભાર ન લાગતાં જેના રક્ષણને લીધે પોતે સ્વતંત્ર વિહરે તેના અભાવે પોતાને અટલે બધા ભાર વેઠવો પડતો હતો તે માટેનું આ અશ્રુબિંદુ ન હતું. રામનાથના હૃદયનું બલ અગાધ હતું, એની સહનશક્તિ અને કાર્યદક્ષતા બહુ ઉડી અને વિશાલ હતી, એની બુદ્ધિ વિવેકવતી અને તીવ્ર હતી. પણ આ સમયે પિતાજી વિદ્યમાન હોય, પોતે વારંવાર જે ઈચ્છા દર્શાવતા તે અનુસાર ચતુર્થાશ્રમમાં વિરાજી પોતાના આભારૂપ રામનાથને કાર્યને ભાર વહેતો દેખતા હાય, તે તેમના મનને કે સંતોષ થાય; આનંદપુરમાં તે રાત્રીએ કહેલા અતિ મામિક ઉપદેશથી જણાઈ આવતી તેમના હૃદયની પુત્રના ભવિષ્ય માટેની કેટલી કેટલી ચિંતા શાન્ત થાય. આવા વિચારોમાં રામનાથે પિતૃભક્તિની શ્રદ્ધાંજલિમાં અ! એક અશ્રુબિંદુ પાડયું. પણ એ પડતાંજ પોતે સાવધાન થઈ ગયો, હવે શું કર્તવ્ય છે, એ પિતાના નામને નિષ્કલંક રાખી અધિક ઉદ્દીપ્ત કરવા પોતે શું આદરવાનું છે તે વિષયના વિચારમાં સ્વાભાવિક રીતે જ ઉતરી ગયે. આમ રામનાથ અનેક તરંગોમાં અફળાતો વિચારયરત થઈ સ્તબ્ધ બનીને પડ્યા છે, તેવામાં ધીમેથી મેડીનું બારણું ઉઘડયું અને કાઈ . અંદર આવ્યું. રામનાથે તે જાણ્યું નહિ. સરસ્વતી આવીને ગાદીની નીચે છેક પાસે બેડી ત્યારે રામનાથે તેને દીડી, અને અંતરના વિચારોને પડતા મુકી રામનાથે તેના સામું જરાક મેં મલકાવ્યું. a “ આટલા બધા હર્ષને પ્રસંગે પશુ તમે આટલું જ ખુશી થઈ શકે છે ? અંતરમાં એવી તે શી પીડા ભરી છે કે આમ એકાંતમાં તેને લઈને બેસી રહેવું પડે છે ? ” ! - “ તું તેને સમજી શકવાની નથી; સરસ્વતિ ! પુરુધાને સંસારમાં જે સહન કરવાનું, ઉ• પાડવાનું, વહેવાનું, પોતાના ખરા વિચારોને પશુ વખતે મારી નાખવાનું, દુઃખ વેઠવું પડે છે તેના વિચાર સ્ત્રીઓને આવી ન શકે.” હજી કારભાર તો આજજ મળે, એટલામાં આટલે બધે શે ભાર આવી ગયો.” તારી દૃષ્ટિએ એ કારભાર આજ મળે એ વાત ખરી છે. પણ મારા કુલના વહીવટ પ્રમાણે મને તે એ કારભાર હુ અવતર્યો ત્યારથી જ મળે છે; એટલે સમજણ આવી ત્યારથી પિતાજીએ મને અનેક રીતે એ કામ માટે તૈયાર કર્યો છે. આજે તેમના ઉપદેશ અને તેમની મૂર્તિના ઉત્તેજન વિના હુ એકલે એ ભાર ઉઠાવીશ એજ મને મોટા વિચારની વાત થઈ પડી છે. ” ૮ એમાં શાને વિચાર કરવાનું છે ? તમારા બે ભાઈ તમારા સહાય છે, વૃદ્ધમાં મારા પિતા વિદ્યમાન છે, અને ઘરમાં તમારાં માતુશ્રી પ્રાચીન વૃત્તથી સર્વ રીતે માહીતગાર છે; અને વળી એ ઉપરાંત એ બધા ભાર હલકા કરી આપનાર, તમારાં સુખ દુ:ખમાં ભાગ કરી ! તમારે બધા થાક ઉતારનારને યોગ થ પણ હવે સમીપ છે. ” | રામનાથને તુરત પોતાના લગ્નને દિવસ સ્મરણમાં આવ્યા; પિતાને સ્વર્ગવાસ થ વાથી જે લગ્નને મુલતવી રાખવું પડયું હતું કે, કન્યાને કન્યાકાલ સમીપ હોવાથી, ર. તજ કરવું પાડવાનું છે એ વાત રામનાથને રફુરી આવી અને પિતાના સસરા નારાયણુમ. sanahi Heri Ilda 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yelt olulal 32/50