આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન અને ક્વચિત અલંકાર રહિત, એવા શબ્દાર્થ ” તે કાવ્ય એમ કાયપ્રકાશકાર કહે છે, “ રમણીયાર્થપ્રતિપાદક શબ્દ ” તે કાવ્ય એમ જગન્નાથ ( રસગંગાધર કત ) કહે છે, ત્યારે રા. છોટાલાલ “એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાનું સાધન ” તે કાવ્ય એમ કહે છે. એકાગ્રતા તો કેવલ વિચારથી પ્રાપ્ત થાય છે, પ્રાણાયામથી પ્રાપ્ત થાય છે, માટે તે બધાં શું કાર્ય છે ? છતાં જે એકાગ્રતા તેજ આનંદ એમ તેઓ માને છે એટલે એકાગ્રતાનો અર્થ આનંદ અથવા રસ માની લઈએ, અને રસ તે કાવ્ય એ અર્થ જેમ તેમ કરીને પણ રા. છોટાલાલે આપેલા લક્ષણમાંથી કાઢીએ, તોએ એકાગ્રતા અથવા રસ ધ પ્રાપ્ત કરી આપવા”ને પ્રકાર એટલે શું ? રસનું સ્વરૂપ બરાબર સમજનાર તો તેને “ પ્રાપ્ત કરી આપવા”ના માનેજ નહિ; રસ કેવલ વ્યંજિત થાય છે. પ્રાપ્ત કરી અપાતાજ નથી, હોય તેને તેજ, આવરણનો ભંગ થતાં, સ્પરે છે. જગન્નાથ સ્પષ્ટ રીતે કહે છે કે મનાવરાવ-આવરણ ભંગ થયેલું છે જેનું એવી ચિતશકિતનાજ વિલાસ છે. એ વાતનું કાંઇક ભાન રા. છોટાલાલને પણ પત્ર ૩૩૧ મે ગ્રંથસમાપ્તિ વખતે થયું લાગે છે, કેમકે ત્યાં તે લખે છે કે “ રસની તો નિષ્પત્તિ માનેલી નથી, પણ રસના ચર્વણની નિષ્પત્તિ માનેલી છે”. પરંતુ એ વચન કાવ્યપ્રકાશમાંથી ઉપાડી લીધેલું છે, એનો તેમને અનુભવ જણાતા નથી, એટલે આરંભે પતાના તરફથી તેમણે જેમાં લખ્યું છે તેમાં આવો ઘોટાળા થયા છે. ત્યારે “ એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના પ્રકારમાં એક ” તે કાવ્ય એ લક્ષણ કેવલ અનુચિત છે, તાણી તુશીને અર્થ કરતાં, પણ બંધ બેસતું નથી. રસ પ્રાપ્ત કરી આપવાનો પ્રકાર તે કાવ્ય છેજ નહિ. “ રસાતમક ” પ્રકાર, “ રસજ ” કાવ્ય છે એમ વિશ્વનાથે સ્પષ્ટ કર્યું છે. “ પ્રકાર ” શબ્દ પણ કેવલ સમજફેરથી લખ્યો છે; એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના, ખરી રીતે કહેતાં પ્રાપ્ત કરવાના, અનેક પ્રકારમાંના એક પ્રકાર કાવ્ય નથી, પણ શબ્દાર્થદ્વારા રસ વ્યંજિત કરનાર પ્રકારજ કાવ્ય છે એમ સ્પષ્ટ જણાવવું જોઈતું હતું. કેમકે રસ એટલે આનંદ આપનાર અનેક પ્રકાર સક ચંદન વનિતાદિ તે કાંઈ કાવ્ય નથી. પરંતુ મમ્મટ અને વિશ્વનાથનું મર્મ આપણા લેખકની જાણુમાં બરાબર આવ્યું જાતું નથી, ને એથીજ કાવ્યના લક્ષણ પર બીજી એક હસવા જેવી ભૂલ થઈ ગઈ છે. મમટે લક્ષણ કર્યું છે કે “ દોષ રહિત, સગુણ, કવચિત અનલકૃત, શબ્દાર્થ ” તે કાવ્ય, આ ઉપર વિશ્વનાથ શંકા કરે છે કે “ દોષરહિત ” શબ્દાર્થનેજ કાવ્ય કહેશે તે જે કાવ્ય • દોષરહિત ” છે તે પણ કાવ્ય તો છે જ, એટલે તેમને આ લક્ષણમાં સમાસ થશે નહિ. પોતાની શંકાના ઉદાહરણમાં વિશ્વનાથ લખે છે કે જેમ કીડાએ ખાઈને ખાધ પાડેલું રત્ન પણ કાંઈ રન નામમાંથી જતું નથી તેમ દેષથી દૂષિત કાવ્ય પણ કાવ્ય નામમાંથી જતું નથી. આવી તકરાર કરીને તે પોતાનું લક્ષણ “ રસાત્મક વાકય” તે કાવ્ય એને સ્થાપિત કરે છે. રા. છોટાલાલ આ ઉદાહરણનું મર્મ સમાજ નથી અને દેશ છતાં રસ હોય તે કાવ્ય ગણાય એ નિષ્કર્ષ તો ઠીક આપે છે, પણ પોતે વિશ્વનાથની બરાબરી કરવા જઈ કવિ બનીને તેનું દૃષ્ટાંત હસવા જેવી રીતે સમજાવે છે; “ જેમ રનમાં જીવડો હોય તથાપિ તેથી રત્નપણાની શોભા કાંઈ કમી થતી નથી એ રીતે રસયુક્ત કાવ્યને દોષ દૂષિત કરી શકતાં નથી.” રત્ન “ માં વડે પેસવાની કલ્પના રા. છોટાલાલના કવિત્વનોજ અપૂર્વ ચમત્કાર છે ! પરંતુ આવી રીતે કાવ્યલક્ષણું બાંધવામાં ભમ્યા પછી પણ “ રસાત્મક વાક્ય ” તે કાવ્ય એ લક્ષણ ઉપર તેઓ આવે છે, એ તેમની andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450