આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનગયાવલિ ઈદ આ પુરતકના પ્રથમ ભાગ વખતે અમે જે વિવેચન કર્યું હતું, ને જે ભાષાદેષ વિષે અમારે કાંઈક બેસવું પડયું હતું, તે તથા તેવા ધણા દોષ આ પુસ્તકમાં નથી, એ બહુ સંતોષની વાત છે. પરભાષાના સંસર્ગથી માણસની રવભાષા કેવી વિકૃત થઈ જાય છે એના એકાદ બે નમુના ચયા ગ્રંથમાંથીજ નજરે આવે છે. ઠેકાણે ઠેકાણે જ્યાં ગુસ્સો થયાને કે ક્રોધ પામ્યાનો ભાવ દર્શાવવા હોય છે ત્યાં “ રાગે ભરાયા ” એ વાક્ય દીઠામાં આવે છે, જે ગુજરાતી વાચકને બહુ એશ્રિર્ય પેદા કર્યા વિના રહે નહિ, કેમકે તેના અર્થ ગુજરાતીમાં ઉલટાજ થાય છે. કહેવાની જરૂર નથી કે આ દોષ મરાઠી ભાષાના સંસર્ગથી થઈ ગયા છે, એવાજ સંસર્ગદેષ રા. ઈછારામે પોતાના ભાષાન્તરને જેમ બને તેમ ઉત્તમ અને શુદ્ધ ભાષાવાળું કરવાની અતિ ઉત્કંઠાને લીધે કરી જવાય છે. એ તો સર્વને જાણીતી વાત છે કે આ વાર્તાઓનાં પાત્ર બધાં ધણુ’ કરી મુસલમાન છે, તથા એકાદ બે સિવાય, બધી વાર્તાના દેશ પણ ઇરાન, આબસ્તાન, ઈત્યાદિ છે. આવું છે ત્યારે બગદાદના ખલીફના મહાલયમાં ઐક્તિકમાળા, વિદ્ર માષ્ટિ, જ્યારનપ્રભા, ઇત્યાદિ દાસીઓ અબુહસનસાથે રમે એ અસંભવિત લાગે છે; તેમજ કઈ કઈ પાત્ર કાલીદાસ અને ભવભૂતિની, તેમજ કોઈ કોઈ ગંધર્વ, વિશ્વકર્મા કે એવા દેવની, વાત કરે છે તે પણ અયોગ્ય જ છે. આમ છતાં ભાષાન્તર સરલ તથા સારૂં છે. અંગરેજી ઉપરથી ભાષાંતર કરેલું છે, ને તેમાં ભૂલની મતલબ સચવાયલીજ છે. ભાષા ન્તર કતાં પોતે જણાવે છે તેમ મૂલની ૧૦૦૧ રાત્રીનું આ ભાષાન્તર પુરૂં ખ્યાન નથી; પણ કઈ જુજ વાતોજ રહી ગઈ હશે. વધારે ચોકસીમાટે મિ. બરટનનું ભાષાન્તર જેવું જોઈએ. ર. ઇચ્છારામે પ્રસ્તાવનામાં એક નવીજ વાત જણાવી છે કે પ્રખ્યાત ગુણાઢયની બુ. થાપરથી સોમદેવે રચેલા ક્યા સરિતસાગરમાંની કેટલીક વાતો આ વાતોને મળતી છે. વાચકવર્ગને ખબર હશે જ કે કથા સરિતસાગર એ એવો ઉત્તમ અને રસિક તથા વિસ્તીર્ણ ગ્રંથ આપણી સંસ્કૃત ભાષામાં છે કે તેમાંથી અનેક કવિ અને પંડિતોને પોતાની કૃતિમાટે વિષય મળેલા છે. અર્થાત અરેબીયનનાઈટને પણ એ અપ્રતિમ કથાસાગરનો છાંટ લાગ્યો હોય તો આશ્ચર્ય જેવું નથીજ. પણ એ વાત હજુ વિચારવા જેવી છે. - ૬૯–લેકભ્રમ:'–આ નાનું પુરતક જેને લોકોમાં—સુધરેલા લોકોમાં વહેમ કહેવામાં આવે છે તેને ઉદ્દેશીને રચેલું છે. શુકન, જ્યોતિષ, ભૂત, મંત્ર, ઈત્યાદિ વિષે લખાણું છે; તથા તે તે બાબત ખાટી છે એમ ઠરાવવા પ્રયત્ન કરી, થોડા વર્ષપર ભૂતનિબંધ, દૈવજ્ઞદર્પણ, ઈ. ત્યાદિ ગ્રંથે થયા હતા, તે આ પ્રયત્ન છે. આવા ગહન વિષયમાં બાલનારા ઘણા હોય છે, પણ વિચારી નિશ્ચય કરનારા કોઇજ હોય છે, એટલે અમે કહી શકતા નથી કે લખનાર કેટલે અંશે કાંઈપણ વાત સિદ્ધ કરી શકયા છે. જે વખતે ગુજરાતમાં “ સુધારો ” ) ખુબ વ્યા હતા તે વખતની રીતિને અવલંબી લખાણ ચલાવ્યું છે, પણ લખનારને આપણુાં શાસ્ત્રોનું કે હાલમાં ચાલતા યુરોપ તથા અમેરિકાના પ્રખ્યાત અને પ્રસિદ્ધ આધ્યામિક શાધાનું પણ કાંઈજ જ્ઞાન જણાતું નથી. એમ છે ત્યારે આવા વિષયમાં પાકે વિચાર બંધાતા સુધી માન રાખવું ડાહાપણું ભરેલું હતું. આ વિષયમાં અમે તો એમજ માનીએ છીએ કે જ્યાં ડાડાપણુ કરવું એ મુખૉઈ હોય, ત્યાં માન રાખવું એ ડહાપણુ છે. - ૬૯-રચનાર વનમાલી લાધાભાઈ મોદી કીમત આઠ આના nani Fentage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 650