આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૮૦૭ અમુક રસ કહી શકાતું નથી, છતાં તેને કાવ્યમાં ગણવામાં નથી આવતું’ એમ નથી. આવાં વ. ર્ણનમાં રસ મુખ્ય ન હોવાથી વાંચનારને ઘણાં રૂચિકર નથી થઈ પડતાં, બીજું પણુ વાંચના રની અરૂચિ વધારનારૂં' એક કારણ છે, આવાં વર્ણન કઈ વસ્તુનું ઉદ્ધાટન કરતાં નથી. કે તેમાં વાર્તાના પૂવોપર સંબંધવડે વાંચનારના મનને પુરતક પૂરૂં” થતા સુધી ઉત્સાહ કે આશ્ચર્યમાં રાખી શકાય. આમ છે ત્યારે વાંચનાર હાથમાંથી મુકે નહિ એવી રીતે આવા વિષયનું વર્ણન કરવું એ ધણુ વિકટ કામ છે, અને વિદ્વાનો એમ માને છે કે કાવ્યરચનાના કૃત્રિમ નિયમે ભણેલા કવિમાં ખપતા માણસે કરતાં, જેના હૃદયને ખરી લાગણી થઈ દશ્ય પદાર્થ ની લીલા સાથે એકતા જેનાથી થતી હોય તેવા ખરા કવિનું એ કામ છે. આનું કારણ સ્પષ્ટજ છે, જેનાર કવિને જેવું લાગે તેવું સામાના મનમાં લગાડવું એ પ્રથમ પતાને પાકી લાગણી થયા વિના હજારો અલંકાર કે શબ્દ ચતુરાઈથી કદાપિ બને તેવું કામ નથી. સૃષ્ટિલીલાનું વર્ણન કરવામાં કવિની વ્યંજનાનો ઉપયોગ કરવાની શક્તિ બહુ કામ આવે છે, ને સાહિત્ય સમજનારાને અનુભવ હશે કે એ વ્યંજનાશક્તિ અભ્યાસ કરવાથી આવતી નથી. પણ ધણે અંશે સ્વાભાવિક હોય છે. સ્પષ્ટરીતે બેલીએ તે વર્ય વિષયના એવા કોઈ કાઈ સૂચક અંશ કવિ પકડી લે છે, કે તે સમજવાથી વાંચનારના મનને આખા વિયનું ભાન થઈ આનંદ પેદા થાય. આનું જ નામ કવિની નવી રસૃષ્ટિ પેદા કરવાની શક્તિ. બ કી શુષ્ક વસ્તુ યાયા ભ્ય કહેવામાં તે કાવ્યત્વ હોયજ નહિ. ઘરનું વર્ણન કરવા માંડીએ તો તે આટલું લાંબુ, આવું કચું, આવું રંગેલું એમ કહી બતાવવામાં કવિતા બનતી નથી, કેમકે એવી વાતમાં કાંઇ ચમત્કૃતિ નથી. એવું કામ તો સવથી બને તેમ છે. કવિ પોતે તો એજ ઘરનું કોઈ એવી વિલક્ષણ વ્યંજનાથી દુકામાં વર્ણન કરે કે વાંચનારને ‘ અહા !' થયાવિના રહેજ નહિ. અમારા હાથમાં જે ગ્રંથ આ સમય છે તેના ઉપર વિવેચન કરતાં આ ટૂંકા ઉપાદ્રધાત જરૂરી છે. એ અમારા સિદ્ધાન્તો નિર્વિવાદ છે, ને તેને અનુસારે આ ગ્રંથમાં જે ગુણ દોષ જણાયા તે કહી બતાવવા એ અમારી ફરજ છે. ગ્રંથમાં જે વર્ણન છે તેમાંનાં ઘણાંક સારાં છે, તેમાં વિશેષે કરી વઢવાણુ આવતાં રાણકદેવી સંબંધે ભેગાવાનું વર્ણન મનોરંજક છે. તથા પુના આગળ રાત્રીનું વર્ણન છે તે ખરા કવિત્વનું સૂચક છે. તેમજ મહાબલેશ્વરના વર્ણનમાં કોઈ કોઈ સ્થળે યુક્તિ સારી છે. એટલું તથાપિ કહેવું જોઈએ કે અમે જેવી આવાં વર્ણનની વ્યાખ્યા કરી તેવાં તે આમાંનાં વર્ણન નથી. પણ હાલના જમાનામાં નીકળતાં કેવલ નિમૉલ્ય કાવ્યામાં આવું થોડાં એક પણ સારાં વર્ણનયુક્ત પુરતક જોઈ અમને આનંદ થાય છે. વર્ણન કરવામાં બે મોટી ખામીઓ અમારી નજરે આવી છે, ને તે આપણુ પ્રસિદ્ધ દલપતરામથી માંડીને તેમના તમામ અનુયાયીઓમાં ફેલાઈ રહેલી છે, માટે તે ઉપર અને વિશેષ ટીકા કરવી ઉચિત લાગે છે. પ્રથમ ખામી એ છે કે વર્ણનામાં અમે કહ્યું તેમ વ્યંજનાત્મક લખાણુ નથી, પણ પ્રત્યેક પ્રકારની બારીક બારીક બીનાનો સમુદાય ભેગે કરેલો છે. એક સમાજનું વર્ણન માંડે છે તે તેમાં પાથરણાં, તકીઆ, ચાદર, માણસા, ફલ, રાજા સર્વનું વર્ણન આવે છે, તે પણ એવું કે તે પ્રત્યેક વસ્તુ ગણાવતા જવી, ને બહુ સારી હતી એમ કહેવું, કે બને તે એકાદ ઉઠેક્ષા કરવી. આમ કરવાથી કોઈ પણ ચમકાર સિદ્ધ થતો નથી ને ઉલટી મૂલ વર્ણનને હાનિ થાય છે. ઉદાહરણ તરીકે:andini Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850