આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રંથાવલોકન, ૯૪૩ વા માટે કે ભાષાન્તર માટે હાથમાં લેતા પૂર્વે-લેખકોએ તે વિષયનું સંપૂર્ણ અધ્યયન કરી તેની સમરત પરિભાષાથી વાકેફ થવું જોઈએ; એ વિનાનો પ્રયાસ ગમે તેવા રતુત્ય છતાં હાનિકારક છે. ૧૭૮-પ્રારબ્ધ અને પુરુષાર્થ આ નાને સરખો લેખ એક તરણ ગ્રેજ્યુએટને હાથે લખાયલે જોઈ અમને સંતોષ થાય છે, અદ્વૈતવાદનો એ તણે ઠીક અભ્યાસ કર્યો જણાય છે; અને આ લેખમાં તેમણે પિતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનને સમાસ કરવા ઠીક યત્ન કર્યો છે. પ્રથમે કર્મ વિષે ચર્ચા કરી છે, પછી પુરુષાર્થ વિષે કરી છે. પ્રારબ્ધ અને પુરુષાર્થના સંબંધ સમજાવતાં તેમને તેમાં બે સમાંતર લીટી જેવાં માને છે, અને “ વસ્તુતઃ મધ્યમણિન્યાયથી કર્મભક્તિ અને જ્ઞાન એકજ છે ” એવો નિષ્કર્ષ ઉપજાવી, કર્મ તથા ભક્તિમાર્ગની જ્ઞાનપ્રાપ્તિને અર્થે આવશ્યક્તા સ્વીકારતા જણાય છે. અજ્ઞાનનિવૃત્તિને તેઓ પુરુષાર્થ માને છે, પણ પુરુષાર્થની સમાંતર લીટીરૂપે માનેલું પ્રારબ્ધ તેનું શું થાય છે તે સ્પષ્ટ જણાતું નથી, અને અજ્ઞાનનિવૃત્તિરૂપ પુરૂષાર્થની સિદ્ધિનાં મુખ્ય સાધનોનો પણ નિર્દેશ દેખાતો નથી. એકંદરે લેખ મનનપૂર્વક વાચવા યોગ્ય છે, અને તરુણુ આગળ જતાં સારા લેખ રચી શકશે એવી આશાનાં આ પ્રયાસમાં ઘણાં અંકુર જણાય છે. ૧૭૮-તખ્તવિરહ બાવની ગૂજરાતી કાવ્ય ઉપર ઘણી અસર વ્રજભાષાનાં કાયુની થયેલી સમજાય છે, અને પ્રથમના ગુજરાતી કવિઓ વ્રજભાષાને ધણો અભ્યાસ કરતા એ પ્રસિદ્ધ છે. આપણા પ્રખ્યાત કવિ દલપતરામ પણ વ્રજભાષાનાં કાવ્યના અધ્યયનથી ઉદભવેલા છે. અર્વાચીન સમયમાં વ્રજને અભ્યાસ આપણા દેશમાં ક્ષીણ થયો છે એ મહા દભોગ્યની વાત છે, કારણ કે સંસ્કૃતમાં જે સાહિત્ય ગ્રંથો છે તેમના ઉત્તમોત્તમ પરિષ્કાર વ્રજભાષામાં અનેક પંડિતાએ સારી કરેલા છે, અને તેના ઉદાહરણ રૂપ સુંદર કાવ્યો પણ ત્રજ ભાષામાં ઘણાં છે. રા. બાળાશંકર ઉલ્લાસરામનું નામ આ અભ્યાસ સાથે અને આવાં ચમત્કારિક મૃદુ કાવ્યોની રચના માટે આપણને જાણીતું છે. કવિ નથુરામની ગણના પણ એવા એક વ્રજવિલાસી રૂપે કરવા યોગ્ય છે એ તેમનાં આ બાવન કવીત જે કે ગૂજરાતી ભાષામાં છે તેટલાથી પણુ જણાઈ આવે છે. કવિત વ્રજના મરેડ ઉપર, વ્રજની છટાવાળાં, અને વ્રજ કવિતાના જેવા અલંકારાદિથી ભરપૂર છે. વ્રજભાષાની કવિતા આ કવિ ગૂજરાતી કરતાં પણ સારી કરી શક્તા હશે. ( ૧૮૦–અંબિકા શતક ભાગ -કવિતાનો અભ્યાસ કરતા આ તરુણને અમે ધણા સમયથી જોઈએ છીએ. શક્તિની ભક્તિના રસથી પ્રપૂર્ણ હદયના ઉદ્ગારો આ કાવ્યમાં સમાવેલા સે શિખરિણી છે દેશમાં છે અને તેમાં કાવ્યચમકૃતિના ઘણા આગળ પડતા અંશે સ્પષ્ટ જણાય છે. આ તરુણુ અભ્યાસીમાં કવિપદ પામવા જેવી યોગ્યતા આવતી જેઈ અમને સંતોષ થાય છે, અને આવા હૃદયગ્રાહી ઉતસાહથી કાવ્ય રચવાની શિલીને તેઓ અનુસરશે તે આગળ સારા વિજય મેળવી શકશે એમ લાગે છે. એક બે શિખરિણી જોઈએઃ ૧૭૮-લખનાર રા. રા. હીરાલાલ બ્રીજભૂખણદાસ બી. એ. અમદાવાદ, વિજય પ્રવર્ત ક પ્રેસ. મૂય ૦-૫-૦ ૧૯-રચનાર કવિ નથુરામ સુંદરજી શુકલ, વાંકાનેર. ૧૮૦-રચનાર શા. ભાઈચંદ ગેવર્ધનદાસ. નડીઆદ. ahi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50