આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનગથાવલિ. - ૧૫૩-સપ્તપર્ણ મનુષ્ય આ ગ્રંથ એની બેસંટના અંગરેજી ગ્રંથને આધારે લખાયો છે. એ આખાએ આ ચેપાનીયામાં આવી ગયેલ છે એટલે તેના વિષે વધારે વિવેચનની અપેક્ષા નથી. છતાં એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે જેમને તત્ત્વજ્ઞાનનો રસ લાગ્યો હોય, યેગાદિભાવના ઉપર જેમનું લક્ષ થયું હોય તેમણે આ ગ્રંથને પિતાની આગળ સર્વદા રાખવા | અને તેનું સારી રીતે મનન કરી મૂકવું. - ૧૫૪-ભોજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર:-ગૂજરાત વર્નાક્યુલર સેસાઈટીએ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસના ઇનામ ફંડમાંથી રચાવેલ આ નિબંધ છે ને એના વિષય નવીન તેમ પ્રાચીન સર્વે મતના અનુયાયીઓને વિચારી અનુસરવા યોગ્ય છે. તો એ વિષયને ઘણી સારી રીતે ચર્ચે છે, અને વર્ગ, જ્ઞાતિ, આદિનાં ઉદ્દભવનાં કારણો આપી જે જે લોકો આજે ભાણે વટલાતા નથી તેમનામાં કન્યાવ્યવહાર શા માટે ન હોવા જોઈએ એ વાત ઉપર સશાસ્ત્ર અને યુક્તિથી સારું લખાણ કર્યું છે. સુધારાના પક્ષવાળાનેજ આવા વિચાર આવી શકે એમ છતાં માને છે અને જુના વિચારવાળા ઉપર કેટલાક અાગ્ય શબ્દપ્રહાર કરે છે, તથા પ્રાચીન વાતને ઉત્તમ માનનારા નિરાધાર રીતે કેવલ જુનું સમજીને જ તેમ માને છે એવો આક્ષેપ કરવાનો આડંબર કરે છે, તે વૃથા પાંડિત્ય છે, તેમજ ભાણાવ્યવહાર સાથે કન્યાવ્યવહાર હોવાનો બાધ કરવા છતાં બ્રાહ્મણોના કેટલાક ભેદને વાસ્તવિક ઇતિહાસને પુરાવો તેમની આગળ ન છતાં, તે વાસ્તવિક છે એમ મનાવા યત્ન કરે છે એ તેમના પ્રતિપાદ્ય વિષયથી વિરુદ્ધ છે, છતાં સમગ્ર લેખનો હેતુ અતિ સ્તુતિપાત્ર છે, તેને કર્તાએ પૂર્ણ ઇનસાફ કર્યા છે, અને દેશની સારી સેવા બજાવી છે એમ કહેતાં અમને સંતોષ થાય છે. - ૧૫૫-સતીગારવ:–આ એક સાંસારિક કથા છે, કેટલાક સાક્ષર યુવકોને હાથે રચાયલી માલુમ પડે છે, અને આ તેના પ્રથમ ભાગ માત્રજ છે. અપૂર્ણ હોવાથી એના વિષે કાંઇ અભિપ્રાય આપવા ઊંચતુ નહિ ગણાય, તે પણ જે યુવકે એ કથા આરંભી રહ્યા છે તેમને ઉત્તેજન આપી તેમનામાં જે શુભ ગુણો દેખાય છે તેની વૃદ્ધિ ઈચ્છવી એ અમારૂ’ કર્તવ્ય છે. એમ કહેવું પ્રાપ્ત થાય છે કે વાર્તાની યોજના ઠીક છે, અને પાશ્ચાત્ય સુધારાવાળ” તેમ આર્ય સંસ્કારવાળું એવાં બે ઘરની નીતિનો મુકાબલો કરવાનો યત્ન આ સમયમાં સર્વનું ધ્યાન આકર્ષે તેવા છે; સર્વ કરતાં જે જુવાનીઆઓ આજકાલ અત્યંત કુછદમાં પડયા છે, બગડે છે ને બગાડે છે, તેમને ચીતાર સાર આપે છે. અને અમે કહીએ છીએ કે જે રીતે અત્યાર સુધી આ વાર્તાના વસ્તુના વિસ્તાર થયા છે તેજ રીતે તેને પાર ઉતારવા કાળજી રાખવાથી તે વાત સારી થવાનો સંભવ છે. આ વાતની પૂર્વ ભૂમિકા હજી રચાઈ છે, અને આવી કથાની રચનામાં જે આંટી નડે છે તે પ્રસંગ ગ્રંથકતને હજી હવે આવવાના છે, માટે તેણે “ કાળજી ' રાખવી એમ કહીએ છીએ. ભાષા જે હાલ છે તે કરતાં સાદી કરવા યત્ન રાખો ઠીક થશે, સાદી એટલે સાદા શબ્દવાળી નહિ, પણ પ્રયોજન વિના ગુચવેલાં અને લાંબાં વાક્યા વિનાની એમ તાત્પર્ય ‘નણવું. વાતો પૂર્ણ થયેથી ફરી | એનો વિચાર કરીશું. ૧૫૩-રચનાર રા. દુલેરાય મહીપતરાય ઓઝા માંગલ. ૧૫૪-રચનાર રા. રા. કેશવલાલ મોતીલાલ. પ્રસિદ્ધ તો ગુજરાત વનોકયુલર સોસાઇટી, અમદાવાદ. મૂલ્ય. ૦-૪-૦ ૧૫૫-પ્રકાશક આર્ય વાત્સલ્યવૃતિકા-અમદાવાદ. ain an Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850