આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 યં થાવલોકન, - ૬-દેશી નામને ભેમી:--દેશી રીતે જે લેવડદેવડના હીસાબ રખાય છે તથા તે બાબતના ચોપડા બનાવવા પડે છે તેની તથા વ્યાજ સવાયું, હુંડી વગેરેની ઘણી બારીક સમજ આ પુસ્તકમાં સારી રીતે આપી છે. દેશી હીસાબ ત્રીજા ભાગને બદલે આ પુસ્તકે સરકાર પોતાના સ્કુલ ખાતામાં દાખલ કરે તે ઘણું ઉપયોગી થઈ પડે. જાનેવારી–૧૮૮૬. ૭ વૈષ્ણવ ગુરૂ ધર્મ કર્મ:- આ લઘુ પુસ્તક સર્વ વૈષ્ણવભક્ત જનોને વાંચવા યોગ્ય છે, કેમકે એથી કરી તેમના આચાર્યેજ કહેલાં ખરાં રહસ્ય તેમના સમજવામાં આવશે. ધર્મને બહાને જે ઠગાઈ લુચ્ચાઈ અને ટુંકામાં કહીએ તો અધર્મ ચાલે છે તેનું રૂપ યથાર્થ રીતે સમજાઈ ધર્મ કોને કહે તે જણાઈ આવશે. અસલના મધ્વ નિંબાકાદિક સંપ્રદાયનું દહન કરી વેદ શાસ્ત્રાને આધારે શ્રી વલ્લભાચાર્યજીએ આજ થોડાંએક વર્ષ થયાં વૈષ્ણવસંપ્રદાય પ્રવર્તાવે છે. વેદનો સિદ્ધાન્ત તો એક જ છે, અદ્રિતીય પરબ્રહ્મ સિવાય બીજું કાંઈ સત્ય નથી અને જગતનો પ્રપંચ માયારૂપ મિયા છે પરંતુ આ સિદ્ધાન્ત સમજવામાં જુદા જુદા મત પડવાથી કેવલાદૈત, વિશિષ્ટાદંત, શુદ્ધાદંત, દૈતાદ્વૈત વગેરે વિભાગ પડી ગયેલા છે. કેવલાદૈત એ શંકારાચાર્યનું મત છે અને શુદ્ધાદ્વૈત એ વલ્લભાચાર્યનું છે...એકને જ્ઞાનયોગ માન્ય છે બીજાને ભક્તિયોગ કર્તવ્ય છે. આ બે સંપ્રદાય વચ્ચે મર્મ પ્રવર્તકાના દુરાગ્રહથી કરીને એટલે બધો વિરોધ વ્યાપી ગયો છે કે આજ ખરા વૈષ્ણવ કહેવરાવનારા લોકતા “ શિવ ” એવું રછને કપડું સીવવા આપતાં પણ કહેતા નથી ! આ કેવલ દુરાગ્રહ અને ઘણાજ નિન્જ અભિમાનનું લક્ષણ છે. જે જેના અધિકાર તેવું તેને જ્ઞાન થાય છે. બીજી ચોપડી ભણતા બાલકને એકદમ રસાયણ શાસ્ત્રના સિદ્ધાન્ત સમજાવી શકાશે નહિ; એટલું જ નહિ પણ કોઈ ગણિત શાસ્ત્રમાંજ કુશલ થાય તે કાઈ ખગોળ શાસ્ત્રમાં થાય છે પણ બન્ને જણા જ્ઞાન એમ એકજ વસ્તુ તે ઉપાસે છે. આમ વિચારતાં જેને જેવા અધિકાર છે તેને તે ધર્મ અનુકલ પડે છે બાકી સર્વ ધર્મ પરમ દૃષ્ટિમાં એકજ છે. આ વાત ભુલી જઇને તુલસી માલા અને ઉર્થ પુડ ધારણું ને કરતા નરકે જવાય અને જે બ્રાહ્મણ રૂદ્રાક્ષ કે ત્રિપુંડ્ર ધારે તેનું માં ન જોવાય એમ જે દુરાગ્રહ થાય છે તે કેવલ વગર સમજણથી અને ટૂંકા વિચારથીજ બને છે વ:પર્યg: એકજ દેવ (તેજોમય બ્રહ્મ ) ભૂતમાત્રને વિષે વ્યાપી રહેલે છે, - સવિનમrt: વેરાવકાસનદઋતિ ગમે તે દેવને કરેલા નમસ્કાર પણ શ્રીકૃષ્ણપરમાત્માનેજ પાહોચે છે, ચે તનમ:ચાર જેજે જેના ઉપર ભક્તિ રાખી અને શ્રદ્ધાથી તેને ભજે છે, તેને હું (પરમેશ્વર ) તેતે વસ્તુ ઉપર અચલ શ્રદ્ધા બેસારી આપું છું કે તેથી તેને મોક્ષ થાય વગેરે શ્રુતિ, સ્મૃતિ, પુરાણુનાં વાક્ય આવા ધમધ લેક ભુલી જાય છે એમ અમારે કહેવું પડે છે. - જે પુસ્તકનું આપણે વિવેચન કરીએ છીએ તેમાં આ વિષયની વાત ઝાઝી આવતી નથી, પરંતુ ગુરૂના ધર્મનું' જે વિવેચન કરેલું છે તેમાં વૈષ્ણવ ગુરૂના ધર્મ જણાવતાં તે ધ. ૬-રચનાર જાદવજી માવજી તાલુકા સ્કુલ માસ્તર પ્રત્યેકની કીમત ૦-૧૨-૦ ૭–પ્રસિદ્ધ કતો રા. રામદાસ કાશીદાસ-સુખસાધકના કતો કીમત ૦-૬-૧ Ganan Heritage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50