આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, અને વ્યવહારને જ એ અતિ દુર્ધટ કામ છે. નીતિ એટલે શું તે સમજાવવાને કર્તાએ સારે પ્રયત્ન કર્યો છે. તે કહે છે કે આપણું કર્તાએ ખાટા અને ખરાનું આપણામાં જે સ્વાભાવિક જ્ઞાન મળ્યું છે તે નીતિજ્ઞાન. આવી વ્યાખ્યા ખરી છે, તથાપિ કર્તાએ રવાભાવિક મુકયું છે તે જ્ઞાન કેવા પ્રકારનું છે એ સ્પષ્ટ કર્યા વિના નીતિની વ્યાખ્યા સ્પષ્ટ થતી નથી એટલે કોઈ શંકાશીલ માણસ એ વ્યાખ્યા ન પણ સ્વીકારે તેમ ગ્રંથકર્તા જે નીતિના આચારવાળાનેજ નીતિ ાધને અધિકાર છે એમ લખે છે તે પણ ભાગ્યેજ સર્વમાન્ય થાય. આચારની અસર એક માણસ સુધી કે તેનાં પાંચ પચાસ સંબંધી સુધી પ્રસરે છે, પણ વિચારની અસર પોતાના ગામથી પરગામ અને પરદેશ સુધી સર્વત્ર વિસ્તરે છે. વિચાર એજ આ• પણ અમર અંશ છે, આચાર એ આપણે મર્ય અંશ છે. માટે વિચારની અસર વિશેષ અને દઢ છે, તેથી આચાર ગમે તેવા હોય તેવાને પણ નીતિને ઉપદેશ કરવાનો અધિકાર નથી, એમ નથી. ઉભયે ભેગાં હોય તો બહુ સારું પણ ચાર પોતે ચોરી ન કરશો એમ કહે છે તેથી તેને ઉપદેશ કાંઈ નિરર્થક નિર્મલ નથી થતા. વારંવાર આ દુભાંગી સંસારમાં અને આપણી નબળી મને વૃત્તિમાં એવું બને છે કે માપણા વિચાર આપણા આચાર સાથે ચાલી શક્તા નથી, પણ તેજ એ વાતનું સારામાં સારું કારણ છે કે અમુક સદાચારે ન વર્તનારની નિંદા કરતા પહેલાં આપણાજ સ્વભાવ તપાસી સર્વેના ઉપર ઉદાર દયા ભાવ રાખતાં શીખવું. સહજ શક્તિને આવી રીતે કેળવવી એ નીતિ પાળવાન ને વિસ્તારવાનો ઉત્તમ માર્ગ છે. - કર્તાએ નીતિના બે મુખ્ય વિભાગ કર્યા છે; ખાનગી અને પ્રસિદ્ધ, ને પ્રત્યેક વિભાગમાં જુદા ઉપ વિભાગ પાડી જે લખાણું કર્યું છે તે એકંદરે છટાવાળું, અસરકારક, અને વાંચવા યોગ્ય છે. ભાષાની શિલી પણ એકંદર પરિશુદ્ધ છે. ફેબ્રુઆરી-૧૯૦ ૮૨-કુસુમાવલી:-આ કલ્પિત કથાનું સાંગ અવલોકન કરતાં તે કથામાં કોઈ ઉત્તમ પ્રતિભાનાં બીજ અમને સ્પષ્ટ જણાયાં છે. કથાને તપાસવામાં તેનાં વસ્તુસંકલના અને વસ્તુટન આ એક વિભાગ છે, અને તેમાં વપરાયલી ભાષાનું ચિત્ય એ ખીજે વિચાર છે. આ કથાનું વસ્તુ કેવલ કલ્પિત છે, અને તેનો હેતુ અતિ ઉત્તમ નીતિનો બંધ કરવાના હોવાથી એ કલ્પના સાર્થ છે. કથાના નાના મોટા વિભાગ પરસ્પર સુશ્લિષ્ટ છે ખરા, તાપણુ કેટલાંક પાત્ર કાઈ બહુ મુખ્યભાગ માટે દાખલ કરેલાં હોય એમ જણાતાં નથી, અને સુગુણસિંહ તથા પ્રધાન એ બે મુખ્ય પાત્રોનું અવસાન નિવહણમાં સ્પષ્ટ દેખાડયું નથી. વાચક એવી આશા રાખે કે એ બે પાત્રો પોતાનાં કૃત્યને કે બદલો પામશે. વસ્તુફે.ટનના સંબંધમાં જોઈએ તે કર્તાએ જેટલે થાય તેટલો ગુંચવાડે કરવામાં જ પોતાનું ચાતુર્ય વાપર્યું. છે, ને કથાના પૂર્વાપર ભાગના બુક્રેમકરી કેાઈ અદ્દભુત રસને આધારે કથાના સ્રાતને વહેવરાવી તેમાં વાચકને પણ બલાકારે ભેગા તાણતા જવું એ યોગ સાધ્યો છે. આ યુક્તિ પણુ બહુ ઉત્તમ શક્તિને નમુનો છે, અને જે બરાબર પાર પાડી શકાય તો બહુ વિજયવતી નીવડે છે, પણ અમારે એટલું કહેવું જોઈએ કે આવી યુક્તિ સાધવાના લેભમાં કર્તાએ વસ્તુને એટલું બધું ગુંચવી નાંખ્યું છે કે આખી વાત પૂર્ણ થયા પછી તેના અંતરંગ સંધિના સ્પષ્ટ વિચાર આપણી નજર આગળ જરા કષ્ટ પ્રાદુર્ભાવ પામે છે. વસ્તુવિન્યાસમાં - ૮૨ રચનાર રા. રા. દેલતરામ કૃપારામ પંડયા નડિયાદ. કીમત રૂ. ૧ ' Gandhi Heritage Port 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.