આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી સુદર્શન ગઘાવલિ, ત્પન્ન થાય છે, કેવી પ્રવૃતિઓ ઘડાય છે, ને સંસારમાં સુખ કે દુઃખ કેવાં ઉભવે છે તેનું સદુ પણ કાંઈક બેધદાયક ચિત્ર આ વા ઠીક યત્ન કરવામાં આવ્યા છે. એક જ માબાપની બે પુત્રીઓ ભિન્ન ભિન્ન સ્થિતિમાં, ભન સંસ્કારથી ઉછરેલી, અને ભિન્ન ભિન્ન પ્રકારના પતિના સંબંધમાં જોડાયેલી, તેથી તેમની જાતને અને તેમના પરિવારનો તથા સગાં સંબંધના ભવ કે સુખકર કે દુ:ખકર થયેલે એનું એક એકને મુકાબલે પ્રત્યક્ષ છાપ ઉપજાવી શકે તેવું ઠીક વર્ણન થયેલું છે. વચ્ચે વચ્ચે અનેક વિષયો ઉપર, સંસારને ઉપયોગી એવી અનેક ઝીણી પણું અગત્યની વાત ઉપર ઉપદેશ કરવાનો પણ પુષ્કળ પ્રયાસ દીઠામાં આવે છે, ને ગ્રંથક્તને સંસારના દીર્ધ અનુભવથી મળેલા ડહાપણુ અને વ્યવહારજ્ઞાનનું એકંદરે સારુ” પ્રતિબિંબ આ તેમના લેખમાં જણાઈ આવે છે. ભાષા પણ અત્યંત સરલ, અને સાદી છે. | આ ગ્રંથ વિષે જે સામાન્ય રીતે ઉત્તમપણાનો અંશ કાઢી બતાવાય તે આ પ્રકારના છે, પણ તેટલું જ કહીને અટકવા કરતાં, જે ઉત્તમતા છે તેને ખુલ્લા અંતઃકરણથી સ્વીકાર કરી, હજી વધારે ઉત્તમતા સાધી શકાય કે નહિ? જે વિષય અને જે ઉદ્દેશ કર્તાએ પોતાના આગળ ધરીને વાતો રચી છે તે વિષય અને તે ઉદ્દેશ આ કરતાં વધારે અસરકારક રીત સિદ્ધ કરી શકાય કે નહિ ? એનો વિચાર કરો એ, સાહિત્યની ઉન્નતિ કરવાના હેતુથી, અને લેખનપ્રવૃત્તિમાંથી સંસારને ઉપયોગિતા શેાધી આપવાને અર્થ, અવકન કરનારની ફરજ છે. કથાઓ વાર્તાઓ ઇત્યાદિ રચવાના ઉદ્દેશ, હમેશાં આપણા હદયમાં વળગી રહે, અને આખા જીવનને કેઈ ઉત્તમ સુવાસ આપે, તેવો ભાવ ઉપજાવવાના હોય છે. દિવસમાં દશવાર ભેગાં થતાં હોય એવાં હકમચંદ, ને ઘેલાભાઈ, ને ધનલક્ષ્મી, ને ધનબાઇનાં વર્ણન વાચવાથી એવું કોઈ ભાવરૂપ ફલસિદ્ધ થતું નથી અતિપરિચિત એવી તે વ્યક્તિઓના ચારિત્રનિરીક્ષણમાંથી આપણને હૃદયઘાત કરે એવો કોઈ ભાવ વળગતા નથી, વાચી ખુશી થઈને ચાપડી બંધ કરતાની સાથે આપણે તે બધી વ્યક્તિઓને ભૂલી જઈએ છીએ. સંસારમાં ભવ્યતા, ઉત્તમ ભાવરૂપતા, વારંવાર સુલભ નથી, એટલે સંસારને છે તેજ ચીતર એ પણ એક કથા પદ્ધતિ છે, ને “રીએલિસ્ટિક ” પદ્ધતિવાળા તેને માન્ય કરે છે; પરંતુ તેને એ ઉદેશ તે સંસારને છે તેવો બતાવી, જે પડદા નિચે ઢંકાયેલા રહેવાથી તે “ સારો” લાગે છે તે પડદો ખસેડી નાખી, નિ દદ્વારા ઉપદેશ આપવાનો જ હોય છે, એટલે એમાં પણ હૃદયાધાત કરે તેવી નીચ ભાવનાની અપેક્ષા રહે છે; અને ગમે તે માર્ગે પણ સંસારની પાર એવી કોઈ ભાવનાના આશ્રય વિના કથાની રચના નિરુપયોગીજ છે એ વાત નિર્વિવાદ રહે છે. પરંતુ જે વાર્તાઓમાં કોઈ ઉત્તમ ભાવની તુલના તેથી ઉતરતા ભાવ સાથે કરી બતાવી હોય તેને સમાસ તે આ રીએલિસ્ટિક પદ્ધતિમાં થતું નથી, એટલે તેમાં પરિચિત કરતાં કોઈ વધારે લાકિક વ્યક્તિઓના પ્રાદુભૉવ અવશ્ય હોવા જોઈએ. આ વાતમાં બે સામે સામેની-ઉત્તમ અને કનિષ્ઠ કુટુંબસ્થિતિનું વર્ણન છે, છતાં એમાં એકે વ્યક્તિ એવી આવતી નથી કે જે આપણને સરાસરી સંસારી મનુષ્યોમાંથીજ ન મળી શકે, કે જેનાથી પુરતક ઉંચુ મૂકયા પછી આપણને નિરંતર સ્મરણમાં રાખી અનુકરણ કરવાની ભક્તિ ઉપજે; એકે પાત્ર એવું નથી કે જેનું નામ અમુક ભાવના મંત્રરૂપે ઉચ્ચારાતું જ રહે. નાની બાલકાઓ માટે આ મુલક ધ રેલું છે. એટલે ખડમ કરી તેમાં આવી કોઈ યોજના થવાની આવશ્યકતા હતી, કે તકે બલજી એને તો ભ ન સાથે અનુકરણબદ્ધિ પ્રેરે તે કોઈ દષ્ટાન્તભૂત ભાવ બતાવ જરના છે. વિદ્ય.ગારી કરતાં કાંઈક વધ રેની અને Gandhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850