આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને તેના મિત્રો હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. સૌ શ્રોતાજનો તેમાં સામેલ થયા.

સંસારી થવું ઠીક કે સંન્યાસી ? ગાડી ઘોડે બેસીને ફરનાર ભોગી ઠીક કે ત્યાગી ? સંપત્તિ, વૈભવ, નાના પ્રકારના ભોગવિલાસ ઠીક કે સંન્યાસીનું ભિક્ષાન્ન ઠીક ? સૂવાને પલંગ મેળવવો કે પથ્થરની શિલા ? રહેવાને મહેલ, વિવિધ અલંકાર અને વસ્ત્ર ઠીક કે સંન્યાસીનો અંચળો, તૂંબીપાત્ર અને ચોળવાની રાખ ઠીક ? સ્ત્રી પુત્રાદિ કુટુંબનો પ્રેમ ઠીક કે वसुधैव कुटुंबकम् ? એમ સંસારી અને ત્યાગીની જીંદગીના વિચારોની વચ્ચમાં નરેન્દ્રનું મન આ સમયે અથડાવા લાગ્યું. એ આદર્શો-સંસારી અને ત્યાગી-તેની નજર આગળ ખડા થયા અને તે એ બંનેની તુલના કરવા લાગ્યો. સંસારી જીવનની અનેક તૃષ્ણાઓ, આજ્ઞાઓ, બંધનો, લોભ, મોહ, અસત્ય વ્યવહાર, ડોળ, સ્વાર્થ, પ્રપંચ, સુખ, દુઃખ અને તે સર્વની વચમાં મનુષ્યને ઓચિંતો ઝડપી લેનાર મૃત્યુ, એ સર્વે તેને સંસારની અસારતા દર્શાવવા લાગ્યાં – જગતનું મિથ્યાપણું સમજાવવા લાગ્યાં. સંસારના સૌંદયમાં કે ભવ્યતામાં ખરૂં સુખ નથી, તે માત્ર માયા છે, મિથ્યા છે, “જુઠી માયા જુઠી કાયા, જુઠા ખેલ બનાયારે;” એમ તેના અંતઃકરણમાં ઠસવા માંડ્યું !

એકવાર સંપૂર્ણ વૈરાગ્યના તેજથી પ્રકાશીત અને દેવ સમાન દેખાતી સંન્યાસીની મૂર્તિ, તેની માનસિક દૃષ્ટિમાં ખડી થઈ. આ મૂર્તિએ શરીરે માત્ર કૌપીન ધારણ કરેલી હતી. બાકીના શરીરે ભસ્મનું આચ્છાદન હતું. તે મૂર્તિ જ્યાં ઉભી હતી તે સ્થળની પાછળ એક મોટું અરણ્ય હતું, થોડેક દૂર બરફથી ઢંકાયેલી ધોળી ટેકરીઓ આવેલી હતી. સંસારથી તે દૂર હતી, પણ સંસાર તેના તરફ પ્રપંચ ફેંકતો હતો. અનેક આશાઓ, તૃષ્ણાઓ અને લાલચો તેની અડોઅડ થઈને જવા લાગી; પણ આ ધ્યાનગ્રસ્ત સાધુની મૂર્તિ જરાક