આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગોઘાવલિ, ૨૬-શ્રી સંદર્યલહરી-પ્રસિદ્ધ શકરાચાર્યના આ લધુ ગ્રંથનું આ ભાષાન્તર છે, ભાષાન્તર કરનારને શંકરસિધ્ધાન્ત ઠીક સમજાય જણાય છે, તેથી તેનું ભાષાન્તર ધણી ઉત્તમ પંક્તિનું બન્યું છે. અમારી સમજ પ્રમાણે અમને એમ લાગે છે કે આ ગ્રંથમાં મૂલ લખનારે માયા અને બ્રહ્મનું’ એકવ પરિણામે પ્રતિપાદન કરવાના હેતુથી માયામય સૃષ્ટિ વર્ણવી છે. ને પ્લેાક ૧૦૨ માં તેને કાંઈક ભાસ પણ થાય છે ખરે. અધિકારી ન હોય તેને કોઈ પણ શાસ્ત્ર ગમે તે માર્ગે સમજાઈ જાય છે, ને તેમાં પણ બીજે રસ્તે લઈ શકાય તેવાને પણ ખરે રસ્તે ખેંચવું એ તો ઉત્તમ અધિકારી વિના બનતું જ નથી. આમ હોવાથીજ આ ગ્રંથ ને કોઈએ કારણુ આપ્યાવિના વામમાર્ગને માની તે શંકરની કૃતિજ નથી એમ લખ્યું છે તે અમને સપ્રમાણુ નથી લાગતું. ભાષાન્તર કતએ ટીકાકારોને ન અડકવાનું કહી જે કવિતા મુકી છે તેને પણ અમે તો અડકીશું કેમકે તે કાવ્ય રસિક, ભાવવાળું અને મામિક છે. ' ર૭-શ્રીઘજીવન:વૈદ્યકવિ લિંબરાજે પોતાની અર્ધાગનાને વૈદ્યકની કેટલીક મુખ્ય બાબત મૃદુભાષાથી અને બને ત્યાં ત્યાં શુંગારમય અર્થ પણ શ્લેષથી થાય એવી યુક્તિથી મૂલસંસ્કૃતમાં સમજાવેલી છે. આ ગ્રંથનું ભાષાંતર ઘણું સારું થયેલું છે. અથૉત મૂલનામાંના àષ વગેરે યથાર્થ રીતે શુદ્ધ ભાષાથી પદ્યમાં ઉતાર્યા છે. ભાષાંતર કર્તાને આ વિષયનું કાંઈ જ્ઞાન પણ જણાય છે, કેમકે તેમણે વૈદ્યકના વિષયને સંબંધે ઘણા ખુલાસા તથા સમજુતી આપી આ ગ્રંથ વાંચનારને ઉપયોગી કરવામાં ઘણી મહેનત લીધી જણાય છે. આ વિષય અમને કેવળ અપરિચિત હોવાથી આપેલી સમજુતવિષે તથા ઓષધી વગેરેનાં નામના ગુ. જરાતી પયય સંબંધે અમે કાંઇ અભિપ્રાય જણાવી શકતા નથી.' માર્ચ-૧૮૮૭ ૨૮-શ્રી કચ્છભૂપતિ પ્રવાસંવર્ણન:-કચ્છના મહારાઓશ્રી ખેંગારજીની સાથે કરછથી મુંબઈ થઈ મહાબળેશ્વર પર્યત કરેલા પ્રવાસમાં જોયેલી સૃષ્ટિલીલાનું વર્ણન આ ગ્રન્થ માં સમાવવામાં આવેલું છે. સૃષ્ટિની લીલા સર્વના દીઠામાં નિરંતર આવેજ છે, પણ તેથી સર્વને એકસરખી અસર થતી નથી. જેવો જેના મનનો સ્વાભાવિક કે કૃત્રિમ સંસ્કાર, તેવી તેના મનમાં, નજરે ચઢેલા પદાર્થની ગણના. પણ કવિનું કામ સાધારણ માણસથી વિલક્ષણ છે. જેમાં સાધારણ માણસને જેવા યોગ્ય કાંઈ નથી જણાતું તેમાં પણ કવિને કાંઈ અવર્ય ખુબી માલુમ પડે છે, ને જેથી તે પોતાના મનમાં ઉતરે છે તેવી ને તેવી તે સામાના મનમાં ઉતારીપતાને મળ્યા હોય તેવો જ આનંદ સહૃદયના હૃદયમાં ઉપજાવે છે. કવિઓના આ વા સ્વભાવમાંથીજ એ નિયમ પણ ફલિત થાય છે કે કવિતા કાવ્યમાં સાધારણ માણસને ચમત્કાર ન લાગે એવાં વર્ણન કવિત્વ દર્શાવનારાં નથી એટલું જ નહિ, પણ લખનારને કવિપદે પણ પમાડતાં નથી. કેવળ પૂર્વાપર સંબંધ માટે બે ચાર શુષ્ક ચરણુ લખવાં પડે તો તે ક્ષન્તવ્યું છે, પણ લાંબા વન તેવાંને તેવાં ચાલ્યાં જાય તો તેમાં અમે તે કોઈપણ જાતનું' કવિત્વ જોઈ કે સમજી શકતા નથી. આ વાત ઉપર પ્રકૃત ગ્રંથ સંબંધે ફરીથી લખીશું. કવિની શક્તિની કટીના જેમ આવા સામાન્ય નિયમ છે તેમ કાવ્યના લક્ષણના પણ. છે. જેમાં રસમય ચમકૃતિ હોય તે કાવ્ય ગણાય છે. પ્રવાસવર્ણન જેવા વિષયોમાં આઠમાંના ૬ --રા. રા. બાળાશંકર ઉલ્લાસરામ કંથારીયા. ૨૭–-ભાષાન્તર કર્તા રા. પ્રાણલાલ બળદેવજી-સુરત. ૨૮-રચનાર રા. રા. શિવલાલ ધનેશ્વર. કીમત રે. ૧-૮-૦ | GandhiHeritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50