આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૮. સુદર્શન ગદ્યાવલિ, are ૧૦૦ અંદગી, ગાયન, અને માથ:-આ નાનું પુસ્તક જોઈ અમે ધણાજ પ્રસન્ન થયા છીએ, અને પાશ્ચાત્ય લેકનું અનુકરણ કરનાર પારસી વર્ગમાં આ વિચારવાન લેખક પ્રકટ થયેલે જોઈ અમને બહુ સંતોષ થાય છે. અમે આશા રાખીએ છીએ કે એ ગૃ• હસ્થના લખાણ ઉપર તેમના જાતિ ભાઈઓ તેમ સર્વ જિજ્ઞાસુ પુરૂષે સંપૂર્ણ લક્ષ આપશે. થીઓસોફીના અભ્યાસથી આ ગૃહસ્થને જે અતુલ લાભ થયે છે તેનું જ આ લેખ ફલ છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રાર્થના, સંગીત, અને મંત્ર તેમને શો સંબંધ છે એ વિપયનો વિચાર પ્રસ્તુત છે અને લેખકે તે વિષે યથાર્ય રહય પ્રાપ્ત કરી પ્રસિદ્ધ કર્યું છે જેથી પ્રાર્થના સમાજની પ્રાર્થનાઓને પિતાને ધર્મ ગણી નિત્ય ગાવામાં કૃતકૃત્યતા માનતા લોકોને જે લાભ હાનિ છે તે સમજવામાં આ લેખ બહુ મનન કરવા યોગ્ય છે. આજકાલ ક્રીસ્થી. અન ધર્મના સંસર્ગને લઈને ગાયનરૂપે પ્રાર્થનાઓ ગાવાને પ્રચાર આપણામાંના કેટલાક લેકે ચલાવ્યો છે; પ્રાચીન મંત્ર આદિના પણ અર્થ જ ભણવામાં આવે તો શી હાનિ છે એવો પણ તે લેકને પ્રવાદ છે. પરંતુ અમુક સ્વરને અમુક તો સાથે જે સંબંધ છે અને તેથી અમુક સ્વર યુક્ત અમુક રાગ ઉચ્ચારાતાં જે જે માટી અસર ગુપ્ત રીતે તુરતા તુરત ઉપજી આવે છે, ને કાયમ રહે છે, તેના વિવેક સમજ્યા વિનાની આ બધી વિતંડા છે એમ આ લેખકે યોગ્ય રીતે પ્રતિપાદન કર્યું છે. એટલું જ નથી પણ જે આતમસંગીત-નાદાનુસંધાનઆખા બ્રહ્માંડને એકતાર કરી રહ્યું છે તેને પણ કાંઇક ભેદ લખનારના સમજવામાં હોય એમ તેના લેખથી જણાય છે ભાષા પણ શુદ્ધ અને સંસ્કારવાળી છે. એકંદરે આ નાનું પાનીયું વાંચવાની સર્વને અમે બહુ આગ્રહથી ભલામણ કરીએ છીએ. ૧૦૧–અદ્ભુત સ્વપ્નઃ—ગેરક્ષાની હીમાયત માટે કર્તાએ શુદ્ધ ભાષામાં સાધારણુ હારા ચાપાઈ ગાયને વગેરે લખ્યાં છે. કર્તાએ સ્વમમાં ગોમાતાનું દુઃખ જોયા ઉપરથી વર્ણન કરેલું એમ વસ્તુ લીધું છે. e ૧૦૨ દ્વિત્રિયા નિષેધ નિબંધઃ—બે સ્ત્રીઓથી હાનિ થાય છે એ વિષયે નિબંધ - લખવાનો પ્રયાસ છે. એમાં વાદપદ્ધતિને અનુસરી સયુક્તિક અનુવાદ કરતાં જેસ ભર્યું” દિત્રિયા નિષેધરૂપ લખાણ વધારે છે, તથાપિ એક કેળવાયલી સ્ત્રી આવું લખી શકે છે અને ભિનંદન આપવા યોગ્ય છે. નિબંધ પોતાના જ્ઞાતિબંધુઓને ઉદ્દેશીને લખ્યો છે. - ૧૦૩-વિરહ વાલા:-પિતાનાં માતુશ્રીના સ્વર્ગવાસથી થતી વ્યથાનું વર્ણન કા. ન્યૂ કરુણારસપૂર્ણ તથા સાધારણ કરતાં ઉત્તમ છે. ૧૦૪–હિંદુ ધર્મ શાસ્ત્ર અને મુસલમાની સરેહ:--હિંદુ લો અને મુસલમાન લો ને અનુસારે ધર્મ શાસ્ત્ર તથા સરેહ ઉપરથી સારે ગ્રંથ ઉપજાવે છે. કાયદાના અને ભ્યાસીઓને ઘણો ઉપયોગી છે. ૧૦૦-લખનાર મી. નસરવાનજી ફરામજી ખીલીમારીઆ, મુંબઈ. ૧૦૧-કર્તા રા. અંબાશંકર શ્યામલ, નિણયસાગર, મુંબઈ. ૧૦૨-રચનાર ગંગાબાઈ પ્રાણશંકર, માણસા કન્યાશાળાની હેડ મિસ્ટ્રેસ. ક. ૦–૮–૦ ૧૦૭-રચનાર રા. ભગવાનદાસ દુલભદાસ, મહુવા. મુલ્ય ચાર આના લખ્યું છે પણ મફત આપશે એમ જણાવવા અમને લખવામાં આવેલું છે. ૧૦૪-રચનાર રા. આનંદ” વહાલજી રાજ્ય ગુરુ-માંગરોળ, કીંમત. ૨. ૧-૦-૦૦ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50