આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ભારતમાતૈડ પંડિત ગલાલાજી, ભારતમાતંડ પંડિત ગલાલાજી, . ભારતમાતડ વેદાંતભટ્ટાચાર્ય શીઘ્રકવિ પંડિત શ્રી ગલીલા ઘનશ્યામજીને ભાવનગરમાં દેહોત્સર્ગ થયાના સમાચારથી ભારત વર્ગના એક છેડાથી બીજા છેડા સુધી કોઈ પણ દેશહિ તષો, વિદ્યાવિલાસી, શાસ્ત્રાનુરાગી સુજનનું હૃદય દુગ્ધ થયા વિના રહ્યું નહિ હોય. બાલ્યથીજ પ્રજ્ઞાચક્ષુ થયેલા આ મહામાએ પોતાના પિતા પાસેથી એવું સારું પાંડિત્ય પ્રાપ્ત કર્યું હતું કે છએ શાસ્ત્રના વિષયે, તેમજ વેદ, રકૃતિ, પુરાણ, ધર્મશાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર, વ્યાકરણુ, જ્યોતિષ, આદિ વિદ્યાઓના વિષયોમાં પણ તેમના નિર્ણય ઉપર ઘણા ગંભીર પ્રશ્નોના નીકાલ સમર્થ પંડિતો તરફથી પણ સોંપવામાં આવતા. આવી સર્વદેશી વિદ્રત્તાની સાથે તલસ્પશિતા, મર્મજ્ઞતા અને ગ્રહણ કરવા કરાવવાની શક્તિનો યોગ મનુષ્યમાં હોય એ એક ઈશ્વરી ચમત્કાર જેવાજ ગણાય, તેમાં પણ અવધાનશક્તિ અને શીદ્યકાવ્યની અતિ વિકટ કટીમાંથી પણુ દ્વાણુ વારમાં પાર પડવાની કુશલતા જોતાં પંડિતજીને કેાઈ અવતારી પુષ્પ માનવાનીજ વૃત્તિ થઈ આવતી. આટલા બુદ્ધિવૈભવ સાથે હૃદય એવું સરલ, સુરસ નમ્ર અને વિનીત હતું કે અભિમાનના લેશ વિના તે સર્વદા સર્વને સુલભ, સુગમ, અને અનુકુલ હતા. વૈષ્ણવધર્મના તેઓ સમર્થ પોષક હતા, ગોસ્વામી શ્રીદેવકીનંદનાચાર્યની સાથે રહી એ ધર્મ ના સ્વરૂપમાં જે આધુનિક વિકૃતિઓ થઈ છે તે દૂર કરવા તેમને ભગીરથ પ્રયત્ન હતા, તેમના પછી એ ધર્મની ધુરાનું વહન કોણ કરશે એ સંશયામક છે. ધર્મ કર્મના વિષયમાં ધણા આગ્રહી, આચારવાન એવા આ પંડિતે ઘણાક શિષ્યો તૈયાર કરેલા છે, એ શિષ્ય તથા એક અતિ કોમલ બાલકને શેકસાગરમાં રવડતાં મૂકી પતે સ્વરૂપમાં સમાઈ ગયા છે. દાંપત્ય પ્રેમ અને સતીત્વને મહિમા કલિકાલમાં પણ જાણે પ્રત્યક્ષ દશવી મરણમાંથી પણ ઉપદેશ આપતાં હોય તેમ તેમનાં ધર્મપત્ની પણ તેમના પછી થોડા જ દિવસમાં ચાલ્યાં ગયાં છે. ભારતવર્ષની અવદશાને સમયે આવાં નરરત્નોને અસ્ત અતીવ ખેદકારાક, હૃદયદ્રારક, શાકેદ્ગાર, કરાવે છે. એવાં અન્ય રનો એમના નામસ્મરણથી ઉદ્ભવી આવે એ આશામાં તે શાકની સાંત્વનાનો વ્યર્થપ્રાય પ્રયત્ન રાખી વિરમીએ છીએ. ડીસેમ્બર-૧૮૯૭ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. આઇ. છે, ગૂજરાતમાં કાવ્યો અને વાચનનો પરિચય કરાવનાર, બાળકથી વૃદ્ધ પયંત સર્વને વાચનમાલામાંનાં પિતાનાં કાવ્યથી પ્રિય, સુધારાના સમયમાં સુધારાનો ઉપદેશ કરવામાં અતુ. લ શ્રમ ઉઠાવનાર, ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની અને શાળાઓ, પુસ્તકાલય, આદિની સ્થાપના અને વૃદ્ધિ કરાવવામાં તેમજ ગુજરાતી ભાષાની ઉન્નતિ માટે સર્વ રીતે પોતાના સમયને ભેગ આપવામાં કૃતાર્થતા માનનાર, અલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબને રાસમા. લામાં સહાય થનાર, સરકારે પણ જેની કવીશ્વરરૂપે પીછાન કરેલી એ પ્રતિષ્ઠાવાન, નીતિ અને કાવ્યના નિરંતર સંબંધ સાચવનાર આ નર શ્રી સ્વામીનારાયણના વડતાલ ક્ષેત્રમાં પરલેકગમન કરી ગયાના સમાચાર જાણી આખી ગુજરાતી પ્રજા સાથે અમે પણ અત્યંત શાકમરત છીએ. તેમના જેવી સર્વમાન્ય કાવ્યશક્તિ, સર્વત્ર માર્ગ કરવાની આદ્રતા, પ્રત્યેક andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50