આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ગ્રંથપર આટલું લખ્યા પછી રાઓશ્રીનાં લગ્ન વર્ણનને જે એમનો ગ્રંથ છે તે વિષે પ્રથફ વિચાર જણાવવાની અમે જરૂર જોતા નથી. એ ગ્રંથ પણ આ ગ્રંથની પેઠે કેવલ વર્ણનનોજ છે એટલે આમાં ને તેમાં વિજય સરખે છે; ને આ ગ્રંથપર વાત કરતાં જે નિયમ બતાવ્યા તે તેને પણ લાગુ છે. મે-૧૮૮૭. - ૨૯-કાવ્યનિમજજન':–અમને જોઈને પરમ આનંદ થાય છે કે ગુજરાતી ભાષાની ખરી સેવા કરવા સંસ્કૃત ભાષાના અભ્યાસથી શુદ્ધ સંસ્કાર પામેલા ભટ્ટ હરિકૃષ્ણ જેવા યોગ્ય ગૃહસ્થોને ઈચ્છા થઈ છે. ઘણા કાલથી અમે એમજ ઈચ્છીએ છીએ કે ગુજરાતી કવિતા ટૂંકા ચરિત સહિત તેમનાં કાવ્ય શુદ્ધ છપાવી તેપર સૂમ ટીકા થાય છે ગુજરાતી ભાષાનું કલ્યાણ સત્વર થઈ આવે. આ પુસ્તક આવાજ નિયમથી લખાયેલું છે, ને તેના ગુણથી સર્વ વિદ્વાનોને માન્ય થઈ પડવા યોગ્ય છે. શામળ, દલપતરામ, દયારામ, નર્મદાશંકર, નરસિહ મહેતા, પ્રેમાનંદ, ગિરધર, ધીર, અને અખા એટલાનાં કાવ્યમાંથી પોતાને ગમ્યા તેવા ભાગ લઈ તેપર કત્તએ સારૂં વિવેચન આપ્યું છે. વિવેચનમાં પણ શબ્દબ્રુપત્તિ, વ્યાકરણ, વગેરે પર લક્ષ આપી અર્થના ખુલાસા આપેલા છે, ને તેમાં વારંવાર પુરાણુ વગેરેમાંની સૂચનાઓ યથાર્થ સમજાવી છે તથા અલંકાર દર્શાવવા પણ પ્રયત્ન કર્યો છે. છેવટ અલંકાર તથા લક્ષણ સંબંધિ કવિ નર્મદાશંકરનાં ટુંકાં લખાણ પણુ વાંચનારની સરલતા માટે ટાંકયાં છે. એકંદરે ભાષા ઉપર પણ પૂર્ણ લક્ષ આ'યું જણાય છે, ને જોડણીના ઘણા ખરા નિયમ સર્વથા પાયા છે. આમ હોવાથી આ પુસ્તક સર્વને માન્ય હોય એમાં શક નથી. ગ્રંથ રચનારના આશય એવું જણાય છે કે સરકારી નિશાળામાં આ પુસ્તક લેવાય તે ડીક, આટલાજ કારણથી તેમણે ઉપર કહ્યા તે કવિઓનાં સારાં રસ યુક્ત કાવ્ય મુકી દઈ કેવળ સાદાં ચુંટી લીધાં છે—કેમકે કેળવણી ખાતાવાળાને તે તેવાંનેજ ઉત્તેજન આપવાનો નિયમ જણાય છે. કેળવણી ખાતામાં આ અથવા એવી ઢબનાં બીજાં પુસ્તકે ચલાવવાથીજ તે કેળવણી ખાતાના નામને યોગ્ય થાય એવું અમે માનીએ છીએ, પણ રચનારની આશા કેટલે અંશે સફલ થશે તે તે હરિ જાણે ! અમે તે એમ માનીએ છીએ કે એવી આશા રાખીને, ઉપર જણાવેલા કવિઓનાં સરસ કાવ્યપર વિવેચન ન કર્યું તેથી વાચક વર્ગોને સારી કવિતા દેખાડવાને તથા સમજાવવાને સારા પ્રસંગે તેમણે ગુમાવ્યા. - જેટલાં લખાણ થાય તે સર્વ માં મતભેદ થવાનો સંભવ સર્વત્ર હોય છે; ને તેમાં પણ ભાષા સંબંધી વિષયમાં તેવું વારંવાર બને છે. રા. હરિકૃષ્ણ જોડણી કરવાના ઘણા ખરા નિયમ સાચવ્યા છે, પણ કોઈ ઠેકાણે તેમના પિતાના લખાણમાં પણ ‘ ઉભુત, ' ' યાદદાશ મહતા' વગેરે ચુકા નજરે ચડે છે. વળી જે જે શબ્દોના આદ્ય કે મધ્યાક્ષર થડકાઈને બેલાય છે, તેની નીચે મીડું માંડીને વાંચવાનો પ્રયાગ તેમણે કવિ નર્મદાશંકરને અનુસરી જ્ય છે તે શિષ્ટસંમત નથી. ભાષા માત્રમાં લખવાની પદ્ધતિ એક હોય છે, ને ઉચ્ચારની રૂઢી જુદી હોય છે; આ નિયમમાંથી છુટવું મુશ્કેલ બલકે અશકય છે. માટે અમે, એને, તમારું વગે. રેને અમે, એને, તમારૂ’ એમ લખવામાં કે હાલ કોઈ વધારે ડોળથી કરે છે તેમ હમે, ૧ રા. હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ સુરત મિશનલના સંસ્કૃત શિક્ષક. કી. રૂ. ૨-૦-૦ Ganan Heritage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150